________________
શ્લોક – ૩૪ પંચમથી શુભજોગની પ્રાપ્તિ કરી ? શુભજોગને તો પુદ્ગલ કહી દીધાં છે. કાળ ક્યાં એને નડે છે. ત્રિકાળી ચીજમાં પરિણામનો જ્યાં પ્રવેશ નથી ત્યાં વળી કાળ ફાળની ક્યાં વાતો કરવી. પંચમ કાળ હોય કે નરકનું ક્ષેત્ર હોય, ક્ષેત્ર-ક્ષેત્ર અને શરીરની રોગથી ઘેરાયેલી અવસ્થા હો, કાળ, નરક ક્ષેત્ર અને આ, એ ચીજને પામવાને કોઈ વિધ્ર કરે એવું નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? આવી વાત છે. આહાહાહા !
ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવે એ ઉપદેશ કર્યો છે. ત્યાં તો એમ કહ્યું'તું અને આંહીં પણ એ જ કહ્યું. ‘વિરમ” પામી જઈશ કહે છે. અરે પંચમઆરામાં શુભભાવથી આગળ નહીં જઈ શકે ને પ્રભુ, એમ નથી ભાઈ, રહેવા દે. એ પંચમઆરામાં શુભભાવ જે બંધનું કારણ અને પુદ્ગલ એનાથી ભિન્ન પડીને પ્રાપ્ત થાય એ પંચમકાળના આત્માનો એક પ્રકાર અને પ્રભાવ છે, એને કાળ નડતો નથી. સમજાણું કાંઈ? આવી વાત ક્યાં છે? ( શ્રોતા:- ક્યાંય ન હોય તો અહીં તો છે ને) ભગવાનમાં પડી છે ને અંદર. એવા આત્માની પ્રાપ્તિ થતી નથી કે થાય છે. એક એક એ શબ્દ લીધો એટલે કે આ રીતે થાય નહિ એમ બને જ નહિ, અને તે પણ એવું વર્ણન કરે છે અહીંયા તો, એ પ્રાપ્તિ થઈ એ અપ્રતિહત ભાવે થઈ છે કહે છે. એનો ભાવ પ્રાપ્ત થયો એ પડશે કોઈ દી' એ વાત ત્રણકાળમાં છે નહીં. જોયું? આ શ્લોક, આ શ્લોકની શ્લાઘા, આ શ્લોકમાં
સ્તુતિ આવી છે. થોડું હો, સમજે એનું કાંઈ નહિ પણ મૂળ વસ્તુ જોઈએ ને? જેને આત્મા જે મૂળ મોક્ષના મૂળીયા જેમાં પડયા છે. અને જે મુક્ત સ્વરૂપ પ્રભુ છે.
(શ્રોતા:- પ્રભુ અભ્યાસ કરે ને પ્રકાશ કરે એમાં શું ફેર?) અભ્યાસ એટલે અંદર જોવાનું આમ વાંચવાનું ઈ નહિ. ત્રિકાળી શાયકને જોવાનો છ મહીના તો અભ્યાસ કર. અભ્યાસ એટલે આ વાંચવું ભણવું એ કાંઈ નહિ. આહાહાહા! આવી વાત છે.
અજાણ્યા માણસને તો એવું લાગે કે આ શું કહે છે. આ બાપુ તમે કોણ છો અને શું છો એ અમને ખબર નથી? આખી દુનિયાને અમે જાણીએ છીએ, કેવી જાત છે. વીતરાગ સ્વરૂપ આમ કહે છે. ભાઈ તને સાંભળવા મળ્યું નથી માટે તેને નવાઈ લાગે એમ છે નહીં.
ભગવાન અનંત અને તીર્થકરોના સમવસરણની સભામાં આવો પોકાર કરે છે. એ પોકાર સંતો લઈને આવ્યા. અને જગતને જાહેર કર્યું, પરમાત્મા આમ કહે છે. તારો પ્રભુ અંદર બિરાજે છે એનો જો છ મહીના અભ્યાસ કર, જઘન્ય અંતર્મુહૂર્તમાં જ પ્રાપ્ત થાય છે એ. પણ કોઈ આકરું લાગે ને પંચમકાળ અને તારી બુદ્ધિ થોડી એમ લાગે તો છ મહિના લાગશે. આહાહાહા !
ભાવાર્થ- લોકોની દલીલ શું છે? કે આ બધું દયા, દાન, વ્રત, ભક્તિ, તપ એ કાંઈ ઉપાય છે કે નહીં ? આંહી તો કહે છે કે એ બધા ભાવો તો પુદ્ગલના છે ને પ્રભુ? એને ઉપાયમાં નાખવા છે તારે ? આહાહાહા! શું થાય ભાઈ ?
જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે એટલે કે પોતે છે ચૈતન્ય સ્વરૂપ ભગવાન છે, એનો જો અભ્યાસ કરે તો તેની તો પ્રાપ્તિ અવશ્ય થાય, પ્રાતની પ્રાપ્તિ છે, છે તેને પ્રાપ્ત કરવો છે. એ તો છે, છે એને પ્રાપ્ત કરવો છે ને એ તો છે. આવી વાતું છે. પોતાના સ્વરૂપનો અભ્યાસ પોતાનું સ્વરૂપ જે ચૈતન્યસ્વરૂપ જે કાયમી ત્રિકાળ છે, છે, છે, એનો અભ્યાસ કરે, એ તરફની એકાગ્રતાનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય જ. પ્રાસની પ્રાપ્તિ છે. છે તેની પ્રાપ્તિ થાય છે. આહાહાહા !