________________
ગાથા – ૪૫ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ એમ કહેતે હૈ એનું આગમ એમ કહે અને પોતે કહે છે કે અમે ગુરુ છેયે એ અમે સર્વજ્ઞની આજ્ઞા લઈને વાત કહીએ છીએ. અમને પણ જેટલો પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે એ દુઃખરૂપ છે. એ અમારા જ્ઞાતાનું પરય તરીકે છે. મારા શેય તરીકે એ નથી. આવી વાત છે, હેં? એવી વાતું છે. આહાહાહા !
આઠેય કર્મનું ફળ, મેં એક વાર તો કહ્યું હતું, એક વાર પહેલાં કે અહીં ચાર અધાતી કર્મનું ફળ દુઃખ કેમ કહ્યું. નહીંતર અધાતી કર્મ છે. જેમ ભગવાનને ત્યાં તો અનંત આનંદ આવ્યો છે, અનંત આનંદ આવી ગયો છે, પણ ત્યાં અપેક્ષિત અવ્યાબાધ આનંદ નથી. અનંત સુખ છે એની પૂર્ણતા બારમે થાય છે. અનંત સુખની પ્રાપ્તિ તેરમે છે અને સિદ્ધ થતાં એને અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે. એટલે અવ્યાબાધનો જ્યાં અંદર હજી વિરોધ છે એ અપેક્ષાએ ત્યાં વાત કરી છે. એ કહ્યું તું થોડા દિવસ પહેલાં. આહાહાહા! સમજાણું કાંઈ?
અરે પ્રભુ! ભાઈ આ કોઈ મોટી પંડિતાઈ કરી નાખે વાતું કાંઈ એવી વાતું નથી કાંઈ બાપા. અંતરનો ભગવાન આત્મા અનાકુળ આનંદનો નાથ, એને જેણે મેંપણે મારાપણે માનીને અનુભવ્યો. એને તો અતીન્દ્રિય આનંદનો સ્વાદનો અનુભવ આવે, એ એનો વિપાક છે. પણ પર્યાયમાં જેટલાં આઠ કર્મનાં લક્ષ, એનાં પાકનાં ફળમાં જે જોડાઈ જાય છે, રાગાદિમાં એ બધું દુઃખ છે. સમજાણું કાંઈ? આહાહાહા !
ચાર અધાતી કર્મ તો પ્રતિજીવી ગુણને રોકે છે, નિમિત્ત તરીકે પ્રતિજીવી ગુણ રોકાય છે પોતાની પર્યાયથી, કેવળીને પણ પ્રતિજીવી ગુણનો ઉદયભાવ છે તો તેને કારણે અટકયું છે ઈ. જો કે કેવળીને તો ઈ જ્ઞાનનું શેય છે. કેવળજ્ઞાનમાં જેમ જાણ્યું છે એમ એ જાણ્યું છે કે આ છે. પણ ત્યાં સુધી એને હજી અસિદ્ધભાવ છે. સિદ્ધ નહિ. ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધભાવ એ એટલો ભાવ ઉદય છે. અધાતી કર્મ હજી પરિણતિમાં એટલો હજી ઉલટી દશા છે. સમજાણું કાંઈ ? કેવળીને હોં? એને દુઃખ નથી ભલે પણ અવ્યાબાધપણું જ્યાં નથી, સંયોગનો જે અભાવ થઈને અવ્યાબાધપણું આવવું જોઈએ એ નથી, એ અપેક્ષાએ એને ઉપચારથી દુઃખ કહેવામાં આવ્યું છે. ખરેખર તો દુઃખ છે નહિ. આહાહાહા!
હવે આમાં કેટલું યાદ રાખવું બધી વાતું જુદી જાતની છે. હોં? ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ પરમાત્મા એમ કહે કે જેટલો તારામાં દયા, દાન, વ્રત, ભક્તિ દેવગુરુશાસ્ત્રનો પ્રેમ ને રાગ એ બધો દુઃખ છે, હવે આ કહે છે કે એ બધા સાધન છે. અરે ! પ્રભુ! પ્રભુ! પ્રભુ! ભાઈ થોડે ફેરે મોટો ફેર છે. ઉગમણો આથમણો ફેર છે. એ રાગભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ પૂજા જાત્રા આદિનો ભાવ, દેવ ભગવાનના દર્શન દેવ મંદિર એના રથયાત્રા કાઢવા આ બધો ભાવ રાગ છે, એ દુઃખ છે. (શ્રોતા – અભ્યાસ કરવો એ દુઃખ છે એમ) અભ્યાસમાં વિકલ્પ એ દુઃખ છે. અહીં તો અણઉપયોગ કહ્યો એને દુઃખ કીધું છે. પરસત્તાવલંબી જ્ઞાન એમાં સુખ નથી, તેથી તેને મોક્ષનો માર્ગ કહેતા નથી. આવ્યું છે ને ભાઈ ? પરમાર્થ વચનિકા છે, છે ને બધું છે. આહાહાહા !
નિજ સત્તામાંથી જ્યાં આવ્યું નથી જ્ઞાન, એટલું બધું ભલે અગિયાર અંગ અને નવ પૂર્વનું ઉઘડી ગયું હોય જ્ઞાન એને ત્યાં અહંપણું વર્તે છે કે આ મને થયું અને આ મારું છે. ઝીણી વાત