________________
૬૦.
સમયસાર સિદ્ધિ ભાગ-૩ નથી કહેતા કે તમને શુભજોગ જ રહેશે. તમે પંચમકાળમાં પણ શુભજોગથી ભિન્ન પડીને જો ચેતશો તો શુભજોગથી ભિન્ન તમને પ્રાપ્ત થશે જ, શુભજોગ જ રહેશે એમ નહિ. પુગલ જ રહેશે એમ નહીં. ચૈતન્ય આવશે. પ્રવીણભાઈ ! આવો પોકાર છે.
(શ્રોતા- જાગતો જીવ ઊભો છે) જાગતો જીવ ઊભો છે. બેનની વાત છે ને, જાગતો જીવ ઊભો છે ને? ક્યાં જાય. બેનનું વાક્ય પહેલું છે ને? જાગતો જીવ, જાગૃત સ્વરૂપ જીવ ઊભો છે ને ! ઊભો એટલે ધ્રુવ છે ને ! ઉભાની વ્યાખ્યા એમ છે. જાગતો જીવ ધ્રુવ છે ને એ ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થશે.
હવે આવો ઉપદેશ ઓલા ક્રિયાકાંડીઓને આકરો લાગે. ભગવાન બાપુ તારા સ્વરૂપની વાત છેને પ્રભુ ક્રિયાકાંડમાં તો રાગ છે. એ તો પુદ્ગલ છે ભાઈ તને ખબર નથી. એનાથી ભિન્ન ધાગ્નિ શુભજોગ પુદ્ગલ છે તેનાથી જુદું ભિન્ન ધાગ્નિ ચૈતન્યના તેજ તને પ્રાપ્ત થશે. ચૈતન્યના તેજ પ્રકાશ, છે ને ? પ્રતાપ ત્રણ બોલ લીધા છે. તેજ, પ્રતાપ ને પ્રકાશ. એ ચોત્રીસ કળશ થયો.
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, ભગવાને એને જીવ ન કહ્યા, શુભભાવ થાય દયા, દાનનો એને જીવ ન કહ્યો અને અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. એ શુભભાવ રાગ એ દયા દાનનો વિકલ્પ રાગ એ ચૈતન્યની સાથે સંબંધ દેખાય છે. એ કાંઈ પરમાણું સાથે સંબંધ છે એમ દેખાતું નથી. સમજાણું કાંઈ ? ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા ? ભગવાન આનંદનો નાથ પ્રભુ એની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ તો દેખાય છે, ચૈતન્યની સાથે સંબંધવાળા દેખાય છે. એ પુગલ જડ હારે સંબંધવાળા તો દેખાતા નથી. છતાં પ્રભુ એને તમે પુગલના સ્વભાવ કેમ કહ્યા? ચૈતન્યની પર્યાયમાં સંબંધવાળા શુભ અશુભ દેખાય અને તમે કહો કે એ જડ છે ઈ શી રીતે અમારે સમજવું? આહાહાહા!
આવો શિષ્યનો અંતરનો સમજવાનો પ્રશ્ન છે. શંકા નથી આશંકા છે. શું આપ કહો છો પ્રભુ આમાં? શુભ-અશુભભાવ એ જડ? અમને તો શુભ-અશુભભાવ ચૈતન્યની પર્યાયનાં સંબંધમાં હોય છે, એ શુભ અશુભ ભાવ એ પરમાણું કે કર્મમાં જડમાં હોતા નથી. જુઓ શ્રોતા યોગ્યતાવાળો અહીં લીધો છે, એ શ્રોતા એવો છે કે અંદર પકડવું છે કે આ શું તમે કહો છો પ્રભુ? શુભઅશુભભાવ એ તો ચૈતન્યની પર્યાયમાં સંબંધવાળા દેખાય છે ને? એ કોઈ કર્મ ને જડ ને શરીરના સંબંધમાં એ નથી, છતાં તમે તેને જડ કહો. પુદગલના સ્વભાવ કેમ કહ્યા? તેના ઉત્તરનું ગાથા સૂત્ર કહે છે. તેનો ઉત્તર છે આ સંસ્કૃતિ છે હો ! છે ને માથે-“શું વિન્વય પ્રતિમાસેથ્ય, વસાનાઃ: પુનર્વમાવા તિ વેત” સંસ્કૃત્ત છે ઉપર, પોતે અમૃતચંદ્રાચાર્યે પોતે જ પ્રશ્ન મૂકીને શિષ્યનો પ્રશ્ન કહ્યો છે. શિષ્ય આવો હોય જેને સમજવું હોય એ, પ્રભુ તમે ચૈતન્યની સાથે પુણ્ય-પાપના ભાવનો સંબંધ હોવા છતાં તમે એને પુદ્ગલ કહ્યા એ શી રીતે અમને પકડાતું નથી કહે છે? એનો ઉત્તર આવશે.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)