________________
૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ શુભરાગ મારો છે અને શુભરાગ મારું કાર્ય છે એવા નકામા કોલાહલથી એવા અકાર્યથી તને શું કાર્ય થાય ? તને શું લાભ થાય ? એ કોલાહલથી તું વિરકત થા. આહાહાહા !
ઉપદેશ તો શું કહે નહિ તો ખરેખર તો કોલાહલથી વિરકત થાવું એમેય ત્યાં નથી. ત્યાં તો દ્રવ્ય સ્વભાવ ચૈતન્ય અમૃતનો સાગર ભગવાન ધ્રુવ, એની દૃષ્ટિ કરતાં કોલાહલથી વિરકત થઈ જાય છે. આવો મા૨ગ ઉપદેશમાં શું આવે ? એ કોલાહલથી વિરકત થા. ( શ્રોતાઃ– પુણ્યપાપને કોલાહલ કીધો ) એ પુણ્યના પરિણામના કાર્યથી છૂટો થા, એમ કહે છે. એ કોલાહલથી વિરકત થા. એક ચૈતન્યમાત્ર વસ્તુ દેખો “નિભૃતઃસન” નિશ્ચય લીન થઈ, ‘ષણમાસમ્’ દેખ, “પશ્ય ષષ્માસભ્”, ‘પશ્ય’ દેખ એવો છ મહિના અભ્યાસ ક૨ આમ કહે છે. એ દ્રવ્ય સ્વભાવ એકરૂપ ચૈતન્યમાત્ર વસ્તુ એને દેખ, દેખે છે એ પરિણામ, પણ એને દેખ, પરિણામને દેખ એમ નહીં. આવી વાતું છે.
એ ભગવાન અંદ૨ ૫૨માત્મ સ્વરૂપ બિરાજે છે ને પ્રભુ. અનંત અનંત અનંત ગુણનો મહાપ્રભુ અનંત ગુણનો એકરૂપ, આ ગુણી અને ગુણ એમ પણ નહીં, અનંત ગુણસ્વરૂપ દ્રવ્ય, તેથી એક ચૈતન્યમાત્ર વસ્તુ કીધી'ને ? અનંત ગુણના ભેદ પણ નહીં ત્યાં એમ કહે છે. એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. ભગવત્ સ્વરૂપ, પરમેશ્વર સ્વરૂપ એને દેખ, ૫૨ને દેખવાની ક્રિયા તો તેં અનંતવાર કરી, પણ દેખનારને તેં દેખ્યો નહીં. આવી વાતું ( છે ). દેખનાર એ પર્યાય છે, પણ પર્યાયે ૫૨ને દેખી પણ આ વસ્તુ અખંડ ચૈતન્ય છે તેને ન દેખી, આવી વાતું છે ભાઈ.
( શ્રોતા:- દેખનેકી વિધિ કયા હૈ ) આ કહતે હૈ ને, એ સ્વરૂપ છે ચૈતન્યમાત્ર વસ્તુ તેને દેખ, પરિણામથી એને દેખ, પરિણામને પરિણામથી દેખ એમ નહીં. ઝીણી વાત છે ને બાપુ આ તો વચનમાં એનું કેટલું આવે. આંહી તો પ્રભુ એક સમયમાં પ્રભુ પૂર્ણાનંદનો નાથ પોતે બિરાજે છે. એ સિદ્ધની પર્યાયથી પણ અનંતગુણી તાકાતવાળું એ તત્ત્વ છે, પોતે ભગવાન આ આત્મા હોં. એવી એક ચૈતન્યમાત્ર વસ્તુ, આ ગુણી છે અને આ ગુણ છે, એ પણ ભેદ થઈ ગયો, એકરૂપ ચૈતન્ય વસ્તુ છે, એને પરિણામ જે વર્તમાન તેનાથી એને દેખ, પરિણામને પરિણામથી દેખ એ નહીં, ઝીણી વાતું બાપુ દુનિયાથી નિરાળી વાતું છે ભાઈ. આહાહાહા !
ઉત્પાદવ્યયધ્રુવયુક્તમ્ સત્ છતાં, એ ઉત્પા ્ વ્યયની પર્યાયથી ધ્રુવને દેખ, પર્યાયથી પર્યાયને ન દેખ, પર્યાયથી ૫૨ને ન દેખ, એ તો કોલાહલથી વિરકત થા એમ કહ્યું છે, પણ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તીર્થંકર ૫રમેશ્વરે જે કેવળજ્ઞાનમાં જોયું કે તારું આત્માનું સ્વરૂપ તો પૂર્ણ આનંદકંદ ધ્રુવ છે. એવો જે અંદર ભગવાન એને તું જો, દૃષ્ટિ તારી ત્યાં લગાવ, એ તો ભેદથી કથન છે. દૃષ્ટિ અને લગાવ, કથન શું આવે ? હૈં ? દેખ એમ કહ્યું બીજું શું આવે ? તો દેખનારી તો પર્યાય છે. પણ દેખે કોને ? ધ્રુવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એ પર્યાયમાં પર્યાયને પણ ન દેખ, પર્યાયમાં રાગાદિ આવે તેને ન દેખ એ પર્યાયમાં ધ્રુવને દેખ, બહુ સૂક્ષ્મ વાત છે. ભાઈ અનંત અનંત કાળમાં એક સેકંડ પણ ધ્રુવને દેખ્યો નથી, અને એના વિના રખડી મરે છે. ચોર્યાશીના અવતા૨માં એ દુઃખથી દઝાયેલો છે. એને દુઃખથી દઝાયેલો પર્યાયમાં હોં, વસ્તુ દુઃખથી દઝાઈ નથી, એને દેખ.
આચાર્ય કરુણાથી કહે છે. છ માસ તો પ્રભુ અભ્યાસ કર. તારા અંગ્રેજીના ને એલ.એલ.બી.ના