________________
ગાથા – ૪પ
૬૩ વિપાકની હદે પહોંચેલા એમ છે ને? કર્મ તો પડયું છે અંદર જડ આઠ, પણ એના પાકપણે વિપાકફળની મર્યાદાએ જ્યારે આવે છે. સમજાય છે કાંઈ? આઠ કર્મ છે એ તો પડયા છે અજીવ દ્રવ્યગુણ પર્યાયપણે, હવે એની સત્તાપણે, પણ એના વિપાકની મર્યાદાએ જ્યારે પાક આવ્યો એનો આઠ કર્મ તે બધું પુગલમય છે એવું સર્વશનું વચન છે. “કેમકે વિપાકની હદે પહોંચેલા એ કર્મના ફળપણે કહેવામાં આવે છે.” આહાહા !
ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ કે શક્તિ નથી કે એનો પાક થાય, સત્તામાં જે સ્વભાવ છે એનો પાક થાય, તો વિકાર થાય એવો કોઈ સ્વભાવ નથી. પણ કર્મ જે છે એની હદે જ્યારે પાકની મર્યાદાએ આવ્યું, ત્યારે આત્માની પર્યાયમાં, કેવા છે એટલે કે કર્મફળ અનાકુળતા લક્ષણ સુખ નામનો આત્મસ્વભાવ, શું કહે છે? કે એ કર્મનો પાક થયો. સત્તામાં તો ભલે પડ્યું'તું, પણ પાક થયો ત્યારે જીવમાં જે રાગદ્વેષ અને દયા, દાન વિકલ્પ ને એકતાબુદ્ધિ કે રાગાદિ એ પુદ્ગલમય કહ્યાં, કેમ? કે કર્મફળ એ અનાકુળલક્ષણ જે સુખ, ભગવાન આત્માનું તો અનાકુળ લક્ષણ સુખ છે. ભગવાન આત્મા એને એમ કહેવામાં આવે છે ને કે ભાઈ એને પકડવો, ગ્રહો, આલંબન લ્યો એનો અર્થ એટલો કે જે વસ્તુ છે તેમાં અહંપણું કરો, અહીંયા જે અહંપણું છે રાગમાં અહંપણું છે, અને જ્ઞાનનો ક્ષયોપશમ જેમ વધતો જાય છે, તેમ તેમ ત્યાં એનું અહંપણું અભિમાન વધતું જાય છે કારણકે ત્યાં અહંપણું છે ને? આહાહા !
ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી અનાકુળ આનંદ સ્વરૂપ એવું જે સુખ એ નામનો આત્મ સ્વભાવ. જોયું? અનાકુળ જે આત્મ સ્વભાવ સુખ, એ ચૈતન્ય સ્વભાવનો પાક ચૈતન્ય સ્વભાવ અનાકુળ આનંદ સ્વરૂપ એનો પાક તો અનાકુળ સુખ પર્યાયમાં આવવું જોઈએ. આહાહા ! સમજાણું કાંઈ? અનાકુળ સુખ નામનો આત્મ સ્વભાવ તેનાથી તો વિલક્ષણ હોવાથી, કોણ? કર્મના પાકની મર્યાદાએ થયેલા ભાવો એ રાગ, પુણ્ય, દયા, દાન, કામ, ક્રોધાદિ એ આત્મસ્વભાવ જે સુખરૂપ હોવાથી તેનાથી વિલક્ષણ, શું શૈલી ? ભગવાન આત્મા અનાકુળ આનંદ લક્ષણ સ્વરૂપ, અનાકુળ સ્વરૂપ એનો પાક પણ અનાકુળ સુખ હોવો જોઈએ. એવા સુખથી વિપરીત કર્મ એક પદાર્થ છે વસ્તુ, અહીં તો આઠેય કર્મને દુઃખનું ફળ કહે છે. આઠેય કર્મનું ફળ દુઃખ છે એમ કહે છે. પ્રતિજીવીને પણ અપેક્ષાથી કહે છે. સમજાણું? પ્રતિજીવી ગુણ છે એ કાંઈ આનંદને રોકતા નથી, પણ એ આનંદને ચાર ધાતી(કર્મ)નાં ફળ આનંદનો અભાવ કરે છે ફળમાં, સ્વભાવની દૃષ્ટિ નથી અને તેની દૃષ્ટિ ત્યાં પર ઉપર છે, તો કર્મ આઠ ચાર ધાતી (કર્મ)નાં ફળ તરીકે તો ત્યાં અનાકુળ સુખથી વિલક્ષણ દુઃખની ઉત્પત્તિ થાય છે. આહાહાહા !
કહો, એ શુભરાગ દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ એ દુઃખ છે એમ કહે છે, કેમ? કે અનાકુળ આત્માનું સુખ જે સ્વભાવ એનાથી વિલક્ષણ, વિપરીત લક્ષણવાળું એ દુઃખ છે. વિલક્ષણ હોવાથી દુઃખ છે. જેણે અતીન્દ્રિય અનાકુળ આનંદ સ્વરૂપ, એમાં જેનું અહંપણું આ હું એવું આવ્યું નથી, ગ્રહ્યું નથી, કહો કે પણ એનું અહંપણું “આ હું” એમ આવ્યું નથી. એને એ કર્મનાં પાકને વિપાકે ચડેલા ભાવ શુભ અને અશુભ આદિ તે હું છું એમ એ દુઃખ છે, છતાં એ હું છું એ કર્મનો પાક છે એ જીવનો પાક નથી. બહુ વાત એવી છે બાપુ, પછી ખુલાસો કરશે