________________
ગાથા ૪૯
૧૩૯
સમ્યગ્દષ્ટિને, ધર્મી જેને કહીએ, સમ્યગ્દષ્ટિ કહીએ, જ્ઞાની કહીએ તેને વર્તમાન પર્યાય અને ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ બેયનો એક સાથે અનુભવ હોવા છતાં, પહેલાંમાં તો એમ કહ્યું ’તું બેયનું એકસાથે જ્ઞાન હોવા છતાં તે આત્મા પર્યાયને સ્પર્શતો નથી. હવે આહીં એમ કહે છે કે વ્યક્ત
જે પર્યાય બાહ્ય, બાહ્ય કહો કે ( પર્યાય ) અને અત્યંત તત્ત્વ જે જ્ઞાયક પૂર્ણાનંદ ધ્રુવ, બેનો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં, સાધકની દૃષ્ટિ ત્યાં ટકતી નથી, પર્યાય ઉપર ટકતી નથી. મનસુખભાઈ ! આવું બધું ઝીણું છે. આ ક્યાં ધંધા આડે આ સૂઝે ક્યાં આવી વાત, આખો દિ’ પાપ બાવીસે કલાક ધંધો, ધંધો, ધંધો કાં નવરો થાય તો બાયડી, છોકરા સાચવે, એકલું પાપ એકલું પાપ ધર્મ તો નહિ પણ પુણ્યેય નહિ ત્યાં તો. હવે એમાં એને પુણ્યનો પ્રસંગ આવે ને જ્યારે સાંભળવાનો તો એને વખત થોડો રહે. એમાં પણ આ તત્ત્વ શું છે? આહાહાહા !
બાહ્ય એટલે કે વર્તમાન પ્રગટ પર્યાય ધર્મી જીવને, પ્રગટ પર્યાયનો અનુભવ અને અપ્રગટ અત્યંતર તત્ત્વનો પણ અનુભવ, અનુભવ શબ્દે અનુભવ તો પર્યાયમાં છે, પણ શાયક તરફના વલણવાળી દશા, તે જ્ઞાયકનોય અનુભવ અને પર્યાયનોય અનુભવ એમ. આવો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે, પર્યાય પ્રત્યે તેની દૃષ્ટિ ટકતી નથી, ટકતી તો ત્રિકાળ ઉ૫૨ જાય છે આમ, સાધકની દૃષ્ટિ સમકિતીની દૃષ્ટિ વર્તમાન પ્રગટ થયેલી નિર્મળ પર્યાયનો અનુભવ હોવા છતાં, અને ત્રિકાળીનો અનુભવ હોવા છતાં, સાધકની દૃષ્ટિ વ્યક્તપણે ટકતી નથી, દૃષ્ટિ તો ત્યાં જાય છે, દ્રવ્યસ્વભાવ, દ્રવ્યસ્વભાવ, દ્રવ્યસ્વભાવ. આરે ! આવી વાતું છે. ૐ ! ( શ્રોતાઃ– ઉદાસીનતાનો ખુલાસો ) કીધુંને ઉદાસીન એના પ્રત્યે ટકતો નથી એ કીધુંને એમાં, ત્યાં ટકતો નથી, દૃષ્ટિ ત્યાં થંભતી નથી, દૃષ્ટિ તો આ બાજુ ઢળી ગઈ છે. આવી વાતું ક્યાં છે? હજી તો સમ્યગ્દર્શન કેમ થવું એ પછી, સમ્યગ્દર્શન છે એ ત્રિકાળી શાયકસ્વભાવ વસ્તુ છે તેને આશ્રયે સમ્યગ્દર્શન થાય, એનાય બે પ્રકાર છે. એક ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે પ્રભુ ધ્રુવ તેને આશ્રયે તેને અવલંબે સમ્યગ્દર્શન થાય નિશ્ચય. બીજી વાત છે એક પર્યાય બહિર્તત્ત્વ છે, અને ૫૨માત્મા અંતર અત્યંતર તત્ત્વ છે, ‘બે’ ની શ્રદ્ધા એ પણ વ્યવહા૨ સમકિત છે, એ રાગ છે એમ કહે છે. ફરીને, અહીં જે બહિર ને અત્યંતર કહ્યું ને એ બાહ્ય જે પર્યાય છે ને અત્યંતર જે તત્ત્વ છે, એને અનુભવાવા છતાં પર્યાયમાં દૃષ્ટિ નથી, એ દૃષ્ટિ ત્યાં જોર તો દ્રવ્ય ઉ૫૨ છે. હવે અહીંયા બાહ્યતત્ત્વ જે છે પર્યાય અને અત્યંતર તત્ત્વ છે ધ્રુવ એ બેની શ્રદ્ધા તે તો હજી વિકલ્પ ને રાગ છે. વ્યવહા૨ સમકિત એટલે રાગ છે. ત્રીજી રીતે જ્ઞેય છે અને જ્ઞાયક છે, ૫૨શેય છે ને સ્વ જ્ઞાયક છે, ‘બે’ ની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, એ જ્ઞાનપ્રધાન કથન છે. ઝીણી વાત છે ભાઈ ! ૨૪૨ માં આવે છે ને ભાઈ ૨૪૨ (પ્રવચનસાર ) ચરણાનુયોગ. શું કહે છે બાપુ ! જૈન ધર્મ કોઈ અલૌકિક છે ત્યાં એમ કહે છે કે જે શેયતત્ત્વ છે જેટલા અને જ્ઞાયક પોતે એ ‘બે’ ની શ્રદ્ધા જ્ઞેય અને શાયકની એને નિશ્ચય સમ્યગ્દર્શન કહેવું, ૨૪૨ કીધુંને, એ કહ્યુંને, એ જ્ઞાનપ્રધાન કથન છે. સમજાય છે કાંઈ ?
આમ કહેવું કે એ નવતત્ત્વની શ્રદ્ધા છે એ સમ્યક આવે છે ને એ મોક્ષમાર્ગ પ્રકાશક એ જ્ઞાનપ્રધાન કથન છે. જ્ઞાયક ત્રિકાળ અને પર્યાય બેની શ્રદ્ધા એ જ્ઞાનપ્રધાન સમ્યગ્દર્શનનું કથન છે. અને અહીંયા તો પર્યાય ને દ્રવ્યની ‘બે’ ની શ્રદ્ધા જ્ઞાન અનુભવ હોવા છતાં દૃષ્ટિ પર્યાય ઉ૫૨