________________
६८
સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે પ્રભુ! જેમાં અનાકુળ આનંદની દશા ન આવે, એ જ્ઞાન કેવું? ભલે લાખો માણસને સમજાવવા માટે ક્ષયોપશમ ઘણો ઉઘડેલો હોય પણ એ કાંઈ જ્ઞાન નથી. જ્ઞાન તો એને કહીએ કે જ્યાં સ્વભાવ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! એ હું છું એમ જ્યાં આવ્યું, સમજાવવામાં શું આવે? આ હું છું એવોય એ ભેદ છે. પણ જે પર્યાયની બુદ્ધિ અનાદિની છે, એક સમયની પર્યાય ઉઘડેલી છે અને રાગ એની બુદ્ધિ છે અહંપણે. એ મિથ્યાબુદ્ધિ છે, મિથ્યાત્વ છે અને એક સમયમાં ભગવાન પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવ અખંડ અભેદ એમાં અહંપણું, આ હું એવી પ્રતીતિ આવવી. આ હું! પર્યાય નહિ, રાગ નહિ, નિમિત્ત નહિ. એવો જે ભગવાન આત્માનાં જ્ઞાયકભાવનો અહંપણાનાં પ્રતીતનો ભાવ, તો એની પર્યાયમાં એની સાથે એને આનંદ આવે. કેમકે અનાકુળ સ્વરૂપ પ્રભુ છે. અને જેટલો ભાવ રાગાદિ થાય છે, અજ્ઞાનીને એકત્વબુદ્ધિ થાય છે, જ્ઞાનીને અસ્થિરતા બુદ્ધિથી થાય છે, પણ છતાં એ દુઃખ છે. આવું પકડાય નહિ એટલે પછી એય એકાંત છે- એકાંત છે. એકાંત કહો પ્રભુ! સમ્યકએકાંત તો આ છે, તમે જે મિથ્યાએકાંત માનો છો એ અનેકાંત એ મિથ્યા છે. એ રાગની ક્રિયા કરતા કરતા કલ્યાણ થાય અને નિશ્ચયથી પણ થાય એ અનેકાંત માને છે અજ્ઞાની. આહાહાહા ! સમજાણું કાંઈ ?
એક ઔર આત્મરામ અને એકકોર આઠ કર્મનાં ફળ તરીકે દુઃખ. અરે ! વીતરાગ સિવાય કયાં વાત છે, આ બાપુ! એ પણ દિગંબર જૈન દર્શન સિવાય કયાંય બીજે આવી વાત નથી. નાગા બાદશાહથી આઘા અંતરમાં આનંદમાં ઝુલનારા એ આમ શબ્દોમાં વિકલ્પ આવ્યો છે એને દુઃખરૂપ જાણે છે. ઓહો! ટીકા તો શબ્દોથી થઈ ગઈ છે. એ દુઃખમાં સમાવેશ પામે છે પ્રભુ એમ કહે છે, સર્વજ્ઞદેવ એમ કહે છે અને ગુરુ પોતે સર્વજ્ઞ કહે છે એમ કહે છે એટલે ગુરુ ભેગા આવી ગયા, અને કહે છે એ વાણી એટલે આગમ પણ ભેગું આવી ગયું. વીતરાગના આગમ એમ કહે છે, કે વીતરાગી સર્વજ્ઞદેવ એમ કહે છે, કે વીતરાગી સંતો સાચા મુનિઓ એમ કહે છે, કે એ જેટલો રાગ થાય છે અંદરમાં, એ બધો કર્મનો વિપાક દુઃખ છે, ભગવાન પાકયો નથી, ત્યાં તો કર્મ પાકયું છે. એ કેરી પાકી નથી, એ લીંબોળી પાકી છે. લીંબોળી કડવી હોય છે ને? કેરી તો મીઠી હોય છે. ભગવાન પાકે ત્યાં તો મીઠાશ આવે. આહાહાહા !
આવું ઝીણું પડે માણસને અને નવરાશ ન મળે. અને મારગ બહુ સૂક્ષ્મ અને અત્યારે તો એ ચાલતો નથી, અત્યારે તો ઉધું જ ચાલે છે. બધું પ્રરૂપણા પણ એવી ચાલે. અરે પ્રભુ શું થાય ભાઈ? સર્વજ્ઞનું વચન અહીં કહે છે. ત્રણ લોકના નાથ તીર્થકરો એમ કહે છે કે જેટલો પર્યાયમાં રાગ થાય છે એ બધો કર્મનો પાક દુઃખરૂપ છે. ભગવાન તારા આનંદનો વિપાક ફળ નહિં એ, એ તો કર્મનાં ઝેરનાં ઝાડનાં ફળ છે. ૧૪૮ પ્રકૃત્તિને ઝેરનાં ઝાડ કહ્યાં છે ને પાછળ છેલ્લે. એ લીંબડે લીંબોળીયું પાકી છે, કહે છે. કર્મ જે આઠ કર્મ છે એનાં પાકમાં ઝેર પાકયા છે. રાગ થયો છે તે ઝેર પાક આવ્યો છે. મોક્ષ અધિકારમાં કહ્યું છે, શુભભાવ છે તે ઝેરનો ઘડો છે. ભગવાન અમૃતનો ઘડો છે. એ અમૃતના કુંભની આગળ કર્મના જડના પાકના વિકલ્પને રાગને દુઃખ કહીને ઝેર કહીને તેને સમજાવ્યું છે. એક એક ગાથા એક એક પદ આખું શાસન ઉભું કરી દે છે. આહાહાહા !
તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે, એ રાગ જે આવે છે એ