________________
૬૯
ગાથા ૪૫
જાણે ચૈતન્યનો છે, ચૈતન્યની સાથે છે એમ કીધુંને ? ચૈતન્ય સાથે સંબંધ હોવાનો હોં ! સંબંધ હોવાનો, ખરેખર તો કર્મ સાથે એનો સંબંધ છે. છે છેલ્લે. જોકે તેઓ ચૈતન્ય સાથે, ચૈતન્ય સ્વભાવ જે ભગવાન અનાકુળ આનંદ સ્વભાવ એની સાથે રાગનો સંબંધ દુઃખનો, એ ભ્રમ ઉપજાવે છે કહે છે. તોપણ તેઓ આત્માના સ્વભાવો નથી. બસ આ ચૈતન્ય સ્વભાવ જે આનંદ સ્વભાવ ત્યાં રાગ તે આત્માનો સ્વભાવ નથી. ભલે ચૈતન્ય સાથે સંબંધનો ભ્રમ-સંબંધનો ભ્રમ ઉપજાવે. ( શ્રોતાઃ– ૫૨ ૫દાર્થ શી રીતે ભ્રમ ઉપજાવે ?) પોતે ભ્રમ કરે છે એમ કહે છે. ભ્રમ પોતે કરે છે, એ કર્મનો પાક છે એ પણ ભ્રમ છે, વસ્તુમાં નથી. આહાહાહા !
ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ એમાં ભ્રમ નથી પણ ભ્રમ ઉત્પન્ન કરે છે એ, કે આ મારા છે, એ ભ્રમ એ ખરેખર તો પુદ્ગલનાં પરિણામ છે કહે છે. એક એક ગાથા ! આ તો ૫૨મ સત્ય પ્રભુની વાત છે ભાઈ ! લોકો કલ્પનાથી વાતું કરે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, એ દેવગુરુ શાસ્ત્રની ભકિત કરતાં કરતાં આત્મા થાય ને સમકિત થાય એ તદ્ન મિથ્યાભ્રમ છે, ( શ્રોતાઃશાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાનની પ્રતિમા જોતા સમ્યગ્દર્શન થાય. ) એ તો પોતે જિનબિંબ દેખે, આ જિનબિંબ દેખે એમ કહે છે. આમ ભગવાનને દેખે કે નિષ્ક્રિય બિંબ ઠરી ગયા છે આમ એવું અંદરમાં થાય કે, ઓહો ! પ્રભુ મારો સ્વભાવ પણ નિષ્ક્રિયબિંબ જેમાં ૨ાગેય નથી અને પરિણમનેય નથી એવી નિષ્ક્રિય ચીજ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ જિનબિંબ આ. (પોતે ભગવાન ). આવે છે ધવલમાં. એ છે એ તો ૫૨ ૨હ્યાં અને એનાં ૫૨ લક્ષ જતાં તો રાગ થશે રાગ થશે એટલે દુઃખ થશે એમ કહે છે અહીં તો. ૫૨માત્મા ત્રણલોકનો નાથ એમ કહે છે જિનેશ્વરદેવનો ઈન્દ્રોની સમક્ષમાં પોકાર આમ છે. જે ઈન્દ્રો ભક્તિ કરતા હતા. સમજાય છે કાંઈ ? આહાહા ! અષ્ટાનિકામાં નંદીશ્વરમાં ભક્તિ ક૨વા જાય છે ને દેવો ? તો ભગવાન કહે છે કે એ ભક્તિ કરવાનો રાગ છે તે દુ:ખ છે. આવે પણ છે દુઃખ, એ દુઃખમાં સમાવેશ પામે છે એમ કીધુંને ? દુઃખમાં એનો સંગ્રહ થાય છે. આત્માના પર્યાયમાં કે આત્માના ગુણમાં એનો સમાવેશ છે નહિ. આહાહાહા ! આવી વાતું છે.
તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધચૈતન્ય સાથે સંબંધ, સંબંધ નથી ખરેખર એને ભાવ બંધેય નથી. સંબંધ એટલે બંધભાવ એ એમાં આત્માને નથી. રાગનો સંબંધબંધ ભાવબંધ એ હોવાનો ભ્રમ ઉપજાવે છે, તોપણ તેઓ આત્માના સ્વભાવો ભલે ભ્રમ હો, પણ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલ સ્વભાવ છે. સ્વભાવ નથી ને આમ ત્રિકાળી શાયક આનંદ સ્વભાવ એ નથી, માટે તે પુદ્ગલ સ્વભાવ છે. અજીવ અધિકા૨ છે આ એટલે અજીવ સ્વભાવ છે એ. રાડ પાડે એકાંત છે એમ કરે લોકો બિચારા, ખબર નથી ને ખબર નથી. એ સાંભળ્યું નથી એણે. અરે પ્રભુ તારી મોટપ ! અને તારી હીનતાની દશા કેમ છે એ તેં સાંભળી નથી. આહાહાહા ! “હોશીંડા મત હોંશ ન કીજે” એક સજ્જાય આવે છે, એ રાગ અને ૫૨ના ઉઘાડમાં હોંશ ન કર પ્રભુ કાંઈક હું વધી ગયો છું એમ ન માન. આકરું કામ છે પ્રભુ ! એને તો ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. એ આત્મસ્વભાવ નથી પુદ્ગલ સ્વભાવો છે. મિથ્યાત્વભાવ, પુણ્યભાવ, પાપભાવ એ બધાને તો ભગવાને પુદ્ગલ સ્વભાવ કહ્યા છે. સ્વભાવ શબ્દ કીધો છે ને ? પુદ્ગલના પરિણામ એમ ન લીધું. અહીં જીવ સ્વભાવ નહીં, માટે પુદ્ગલ સ્વભાવ આમ ભાષા વાપરી છે. સમજાણું કાંઈ ? ઝીણું છે ભાઈ ! આહાહાહા !