SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૪૫ ( ગાથા - ૪૫ ) कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत् अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेति। जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स।।४५।। अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना बुवन्ति। यस्य फलं तदुच्यते दु:खमिति विपच्यमानस्य।।४५।। अध्यवसानादिभावनिर्वर्तकमष्टविधमपि च कर्म समस्तमेव पुद्गलमयमिति किल सकलज्ञज्ञप्तिः। तस्य तु यद्विपाककाष्ठामधिरूढस्य फलत्वेनाभिलप्यते तदनाकुलत्वलक्षणसौख्याख्यात्मस्वभावविलक्षणत्वात्किल दु:खं । तदन्तःपातिन एव किलाकुलत्वलक्षणा अध्यवसानादिभावाः। ततो न ते चिदन्वयविभ्रमेऽप्यात्मस्वभावाः, किन्तु पुद्गलસ્વમાવા: - હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી,) છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા?તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫. ગાથાર્થઃ- [વવિધમ પિ ] આઠ પ્રકારનું [ ] કર્મ છે તે [ સર્વ] સર્વ [પુનમચં] પુગલમય છે એમ [ fબનઃ] જિનભગવાન સર્વજ્ઞદેવો [ ધ્રુવત્તિ] કહે છે[ ચર્ચા વિપષ્યમાનચ] જે પક્વ થઈ ઉદયમાં આવતા કર્મનું[૨] ફળ [તત્] પ્રસિદ્ધ [દુ:+]દુઃખ છે [રૂતિ વ્યક્ત] એમ કહ્યું છે. ટીકા-અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠ પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ), અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી,દુઃખ છે. તે દુ:ખમાં જ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુગલસ્વભાવો છે. ભાવાર્થ-કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુ:ખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં (-અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે છે. પરમાર્ગે દુ:ખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy