________________
૧૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૩ રહેતી નથી. આહાહાહા !
આ સુખનો પંથ, બાકી તો બધા દુઃખના પંથમાં દોરાઈ ગયા છે, આખા, આખી દુનિયા. સમજાય છે કાંઈ ? એક બાજુ એમ કહેવું નવતત્ત્વની, તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ તે સમ્યગ્દર્શન, એ તત્ત્વાર્થ સૂત્રની અપેક્ષાએ. એ જ્ઞાનપ્રધાન કથન છે. જે ત્રિકાળી જ્ઞાયક છે અને વર્તમાન જે પર્યાયમાં છે, એ બે જે સંવર, નિર્જરા આદિ મોક્ષ આદિ એ બધી શ્રદ્ધા છે, છે એકરૂપ ભેદ નહિ, તો એ તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન એ પણ જ્ઞાનપ્રધાન દર્શનની વ્યાખ્યા છે, અને અહીંયા એકલો શાકભાવ જે છે અવ્યક્ત અને વ્યક્ત છે એ “બ” નો અનુભવ હોવા છતાં દૃષ્ટિ તો દ્રવ્ય ઉપર ઢળી ગયેલી છે. આ દર્શનપ્રધાન કથન છે અને નિયમસારમાં તો એમ કહ્યું, કે શેયતત્ત્વ બાહ્યતત્ત્વ અને અત્યંતરતત્ત્વ “બ” ની શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે, અને ૨૪૨માં કહ્યું કે “શેય” તત્ત્વ અને “જ્ઞાયક” તત્ત્વ “બે' ની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ જ્ઞાનપ્રધાન કથનમાં એ છે. જ્ઞાન તો બધું જાણે છે ને? દર્શનમાં તો નિર્વિકલ્પતા છે, એટલે દર્શનમાં તો ત્રિકાળી જ્ઞાયકને જ દૃષ્ટિમાં લીધો છે. આહાહા! આવી વાતો હવે. સમજાણું કાંઈ ?
આ તો છઠ્ઠો બોલ આવ્યો ને? બાહ્ય અત્યંતર બે આવ્યા, તો બાહ્ય નામ પર્યાય વ્યક્ત તે બાહ્ય છે, નિર્મળ પર્યાય હોં એ બાહ્ય છે અને અત્યંતર ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ આનંદનો નાથ પરમાત્મ સ્વરૂપ જે, “બે” નો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં, સાધકની દૃષ્ટિ પર્યાયના અનુભવ તરફ ટકતી નથી, દ્રવ્ય ઉપર છે. સમજાણું કાંઈ? ચીમનભાઈ ! આવી વાતું છે. આહાહાહા !
આ નવા વર્ષની બીજ છે. એ બાપુ વીતરાગ માર્ગ કોઈ જુદો છે. અરેરે ! જેને સત્ય છે એ સાંભળવા મળે નહિ, એ કેદિ' વિચારે ને કેદિ' માને એના પરિભ્રમણના અંત કેદિ' આવે? ૮૪ના અવતાર કરી કરી કરીને દુઃખી છે ઈ, મહા દુઃખના ડુંગરમાં ગરકાવ છે. સનેપાતીયો છે
એ ત્યાં રાજી થાય છે, અમે ઠીક છીએ, અમે સુખી છીએ, ધૂળ સનેપાતિયો છે. એને મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર ત્રણેયનો સનેપાત થઈ ગયો છે. (શ્રોતાઃ- આખુ જગત સનેપાતમાં) આખું જગત સનેપાતમાં પડયું છે. જૈન વાડામાં પણ જે કાંઈ રાગને પોતાનો માને અને એક સમયની પર્યાય જેટલો પણ આત્માને માને એ પણ મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. સમજાય એટલું સમજો પ્રભુ! વીતરાગનો મારગ મહા ગંભીર છે. સમજાણું કાંઈ? આહાહાહા !
ત્રણ વાત કરી. એક તો અહીંયા એમ કહ્યું કે, પર્યાયમાં વ્યક્ત છે નિર્મળ, સાધકની વાત છે ને અહીંયા, સમ્યગ્દર્શન ત્રિકાળી શાયક છે, તેને અનુભવમાં લીધો છે, પર્યાયદેષ્ટિ છોડી, રાગ દૃષ્ટિ છોડી, નિમિત્ત દૃષ્ટિ છોડી અને ત્રિકાળી શાયકસ્વભાવ એને પોતા તરીકે માનવાનો, સત્તાનો સ્વીકારનો, સ્વીકાર થઈ ગયો છે, સમ્યગ્દર્શનમાં. આહાહા! નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યગ્દર્શન છે, છતાંય કહે છે એ પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ છે તેનોય અનુભવ છે ધર્મીને અને જ્ઞાયક તરફનું લક્ષ છે માટે તેનો પણ અનુભવ છે. અનુભવ તો પર્યાય છે, પણ એના તરફના જે જોરવાળી પર્યાય છે એનો અનુભવ છે, પર્યાયનો અનુભવ છે. એ “બે'નો અનુભવ હોવા છતાં ધર્મીની દૃષ્ટિ પર્યાયથી ઉદાસ છે. આવી વાત. આ તો આ કરો ને આ કરો ને વ્રત કરો ને અપવાસ કરો ને પડિમા લ્યોને, મરી ગયો લઈ લઈને. આહાહા!