________________
શ્લોક – ૩૪
૫૯ ચેતીને દેખે તો પાસે જ છે. જાગૃત થઈને જાગૃતને દેખે, તો ત્યાં જ છે. જાગૃત થઈને દેખે તો ત્યાં જ છે જાગૃત, આખું ચૈતન્ય સ્વરૂપ ત્યાં જ છે. ભાષા ઘણી સહેલી, ભાવ ઘણાં ગંભીર બહુ ઊંચા, આ કોઈ વિદ્વતાની વસ્તુ નથી. ચેતીને દેખે તો પાસે જ છે, માળે જ્યચંદ્ર પંડિતે તો જુઓ. રાગને જોતાં જોતાં મારા માનીને અનંતકાળ ગયો પણ થયા નહિ તારા, પણ ચેતીને અંદર રાગથી ભિન્ન પડીને ચેતીને જો, તો વસ્તુ તું પોતે જ છે. ચેતીને જો તો ચેતનારો જાગૃત સ્વભાવ તું જ છો. આહાહાહા!
અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. એમ નથી કાંઈ. તેનું થવું તો અંતર્મુહૂર્ત માત્રમાં જ છે. “અંતર્મુહૂર્ત” ઉપયોગ છે ને એવો એટલે કહે છે. બાકી તો એક સમયમાત્રમાં થાય છે. પણ ઉપયોગ છદ્મસ્થનો ખ્યાલમાં આવે એ અંતર્મુહૂર્ત જ ખ્યાલમાં આવે છે. એટલે અંતર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદર બે ઘડીની અંદર મુહૂર્ત છે ને બે ઘડીનું એટલે એની અંતર અંદર. બી.એ.નો અભ્યાસ અને એલ.એલ.બી. નો અભ્યાસ બે ઘડીમાં ન થાય. હેં? અને આ અભ્યાસ તો બે ઘડીમાં અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ અન્યમતમાં કહે છે. “મેં નજરને આળસે રે મેં નિરખ્યા ન નયને હરિ, મારી નજરને આળસે રે મેં નિરખ્યા નયને હરિ.” હરિ એટલે ભગવાન રાગ ને દ્વેષ ને અજ્ઞાનને હરે એ હરિ એવો પ્રભુ તે આત્મા. મારી નયનને આળસ, આવે છે પોપટભાઈ ! મારી નયનું પરમાં રહી ગઈ, પણ નયનને આળસે મેં અંદરના ભગવાનને ન જોયો અને જોવાને અંતર્મુહૂર્ત જ કાળ લાગે છે. આહાહાહા!
પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે, જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે. પ્રભુ લગની લગાડ એની. જ્ઞાયક ભગવાનની લગની લગાડ. તેથી અન્ય નિષ્પયોજન કોલાહલ છોડી, એ શુભભાવ પણ નિપ્રયોજન કોલાહલ છે. એ શુભભાવમાં પ્રયોજન નથી. નિમ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી, ભગવાન પૂર્ણાનંદ વસ્તુ છે, મોજૂદ છે, હૈયાતિ છે અને એમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે જ. જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે જ. કહો આવો ઉપદેશ છે. વર્તમાન શ્રોતાને પણ એમ કહે છે. પંચમકાળના શ્રોતાને પંચમકાળના સંતો કહે છે, કે જરૂર તને એ ચૈતન્યમૂર્તિનો અભ્યાસ કરી અંદર જોવાને, જરૂર મળશે તને, શુભજોગથી જુદો મળશે તને. (શ્રોતા – ખાત્રી આપે છે) હું? ત્યારે આ કહે પંચમકાળમાં શુભજોગ જ હોય, અરે પ્રભુ પ્રભુ શું કર્યું તેં પ્રભુ આ તે? વીતરાગમાર્ગ લજ્જા પદ પામે છે. આહાહાહા !
અહીંયા કહે છે કે મોજૂદ ચીજ છો ને પ્રભુ, વીતરાગ સ્વરૂપી ચૈતન્ય પ્રભુ જિનબિંબ મોજૂદ છે ને? છે તેને પ્રાપ્ત કરવી છે ને? મોજૂદ છે ને? પણ એને વિશ્વાસમાં ક્યાં આવે છે. રાગ હોવા છતાં, પર્યાયમાં પર્યાય હોવા છતાં, આ વસ્તુ પૂર્ણ છે, એવો એને વિશ્વાસ આવતો નથી. કારણ કે કામ લેવું છે. પર્યાયથી અને વિશ્વાસ લેવો છે ત્રિકાળીનો. હું! તો પર્યાયમાં તેના સ્વભાવ સન્મુખ થાય ત્યારે તેને વિશ્વાસ આવે કે આ તે વસ્તુ પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન છે. સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે, દેખો આવો ઉપદેશ છે.
આ તો ગૃહસ્થાશ્રમમાં રહેલા જયચંદ પંડિત લખે છે ઓલી તો મુનિરાજની વાત છે. એમ