________________
૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આગળ છેતાલીસમાં. આહાહા !
આહીં તો ભગવાન આત્મા અનાકુળ લક્ષણ એવું જે સુખ તે સ્વરૂપ પ્રભુ છે, અને તે સુખને અહંપણું અંદર આવતાં આ હું છું એમ થતાં એની પર્યાયમાં અનાકુળ સુખની દશા આવે. એવા સુખથી વિપરીત લક્ષણનું કર્મનાં પાકની હદે ચડેલો મર્યાદે પાક વિકાર એ અનાકુળ સુખથી વિપરીત દુઃખ છે. કહો આ વાતો છે. જ્ઞાનીને પણ જે કાંઈ રાગ આવે છે, એ કહે છે એ ભાવકનો ભાવ દુઃખ છે. કર્મ ભાવક છે એના લક્ષે થયેલો પુણ્યપાપનો ભાવ એ દુઃખરૂપ છે, દુઃખ છે. આહાહા !
તે દુઃખમાં આકુળતા લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે” હવે આવી ક્યાં વાત? આ તો દયા કરો, વ્રત પાળો અને ભક્તિ કરો અને આ કરો ને તે કરો. અરેરે ! વળી એક એમ કહે છે કે શુભજોગ જ અત્યારે છે પ્રભુ, પ્રભુ, પ્રભુ આત્મા છે જ નહીં અત્યારે? હું! શુભજોગ જે છે તે અનાકુળ લક્ષણ જે સુખ તેથી વિલક્ષણ કર્મનાં પાકનું ફળ તો દુઃખ છે. એ દુઃખ જ છે અત્યારે ધર્મ છે જ નહીં ? આકરું કામ! એ જાતની સુઝ છે ને! એટલે અહીં પરમાત્મા તીર્થકર જિનેશ્વરદેવ, એની વાણીમાં આ આવ્યું એ સંતો જગતને જાહેર કરે છે. આમ આવ્યુંને સર્વજ્ઞ વચન આવ્યુંને, સર્વજ્ઞ વચન આમ છે. કહો ભાઈ ! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ ધર્મ પિતા એવા સર્વજ્ઞદેવનું એ વચન છે કે કર્મના હદે, મર્યાદાએ પાકની એની મર્યાદા છે ને? એમાં આવેલો જે રાગ શુભ એ અનાકુળ લક્ષણ સુખ પ્રભુ એનાથી વિલક્ષણ દુઃખમાં જાય છે એ તો. આહાહાહા!
આકુળતા લક્ષણ આદિ ભાવો બધા આઠે કહ્યાંને? રાગની એકતારૂપ અધ્યવસાય રાગ તીવ્રમંદ ભાવવાળો રાગ કે કર્મ કે આઠેય કર્મ થઈને આત્મા અને કર્મને આત્મા, થઈને આત્મા, એવા જે આઠેય ભાવો એ તો અધ્યવસાન આદિ ભાવો દુઃખ આકુળતા લક્ષણ દુઃખમાં જ સમાવેશ પામે છે. એ દુઃખમાં જ જાય છે. આવી વાત. હેં? અનાકુળ લક્ષણ આનંદ એનું જેને અહંપણું આવ્યું નથી. એને એ જ્ઞાનના ક્ષયોપશમમાં અહંપણું આવ્યા વિના રહે જ નહિં. તેમ તેમ એને અભિમાન વધતું જાય એમ કહે છે. છે તો એ કર્મનો પાક હોં, એ ક્ષયોપશમ છે એ પરલક્ષી છે ને? આકરી વાત છે ભાઈ ! જેમ રાગાદિ દુઃખમાં સમાવેશ પામે છે, તેમ સ્વઉપયોગ સિવાય પરમાં ઉપયોગ જાય છે એટલે એનો અર્થ એ થયો કે પરમાં ઉપયોગ જાય છે જેટલો રાગનો, આદિનો ભાવ એ પણ અનાત્મા છે. પંડિતજી! આવી વાતું છે બાપુ. એ અનાત્મા છે એ કર્મનાં ફળરૂપી દુઃખમાં જાય છે.આહાહાહા !
હવે ક્યાં જગત, દયા કરો, દાન કરો, ભક્તિ કરો, વ્રત કરો, અપવાસ કરો એ બધો શુભ વિકલ્પ એ તો કહે છે કે દુઃખમાં જાય છે, કર્મનાં પાક તરીકે દુ:ખમાં જાય છે, અનાકુળ સુખ એનાથી વિલક્ષણ એ છે. આવો મારગ આકરો લાગે ને? અરે ! જેણે આત્માને પકડ્યો એટલે કે અહંપણું “હું શુદ્ધ ચૈતન્યઘન છું” એ હું છું એવું જેને થયું આવ્યું, એને પણ જેટલો હજી રાગ થાય છે. એ કર્મના પાકનું ફળ દુઃખ છે. કર્મ જડ છે એનો પાક તો જડ હોય અને આ તો દુઃખનો, દુઃખ કીધું. દુઃખ તો આત્માની સુખથી ઉલ્ટી પર્યાય છે. પણ એનો અર્થ એ થયો કે ચૈતન્ય સ્વભાવ દુઃખરૂપે પરિણમે એવો કોઈ સ્વભાવ જ નથી. ત્યારે તે દુઃખરૂપ જે દશા છે તે કર્મના