________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ભાવાર્થ :- “કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે” જોયું ? એને લઈને નહીં પણ પોતે દુઃખરૂપ પરિણમે છે. ચાહે તો રાગ શુભ હો દયા, દાનનો હો કે ચાઢે તો પાપ હોય પણ બેય દુઃખરૂપે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે, એકતાબુદ્ધિ છે તેથી દુઃખરૂપ ભાવમાં અધ્યવસાનમાં ચેતનાનો ભ્રમ ઉપજે છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ ( શ્રોતા:- ત્યાં કહે છે ઉપજાવે છે અને અહીં કઠે ઉપજે છે ) એ એક જ થયું ભ્રમ ઉપજે છે ને પોતે ઉપજાવે છે, ભ્રમ ઉપજે છે એને એમ. ૫૨માર્ચે દુઃખરૂપ ભાવ એ શુભાશુભભાવ, ૫૨માર્થે દુઃખરૂપ ભાવ એ ચેતન નથી. ચેતનનો દુઃખરૂપ ભાવ હોય નહીં. કેમ ચૈતન્ય તો અતીન્દ્રિય આનંદ સ્વભાવી વસ્તુ છે. આવી વાત ! ૫૨માર્થે એ દુઃખરૂપ ભાવ ચેતન નથી. એ શુભભાવ જે રાગ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ એ ૫૨માર્ચે દુઃખરૂપ ભાવ એ ચેતન નથી. ચેતનને નુકસાન ઉપજાવે છે કહે છે. હવે એનાથી લાભ થાય એમ માને અરે પ્રભુ શું કહે છે ? ભાઈ તું કયાં જઈશ બાપુ ?
અનાકુળ આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ એનો સ્વિકાર નહીં કરીને આના દુઃખનો સ્વિકા૨ તે મારું લાભ કરે એ રાગની ક્રિયા મને લાભદાય છે. દુઃખની ક્રિયા મને મારા આનંદના નાથમાં લાભકારી છે. ભ્રમ છે અજ્ઞાનીનો. એ ભ્રમ તોડવા માટે તો આ વાત કરે છે વાત એનો ભ્રમ રાખવા માટે નથી. ભ્રમ છે એને તોડવા માટે વાત છે. એ કર્મજન્ય છે તેથી તે જડ જ છે એ રાગાદિ દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ એ જડ છે, ચૈતન્ય સ્વભાવ નહિ. આહાહા ! વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ )
૭૦
મુમુક્ષુ :– દ્રવ્યથી પર્યાય જુદી છે ?
સમાધાન :- જુદી છે! દ્રવ્યથી પર્યાય જુદી છે. એક થઈ નથી. એક થાય તો આખું દ્રવ્ય મલિન થઈ જાય. મલિન થાય એટલે દ્રવ્ય જ રહે નહિ. દ્રવ્ય જો વિકારરૂપે થાય તો દ્રવ્ય વસ્તુ જ રહે નહિ. આત્મા જ રહે નહિ. આહા..હા...! આવું સમજવા માટે વખત કેટલો કાઢવો ? મા૨ગ તો આવો છે, પ્રભુ ! આહા..હા... !
ત્રિકાળી વસ્તુ છે એ શુદ્ધ છે અને વર્તમાન પર્યાય એટલે અવસ્થા તે અશુદ્ધ છે, બંને એના ધર્મ છે એનામાં બંને છે. ૫૨ને લઈને છે નહિ. ૫૨ તો નિમિત્તમાત્ર છે. મલિનતા થવાની પણ પર્યાયમાં યોગ્યતા છે અને નિર્મળપણું તો ત્રિકાળ શુદ્ધ છે. બંને વસ્તુ છે. બંને વસ્તુને જ્ઞાનપણે (જ્ઞાનમાં ) જાણી અને પર્યાયની દૃષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિ કરવી, એનું નામ સમ્યગ્દર્શન ધર્મનો પહેલો પાયો છે. આહા...હા...!
(સમયસાર દોહન – પૂ. ગુરુદેવશ્રીના નાઈરોબીના પ્રવચન પાના નં. ૧૪ )