________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩
પ્રવચન નં. ૧૧૮ ગાથા
૪૫
તા. ૨૬/૧૦/૭૮ ગુરુવાર આસો વદ-૧૦
સમયસાર ૪૫ ગાથા. શિષ્ય પૂછે છે, કે જે અધ્યવસાન આદિ ભાવ એટલે શું ? રાગની એકતાનો જે અભિપ્રાય અધ્યવસાય અને શુભઅશુભ રાગ એ બધા જ ચૈતન્ય સ્વભાવ નથી. શબ્દનો અર્થ તો એ છે કે મથાળું છે “થં વિન્વયંપ્રતિમાસેઽવ્યય્યવસાનાવય: પુન્નાસ્વમાવા કૃતિ છે—” એનો અર્થ એ થયો કે શિષ્યનો એ પ્રશ્ન છે કે રાગ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ કે એની એકતાબુદ્ધિનો ભાવ એ બધા જીવ ન કહ્યા, ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો. એટલું એમાંથી કાઢયું. પુદ્ગલ સ્વભાવ કહ્યાને એટલે જીવ સ્વભાવ નથી, એમ કાઢયું એમાંથી, શાંતિથી સમજવા જેવી ચીજ છે ભાઈ આ તો. આહાહાહા !
એ અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો, અન્ય ચૈતન્ય એટલે ? એ કામ ક્રોધ શુભાશુભભાવ એનાથી અને૨ો જીવ સ્વભાવ કહ્યો. જીવ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ એ વિભાવભાવથી અનેરો ચૈતન્યસ્વભાવ આપે કહ્યો. સમજાણું કાંઈ.. ? આહાહા ! તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. એ રાગદ્વેષ પુણ્યપાપના ભાવ મિથ્યા અધ્યવસાય એ જીવની પર્યાય સાથે સંબંધ દેખાય છે. એ જડની સાથે સંબંધ દેખાતો નથી. ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી. છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યાં ? આવા સ્વભાવ, રાગ શુભ હો કે અશુભ હો, એ ચૈતન્યસ્વભાવ એનાથી અન્ય છે અને ચૈતન્ય સ્વભાવથી એ રાગ ભાવ અન્ય છે તેથી તમે એને જીવ સ્વભાવ ન કહ્યો, એને પુદ્ગલ સ્વભાવ કહ્યો. પણ જીવની સાથે સંબંધ તો રાખે છે, એ કાંઈ જડમાં થતા નથી. આહાહાહા !
૬૨
-
જીવની પર્યાયમાં સંબંધ તો રાખે છે તો આપે એને પુદ્ગલ સ્વભાવ કેમ કહ્યાં ? ચૈતન્ય સ્વભાવ એને કેમ ન કહ્યો ? ઝીણી વાતું છે ઘણી. છતાં તેને પુદ્ગલ સ્વભાવ કેમ કહ્યા તેના ઉત્ત૨ની ગાથા.
अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति । जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स।।४५।। રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.
ટીકાઃ- અધ્યવસાન આદિ સમસ્ત ભાવો, આઠ કહ્યા'તા ને ? આઠ બોલ (ભાવો ) ને ઉત્પન્ન કરનારું, રાગની એકતાબુદ્ધિ અને રાગ એ સમસ્તભાવોને, રાગની એકતાબુદ્ધિ ઉત્પન્ન કરનારું અને રાગને ઉત્પન્ન કરનારું જે આઠેય પ્રકા૨નું જ્ઞાનાવ૨ણાદિ કર્મ છે. મિથ્યાત્વ અને રાગદ્વેષને ઉત્પન્ન કરનારો કોઈ જીવ ચૈતન્યસ્વભાવ નથી. ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા અને અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય વીતરાગતા સ્વભાવ, એ વિકા૨ને ઉત્પન્ન કરે એવો કોઈ સ્વભાવ નથી. માટે જે આઠેય કર્મનું જે ફળ ઉત્પન્ન કરનારું આઠેય પ્રકા૨નું કર્મ તે, બધુંય પુદ્ગલમય છે, એ એવું સર્વજ્ઞનું વચન છે. આહાહાહા !
શુભ અને અશુભ ભાવ, શુભભાવની અહીં તો અત્યારે વધારે મુખ્યતા છે અને એની એકતા બસ બે, તો શુભભાવની એકતા એ પણ કર્મ વસ્તુ છે, એ જ્યારે પાકપણે આવે છે,