________________
૧૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ કરે છે, પણ એ વર્તમાન પર્યાય જે છે એ પણ અંતરમાં નથી, દ્રવ્યમાં નથી. આવું ક્યાં સાંભળવું, નવરાશ ક્યાં? દુઃખને પંથે અનાદિથી દોરાઈ રહ્યો છે, એ શુભ કે અશુભભાવ એ મારા અને આ કર્તવ્ય બધાના કરું છું ને કરી શકું એવો જે મિથ્યાત્વભાવ એ તો દુઃખને પંથે દોરાયેલો અનાદિથી છે. જેને સુખને પંથે જવું હોય તો એ શું છે? શું રસ્તો છે? કહે છે કે આ ભગવાન આત્મા એકરૂપ વસ્તુ જે છે ચૈતન્ય, એમાં ભૂત ને ભવિષ્યની પર્યાયો અંતર્મગ્ર છે ને વર્તમાન પર્યાય એનો નિર્ણય કરે છે. એ સુખનો પંથ છે. આવી વાત છે આ બધું આવી ગયું છે આપણે.
ચોથો. ક્ષણિક વ્યક્તિમાત્ર નથી, એક સમયની પર્યાય જે વ્યક્તિ છે તેટલોય આત્મા નથી. જે સમ્યગ્દર્શનની પર્યાય ત્રિકાળને જે પ્રતીત કરે છે તે સમ્યગ્દર્શનની પર્યાય ક્ષણિક છે, તે એમાં નથી. એનાથી ભિન્ન ભગવાન છે. સંભળાય છે કાંઈ ? થોડું થોડું. ના એ અત્યારે ઓલું હોય ને અવાજ હોય છે ને ત્યાં એટલે પુછયું. “ક્ષણિક વ્યક્તિમાત્ર નથી” શું શૈલી ! જે પર્યાય જેનો નિર્ણય કરે છે, જે સમ્યગ્દર્શનની પર્યાય વ્યક્ત છે, તે તેનો નિર્ણય કરે છે. અખંડ આનંદકંદનો પણ તે વ્યક્તિ એટલો માત્ર આત્મા નથી. ભગવાન તો એનાથી ભિન્ન અખંડ આનંદઘન કંદ છે. આ તો આવી ગયું છે આપણે.
પાંચમું. પ્રગટ પર્યાય અને અવ્યક્ત દ્રવ્ય બેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. વર્તમાન જે પર્યાય પ્રગટ છે અને ત્રિકાળી શાયકસ્વરૂપ દ્રવ્ય અપ્રગટ નામ પર્યાયની અપેક્ષાએ અપ્રગટ છે, પર્યાયમાં નથી આવ્યું, વસ્તુની અપેક્ષાએ પ્રગટ છે, એવું વ્યક્ત જે પર્યાય અને અવ્યક્ત જે દ્રવ્ય તેનું એક સાથે જ્ઞાન હોવા છતાં, તે દ્રવ્ય જે છે એ પર્યાયને સ્પર્શતું નથી. આવી ઝીણી વાતું. સમજાણું કાંઈ ? આત્મા શરીર, વાણી, કર્મને તો અડતો નથી, બીજા બધા પદાર્થ છે તેને અડતોય નથી, અડતો જ નથી ભિન્ન છે, પણ આંહી તો હવે એમ કહે છે કે એની જે પર્યાય છે, નિર્મળ વ્યક્ત પર્યાય જે છે, સુખના પંથની જે પ્રગટ થઈ, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ એ વ્યક્ત પર્યાય છે અને વસ્તુ અવ્યક્ત આખી છે, બેયનું એક સાથે જ્ઞાન હોવા છતાં જે દ્રવ્ય છે અવ્યક્ત એ પર્યાયને અડતું નથી. સમજાણું કાંઈ? આ પાંચ બોલ તો આવી ગયા છે. આ તો છઠ્ઠો છે. પાંચનો વિસ્તાર થઈ ગયો છે, આ તો દસ મિનિટમાં ઉકેલ્યું.
છઠ્ઠો બોલ હવે પોતાથી જ બાહ્ય અત્યંતર સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં, ભગવાન આત્મા પોતે પોતાથી જ, પરની અપેક્ષા વિના રાગ ને નિમિત્તની અપેક્ષા વિના પોતે પોતાથી જ બાહ્ય નામ વ્યક્ત પર્યાય અને અત્યંતર અંતરતત્ત્વ ભગવાન પરમાત્મ તત્ત્વ, એક સમયની પર્યાય એ બાહ્ય તત્ત્વ અને ત્રિકાળી વસ્તુ છે એ અત્યંતર તત્ત્વ, એને સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં બે નો સાધકને પર્યાયનો ને દ્રવ્યનો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન, પર્યાયમાં તેની દષ્ટિ ટકતી નથી. સાધકની દૃષ્ટિ પર્યાયમાં ટકતી નથી, દૃષ્ટિ દ્રવ્ય ત્રિકાળ ઉપર છે. ઝીણું ઘણું બાપુ. વીતરાગ મારગ જ કોઈ અલૌકિક છે, અત્યારે તો બાહ્ય પ્રવૃત્તિમાં જ લોકોને મનાઈ ગયું છે. આહાહાહા !
અહીંયા તો કહે છે, કે આ પર્યાય જે પ્રગટ છે, સમ્યગ્દર્શન જ્ઞાન આદિની સાધકની વાત છે ને અહીંયા? એ પર્યાય છે તે વ્યક્તિ છે. એ બાહ્ય છે અને અંતરતત્ત્વ જે જ્ઞાયક ત્રિકાળી છે તે અત્યંતર છે, એ બેયનો સ્પષ્ટ અનુભવ બેયનો પ્રત્યક્ષ અનુભવ સાધકને છે, ધર્મીને,