________________
શ્લોક – ૩૪
૫૫ ને એમ.એ.ના પુંછડા દસ દસ વર્ષ કરી ને ત્યાં પાપના પોથા બાંધીને ત્યાં ભણે છે રહે છે. આ છે ને અભ્યાસ બી. એ.નો શું કહેવાય? એ બધા વેપારીનો અને ફલાણાનો એ બધો આવે છે. ને? એવા અભ્યાસ પાંચ સાત દસ દસ વર્ષ કરે, ધૂળનો પાપનો એકલો, એક છ માસ તો પ્રભુ આ બાજુ લે આવ, તારું ઘર છે એને જોવા છ માસ તો અભ્યાસ કર. એનો અર્થ જયચંદ પંડિત કરશે, છ મહિના અભ્યાસ કર અને તપાસ, એનો અર્થ કર્યો છે જરી.
- ધ્રુવ વિધમાન પરમાર્થ પ્રભુ! તારો નાથ પરમાત્મ સ્વરૂપે પ્રભુ બિરાજે છે એને તપાસને, બહુ તપાસણી કરી તેં બીજી, એ શાસ્ત્ર વાંચનથી પણ તે મળે એવું નથી, એમ કહે છે. શાસ્ત્ર સાંભળવાથી પણ એ મળે એવો નથી. એ તો અંતર્મુખ તત્ત્વ છે અને અંતર્મુખના પરિણામથી અંતર્મુખને જ દેખ, બીજું શું કરે ત્યાં? આ પરિણામ છે અને એનાથી આમ દેખું છું એવું ત્યાં નથી, પણ સમજાવવામાં શું આવે? અંતરમાં વસ્તુ પડી છે પ્રભુ પરમેશ્વર, પોતે પરમેશ્વર છો. ભગવંત ભગવંત સ્વરૂપ છો ! તું એને એકવાર છ માસ તો તપાસ કે શું છે પણ આ? બીજી ચપળાઈ અને ચંચળાઈ છોડી દઈ, નિભૂત કીધું છે ને?
અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, સિદ્ધ સમાન સદા પદ મેરો, એ પર્યાયની અપેક્ષા નથી, સિદ્ધ સમાન દ્રવ્યસ્વભાવ સિદ્ધ સમાન ત્રિકાળ છે. સમજાણું કાંઈ? ભાઈ આ તો ધર્મોપદેશ છે, આ તો વીતરાગ ત્રણલોકનો નાથ તીર્થંકરદેવ એની આ વાણી છે, એનો આ ભાવ છે, ભગવાનની વાણીમાં એમ આવ્યું. પ્રભુ! તારી પ્રભુતાથી ભરેલી ચૈતન્ય વસ્તુ, જેમાંથી તો અનંતી સિદ્ધની પર્યાય પ્રગટ થાય એવા તો અનંત ગુણનો સાગર પ્રભુ છો ને. તો ત્યારે સિદ્ધ થયેલા ઉપર પણ નજર કરવાની નથી. સિદ્ધ જે ભાવે થયા એ ભાવ ઉપર પણ તારે નજર કરવાની નથી, એ સિદ્ધ જેને અવલંબીને થયા, એવો જે ભગવાન આત્મા એને તું દેખને પ્રભુ, છ મહિના તો ત્યાં જા ને એકવાર, એને માટે છ મહિના તો કાઢ. આહાહાહા !
એમ કરવાથી, છે? હૃદયસરસી અંતર જ્ઞાન સરોવર ભગવાન ભર્યો છે અંદર, અંતરના પરિણામથી અંદર જો તો અંતરના પરિણામમાં હૃદયમાં ભરેલો ભગવાન હૃદયસરોવરમાં પુદ્ગલાત ભિન્નધાનૂઃ જેનું તેજ ભિન્ન ધામ્નઃ છે ને ધામ્નઃ એટલે તેજ જેમાં ચૈતન્યના તેજ જેમ સૂર્યનાં તેજ, જેમ ચંદ્રના તેજ, એ તો જડ છે, ચૈતન્યનો તેજથી ભરેલો ભગવાન એ પણ ભેદ થયો. ચૈતન્યથી ભરેલો ચૈતન્યસ્વરૂપ જ ભગવાન પુદ્ગલાત ભિન્નધાનૂઃ જે તેજ પ્રતાપ એ ધામ્નઃ ની વ્યાખ્યા છે. તેજ પ્રતાપ ને પ્રકાશ પુદ્ગલથી એટલે રાગાદિ જે પુણ્ય, દયા દાનનો વિકલ્પ છે એ પુદ્ગલ છે. આવી વાત આકરી પડે ને પછી શું કરે? ભાઈ પણ આ તારું કર્તવ્ય તો આ છે. જો હિત કરવું હોય તો, રખડવું બંધ કરવું હોય તો, બાકી રખડવાના કામ તો કરી રહ્યો છે અનાદિથી, એ કોઈ નવી ચીજ નથી. એકએક દિવસના લાખોની પેદાશું કરોડોની પેદાશું એવા અનંત વાર ભવ થયા છે પણ આ કરવા તરફ વલણ નહીં. ઓહોહો !
પોતાના હૃદય સરોવરમાં તેજ પ્રતાપ પ્રકાશ એ ધામ્નઃ નો અર્થ છે ત્રણેય, પુદ્ગલથી ભિન્ન છે એવા પુસઃ પુંસ, પુરુષ આત્મા, એવો જે પુંસક એટલે પુરુષ એટલે આત્મા અંદર પૂર્ણાનંદથી ભરેલો ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ ભરેલો, એવો આત્માની “અનુપલબ્ધિ: ભાતિ” ન પામે એવી એની શોભા છે? પામે એવી એની શોભા છે. “અનુપલબ્ધિઃ” પ્રાપ્તિ થતી નથી