________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ “જો ૫૨વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય.” ખરેખર તો કહે છે કે રાગને તા૨ો ક૨વા માગ, તો નહિ થાય, શરી૨ને ક૨વા માગ તો તો નહિ થાય, પણ રાગને તા૨ો ક૨વા માગ અંદર નિત્યમાં, તો રાગ તો છેવિકૃત અને પુદ્ગલ સ્વભાવ, એ નહિ થાય. પણ છો તેને પ્રાપ્ત ક૨વો પ્રભુ એમાં ક્યાં ન થાય એમ હોય. આહાહા ! શું સંતોની ભાષા, દિગંબર મુનિઓ કેવળીના કેડાયતો એક બે ભવે કેવળ લેવાના કેટલાક તો મોક્ષ જવાના મોક્ષ, સિદ્ધપદ. એની આ વાણી એમ વ્યવહારથી કહેવાય. વાણીમાં એમનું નિમિત્ત હતું ને એટલે, નિમિત્તનો અર્થ એ વાણીના કર્તા નથી, ત્યારે નિમિત્ત કહેવાણું ને ? એમાં એ આવ્યું, ભગવંત તારી ચીજ છે ને અંદર બિરાજમાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપે પ્રભુ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય વીતરાગતા, અતીન્દ્રિય પ્રભુતા, અતીન્દ્રિય સ્વચ્છતા, એવા સ્વભાવસ્વરૂપ પ્રભુ છે ને તું. એની પ્રાપ્તિ તો જરૂર થાય, ૫૨ વસ્તુ હોય તો તેની ન થાય. રાગને તું તારો કરવા માગ તો નહીં, કોઈ દી' નહિ થાય. શરીર, વાણી, બાયડી, છોકરા તો ક્યાંય ધૂળ ૨હી ગયા. એ તો ક્યાંય છે એ ક્યાં તારા હતા એ. આહાહાહા !
પણ રાગ જે છે અંદ૨, પર્યાયમાં નિમિત્તને આધીન થયેલો રાગ એ તારા ગુણ સ્વભાવમાં તેને કરવા માગ તો નહિ થાય, કારણકે એના ગુણો બધા પવિત્ર છે. એ પવિત્રમાં રાગ એનો કોઈ રીતે નહિ થાય. આહાહાહા ! સમજાણું કાંઈ ? વ્યવહા૨ રત્નત્રય એને શુભજોગ કહ્યો છે ૫૨માત્મ પ્રકાશમાં, શુભજોગ છે એ, શુભજોગ તો પુદ્ગલ છે અહીં તો એને ( પુદ્ગલ ) કહ્યા. વીતરાગ કેવળી ૫૨મેશ્વરે એને પુદ્ગલ કહ્યા છે. તો એને પોતાનો કરવા માગ તો નહિ થાય. ચૈતન્ય ભગવાનમાં એ પુદ્ગલના પરિણામ પોતાના કરવા માગે તો એ નહિ થઈ શકે. પણ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ એની ધખશ ને લગની લાગી હોય અંદર તો એ તો પ્રાસ થાય જ. આહાહાહા !
પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે ને ? જોયું. ભગવાન અંદ૨ ચૈતન્ય સ્વરૂપે મોજૂદ છે ને ? હૈયાતિ છે ને ? મોજૂદ છે ને ? હૈયાતિ ધરાવે છે ને ? અસ્તિપણે છે ને ? અસ્તિપણે સત્ સત્ અસ્તિપણે પોતે છે ને ? પણ ભૂલી રહ્યો છે. ભગવત્ આત્મસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ, અંદર મોજૂદ છે. પણ એના તરફની નજરું ન કરી અને એનો અનાદર કરીને રાગને પુણ્ય ને પાપ ને આ ને આ, એ મારા કરીને માન્યા, પણ મારા કરીને થયા નહિ. સમજાણું કાંઈ ? આહાહાહા !
૫૮
પણ ભૂલી રહ્યો છે જો ચેતીને દેખે, ચેતીને દેખે, જ્ઞાયકભાવ છે તેને ચેતીને જાણના૨ ભાવથી દેખે. જે જાણક સ્વભાવ છે તેને જાણક ભાવથી ચેતીને દેખે, ભાષા તો થોડી છે ટૂંકી બાપુ, ઓલા બચારા ભવ્યસાગર લખે છે ને. અરેરે ! અમે આત્મજ્ઞાન વિના સાધુપણું લઈ લીધું, કાલે વાંચ્યુ'તું ને બપોરે કાગળ, તમે ન હતા બપો૨ે, લખે છે અમે આત્મજ્ઞાન વિના સાધુપણું લઈ લીધું એમ બિચારા. અમને બોલાવો ત્યાં. ઘણું લખે છે કાલે કાગળ આવ્યો છે. એવા તો ઘણાં કાગળ આવે છે કાલે છેલ્લો કાગળ આવ્યો છે, આખો કાગળ બોલાવો બોલાવો કોણ બાપા અહીં ક્યાં બોલાવે ? અહીં કોઈને બોલાવતા નથી અને અહીં તો પાછુ હમણાં રહેવાનુંય નથી, બહા૨ જવાનું થાશે. અમે આત્મજ્ઞાન પામ્યા નથી અને આત્મજ્ઞાન વિના અમે સાધુપણું આપી દીધું લઈ લીધું. એ બિચારા આ કલ્યાણનો પંથ અમે ત્યાં લેવા સાંભળવા કામી છીએ. સાધુ બિચારા ૨૦ વર્ષની દીક્ષા દિગંબર, શીઘ્ર કવિ છે. વારંવાર લખે છે. પણ ખરેખર તો આવવું હોય તો એની મેળાએ આવે, અહીં જવાબદારી કોઈની (નથી લેતા )!