________________
દ
સમયસાર સિદ્ધિ ભાગ-૩ દુઃખમાં સમાવેશ પામે છે, ભગવાન આત્માના આનંદમાં સમાવેશ પામતા નથી. આહાહાહા ! સમજાણું કાંઈ ?
એ સમાવેશ પામે છે, તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત સ્વરૂપ આનંદ સ્વરૂપ પ્રભુ એની સાથે આ રાગાદિ મારા એ તો ભ્રમ ઉપજાવે છે કહે છે. હવે શ૨ી૨ વાણી મન તો ક્યાંય રહી ગયા. આ બધુંય ધૂળ, પણ અંદર દયા, દાન, વ્રત, ભક્તિ ને તપ ને જાત્રાનો ભાવ આવે રાગ, ભગવાનનું વચન છે સર્વજ્ઞનું કે એ ભાવકર્મનો પાક એ દુઃખમાં જાય છે. છે ને એમાં, સર્વજ્ઞનું વચન છે. પોતે મુનિ, મુનિ કહે છે તો પોતે પણ એનો આશ્રય ભગવાનનો લઈને કહે છે. ભાઈ ! સર્વજ્ઞ ત્રિલોકનાથ ૫રમેશ્વર જિનેશ્વરદેવે એ રાગને, એ દયા, દાન, વ્રત, ભક્તિનો આદિનો ભાવ આવે એ રાગ એને ભગવાને તો દુઃખમાં નાખ્યા છે. પોપટભાઈ ! રાડ નાખે એવું છે આ તો. આહાહાહા !
અહીંયા મુનિરાજ દિગંબર સંત એમ કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરનું તો આ વચન છે પ્રભુ ! કે જેટલો એ શુભઅશુભ ભાવ થાય એ કર્મનો પાક છે, એ જીવના સ્વભાવનો પાક નહીં. કર્મનાં સ્વભાવનો પાક છે અને તેથી તેને દુઃખ કહેવામાં આવે છે. એય ગોવિંદરામજી ! મારગડાં એવા છે ભાઈ. અહીં તો રાગની સાથે ક્ષયોપશમ ઉપયોગ છે ને ૫૨લક્ષી એમાંય દુઃખ આવે છે કહે છે, આનંદ નથી આવતો ત્યાં. કહો ઘીયા ? ઘીનાં સ્વાદમાં કહે છે ઝેરનો સ્વાદ ન હોય એમ કહે છે અહીં. આહાહાહા !
ભગવાન આત્મા એનો તો અનાકુળ સ્વભાવ સ્વાદ છે. એ કેમ કે એ અનાકુળ આનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન છે. સચ્ચિદાનંદ પ્રભુ છે. એ, સત્ નામ શાશ્વત, ચિત્ત નામ જ્ઞાન અને આનંદથી શાશ્વત ભરેલો પ્રભુ છે. એનાં પાકમાં જીવનાં સ્વભાવના પાકમાં તો અતીન્દ્રિય આનંદ પાકે. તેથી આઠ કર્મના પાકમાં થયેલા જે પુણ્ય-પાપના ભાવ તે દુઃખમાં જાય છે દુઃખમાં જાય છે. અનાકુળ આનંદમાં જાતા આવતા નથી. હવે ઈ વ્યવહાર રત્નત્રયનો રાગ છે એ દુઃખમાં જાય છે એમ કહે છે, અહીં ગજબ વાતું છે. ભગવાન માર્ગ વીતરાગનો, સર્વજ્ઞનું એમ વચન છે, એમ સંતો સર્વજ્ઞની સાક્ષી લઈને વાત કરે છે. કે જેટલો વ્યવહા૨ રત્નત્રયનો જે દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું ભણતર કે નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે પંચમહાવ્રતનાં પરિણામ એ બધા દુઃખમાં જાય છે. ( શ્રોતાઃ- દેવ ગુરુની શ્રદ્ધા ) હૈં ? એ કીધું નહીં ? એ દુઃખમાં જાય છે એ કીધું પહેલું એ. સમજાણું કાંઈ ? આહાહાહા !
એથી કહ્યુંને એમાં “મુનિવ્રતધાર અનંતબેર ત્રૈવેયક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો” તો એનો અર્થ શું થયો ? એ પંચમહાવ્રતનાં પરિણામ, દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, નવતત્ત્વના ભેદવાળો રાગ અને છકાયની દયાનો ભાવ, એ બધો દુઃખરૂપ છે. એ છોટાભાઈ ! ત્યાં કલકતા ફલકતામાં આ ન મળે કાંઈ. અજીતભાઈ ! ભગવાન! શું પણ કુંદકુંદાચાર્ય ! અમૃતચંદ્રાચાર્ય ! સંતો ભાવલિંગી સંતો જેને આનંદના વેદન વર્તે છે. અતીન્દ્રિય આનંદનું વેદન ઉગ્ર વર્તે છે, એને અહીંયા મુનિ કહીએ. એ મુનિરાજ એમ કહે છે, કે સર્વજ્ઞપ્રભુ આમ કહે છે ને ભાઈ ! અમે ગુરુ છીએ તો એમ કહીએ છીએ, અને સર્વજ્ઞ એમ કહે છે અને વાણી કહે છે તેમ શાસ્ત્ર પણ એમ કહે છે. એ આવી ગયું ને પહેલા ચુમાલીસમાં આવી ગયું,