________________
ગાથા – ૪૫
૬૫ પાકના ફળરૂપે દુઃખમાં જાય છે એ બધું, કહો, નવરંગભાઈ ! આવી વાતું છે “એ પ્રભુનો મારગ છે શૂરાનો, એ કાયરના ત્યાં કામ નથી” ત્યાં. આહાહાહા !
અહીં કહે છે અભિમાનીના એકવાર પાણી ઊતરી જાય તેવું છે. અમે દયા પાળીએ છીએ અને વ્રત કરીએ છીએ, અમને જ્ઞાનનો ક્ષયોપશમ થયો છે, એ તો બધો જડનો ક્ષયોપશમ છે પરનો. એય જ્ઞાનાવરણી આવ્યું ને? જ્ઞાનાવરણીનો પાક આવે ને મંદ અહીંયા ક્ષયોપશમ થાય. અહીં કહે છે પ્રભુ આત્મા એ તો અનાકુળ સુખ સ્વરૂપ પ્રભુ એને જેને અહંપણું આ મારું આ સ્વરૂપ છે એમ અહં આવ્યું એને તો પર્યાયમાં આનંદનો પાક થાય, તે જીવ સ્વભાવ છે. સમજાણું કાંઈ ? અને એણે પૂછ્યું'તું એમને શિષ્ય? પુગલ સ્વભાવ ઈતિ કિં? એમ એટલે કે ચૈતન્ય સ્વભાવ નહીં એમ પછી એમાંથી કાઢયું. આહાહાહા !
ભગવાન! એ પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવો એને પુદ્ગલ સ્વભાવ કહ્યા એને ચૈતન્ય સ્વભાવથી અન્ય કહ્યા અથવા એ સ્વભાવથી જીવ ચૈતન્ય સ્વભાવ અન્ય કહ્યો. તો અમને તો પ્રભુ પર્યાયમાં એનો સંબંધ પુણ્ય પાપના વિકારી ભાવનો સંબંધ દેખાય છે ને? એને તમે પુદ્ગલના સ્વભાવ કેમ કહો? પર્યાયમાં એના દેખાય છે તેને પુગલનાં સ્વભાવ કેમ કહો? ત્યારે કહ્યું પ્રભુ એક વાર સૂન, ચૈતન્ય સ્વભાવ એવો જે અનાકુળ આનંદ એનું જે અહંપણું આ હું એવી જે અંદર દેઢ પ્રતીત અનુભવ થયો એનાં ફળ તરીકે તો એને અનાકુળ આનંદનુ વેદન આવે. તો આ એ વેદન નથી અને તે વસ્તુ તરફનું અહંપણું “આ હું જીવ સ્વભાવ” એમ નથી અને છે એને પણ જરી જે રાગ થાય છે. એ પણ કર્મનાં પાકનું દુઃખ છે.
- પ્રવચનસારમાં એમ કહે નય અધિકારમાં કે રાગાદિ છે એનું પરિણમન મારું માટે હું કર્તા છું. જ્ઞાની એમ કહે હોં! અને રાગાદિ થાય છે એ મારામાં છે, એનો હું સ્વામી છું, એનો હું ભોકતા છું એમ ગણધર પણ એમ કહે. એ જ્ઞાનની શક્તિના વિકાસની અપેક્ષાએ વાત કરી છે. અને અહીં દૃષ્ટિના સ્વભાવની અપેક્ષાથી લઈને તેનો પાક એ કર્મનો પાક છે એ જીવ તારો નહિં. કહો, શાંતિભાઈ ! આ બધું ત્યાં કાંઈ સમજાય એવું નથી ત્યાં જરીયામાં ને અરે મારગ તે મારગ.
એ અધ્યવસાન આદિ કહ્યા ને? આદિ એટલે ઓલ્યા આઠેય ભાવો કહ્યા પાછા, ભાવ છે ઈ, પણ એ દુઃખમાં સમાવેશ પામે છે બાપુ! એ ભગવાન અનાકુળ આનંદનાં ફળમાં એનો સમાવેશ નથી. પ્રભુ તો આત્મા તો અતીન્દ્રિય આનંદનો સાગર છે ને! અહીં તો ઓવ્યું દુઃખ કહેવું છે ને એટલે આનંદ લીધો અહીંયા. પ્રભુ તું તો અતીન્દ્રિય અનંત અપરિમિત હદ વિનાના આનંદનો સાગર છો ને પ્રભુ! એવા આનંદના સાગરનો ઉછાળો આવે મીઠા પાણીનો ઉછાળો આવે. જેમ ઈશુરસ સમૂદ્ર છે ને! ઈશુરસનો સમૂદ્ર છે એનો ઉછાળો આવે તો ઈક્ષરસ આવે અંદર કે ખારું પાણી આવે? લવણ સમુદ્રનો ઉછાળો આવે તો ખારા પાણીનો ઉછાળો આવે એમ પ્રભુ, તારો અનાકુળ આનંદ સ્વભાવ છે ને? અહીં તો ઓલું દુઃખ કહેવું છે ને એટલે આનંદ સ્વભાવ લીધો. જ્ઞાનની પરિણતિ કહેવી હોય તો અંતર જ્ઞાનસ્વભાવ તું છો. ભગવંત તારું સ્વરૂપ તો પ્રભુ અનાકુળ આનંદ સ્વરૂપ છે ને? એ અનાકુળ આનંદ સ્વરૂપનો પાક તો અનાકુળ આનંદ આવે, એવું જ સ્વરૂપ એનાથી આ દુઃખ રાગાદિ ભાવ એ વિલક્ષણ છે, એ