________________
૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ કે થાય છે ? એનો અર્થ એવો છે, કે અંત૨ વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ, એને દેખ તો પ્રાપ્તિ ન થાય એમ કેમ બને કહે છે, ૫૨ વસ્તુને પોતાની કરવી હોય તો ન બને, પણ જે પોતે છે એની અપ્રાપ્તિ કાંઈ શોભે એને અનુપલબ્ધિ.
વસ્તુ ભગવાન પૂર્ણઆનંદ સ્વરૂપ ચૈતન્ય વસ્તુ એને દેખ, છ માસ અભ્યાસ કર, ન પ્રાપ્તિની શોભા એને ન હોય, પ્રાસ થાય તે એની શોભા છે, પ્રાસ થાય જ એમ કહે છે. જેની હારે છ છ મહિના જોવાની નજરુ કરી, નજરુંની નજરું છોડી, નજરુંએ નજરે નિધાનને જોયો, આવી વાતું છે. બાપુ દુનિયાથી આખી ફેરફાર, બધી ખબર છે ને બાપુ અહીં તો. ભિન્ન છે એ રાગના પરિણામ એ પુદ્ગલ છે. એનાથી ચૈતન્ય પ્રકાશ ધામ્નઃ નામ પ્રકાશ પુંજ તદ્ન જુદો છે એ પ્રાપ્ત થશે જ, “અનુપલબ્ધિઃ ભાતિઃ” ન પ્રાપ્ત થાય એ શોભા નહીં ત્યાં, પ્રાપ્ત થાય એ જ એની શોભા છે. ભાષા તો છે, પણ ભાવ બાપા આકરા છે. એ ધાન્નઃ પુદ્ગલાત ચૈતન્યના તેજ પ્રભુ એ રાગના પુદ્ગલથી તદ્ન ભિન્ન, રાગ છે એ દયા, દાનનો વિકલ્પ પ્રભુ, એકકોર આત્મારામ અને એકકો૨ પુદ્ગલ હરામ, એવા શુભભાવ જે છે, એ પુદ્ગલ છે. ભગવાન આત્મા એનાથી ભિન્ન ચૈતન્યના તેજથી ભરેલો પ્રભુ, તને પ્રાપ્ત થશે. તેમાં જ તેની શોભા છે. વસ્તુ છે તેની ઉપર આવી નજરું છ છ મહિના કરે, એ એની શોભા છે, પ્રાસ થાય જ. આવો ઉપદેશ હવે, અજાણ્યા નવા માણસને તો, શું કહે છે, આ પાગલ જેવી વાતું છે આ બધી, સાચી બાપા. આહાહાહા !
અરે એને જોવાને છ મહિના તો વખત લે એમ કહે છે, એનો ખુલાસો કરશે એ તો અંતર મુહુર્તમાં જ પમાય છે, પણ કોઈને આકરું લાગે તો છ મહિનાની મુદત આપી. અરે સંસા૨ને માટે અનંતકાળ આપ્યોને પ્રભુ તેં, રખડવાના રસ્તામાં તો તેં અનંતકાળ આપ્યો, હવે છૂટવાના રસ્તે ૫૨માત્મા તરફ જવાના રસ્તે છ મહિના તો કાઢ. પોપટભાઈ ! આવી વાત છે. ઉપલબ્ધિ થશે જ થાય જ, એમ આંહીં કહે છે. અરે પંચમકાળ છે ને ? પંચમકાળમાં તો શુભભાવ જ હોય એમ કહે છે. શુભજોગ ! અરે ભગવાન શું થયું ભાઈ. સુખસાગર છે ને એક સાધુ મોટા એણે બહા૨ પાડયું છે, પંચમકાળમાં તો શુભજોગ જ હોય. અરે ભગવાન ! ભગવાન તને શોભે છે એ કહેવું ? આંહી શુભજોગને તો પુદ્ગલ કીધા. હૈં? અને અહીં પંચમઆરાના શ્રોતાને કહ્યું પંચમઆરાના સંતોએ પંચમઆરાના શ્રોતાને કહ્યું, એ આડત્રીસ ગાથામાં આવી ગયું ને ભાઈ ? આડત્રીસમાં, પંચમઆરાના સાધુએ પંચમઆરાના શ્રોતાને કહ્યું. ગુરુએ વારંવા૨ સમજાવ્યો, કેવળીએ સમજાવ્યો એ અત્યારે અહીં નથી એટલે એ વાત અહીં ક્યાં ! અહીં કાંઈ કેવળી નથી અત્યારે તો મુનિની વાત છે આ.
સંત જેને ભવના આવી ગયા અંત, અને જેને મોક્ષ વર્તે છે સમીપ, એવા સંતોએ શ્રોતાને સમજાવ્યો, અનાદિથી અપ્રતિબુદ્ધ અજ્ઞાની હતો. પહેલી લીટી છે અનાદિથી અપ્રતિબુદ્ધ સૂંઢ હતો, એવા પંચમઆરાના શ્રોતા એને પંચમઆરાના સંતે સમજાવ્યો. ત્યારે ત્યાં આવ્યું'તું આપણે આડત્રીસમાં એ શ્રોતા પોતે સમજી ગયો પંચમઆરામાં. આહાહાહા ! હું શુદ્ધ ચૈતન્યધન એનું દર્શન, જ્ઞાન અને ચારિત્રનું આચરણ કર્યું, અને એ શ્રોતા એમ કહે છે કે હવે હું આ રીતે જે પામ્યો એમાં હું પડવાનો નથી હવે, ચારિત્રની વાત જુદી, પણ વસ્તુ જે પ્રાપ્ત થઈ, એ કોલક૨ા૨, શ્રોતા એમ કોલક૨ા૨ ક૨ે છે, અમે પડવાના નથી. અમે આગમકુશળ અને સ્વરૂપની પ્રાપ્તિ જે કરી, એ