________________
૫૩
શ્લોક – ૩૪
ભાવાર્થ:-જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો ૫૨વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪.
શ્લોક - ૩૪ ઉ૫૨ પ્રવચન
હે ભવ્ય જીવ, તને બીજો અકાર્ય કોલાહલ કરવાથી, તે અકાર્ય છે, વિકલ્પ આદિ કાર્ય તારું નથી પ્રભુ, એ મિથ્યાત્વના પરિણામ એ તારું કાર્ય નથી. અકાર્ય કોલાલ તા૨ા કાર્યથી પ્રભુ એ અકાર્યનો કોલાહલ છે. પ્રેમથી એને કહે છે, પ્રભુ તું ચૈતન્યમૂર્તિ છો ને નાથ. આનંદનો નાથ પ્રભુ તું છો અંદર, એ આ પુણ્ય ને પાપના ભાવને તારા માનો છો, એ અકાર્ય છે, એ તારું કાર્ય નથી. ‘અકાર્ય કોલાહલેન’ એ અકાર્યના કોલાહલથી બસ થાવ, બસ થાવ. આહાહા ! સમજાય છે કાંઈ ? ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો ૨સકંદ છે. પ્રભુ તું એને આ રાગવાળો ને પુણ્યવાળો માને છો. પ્રભુ તું શું કરે છે આ. એ અકાર્યના કોલાહલમાં ક્યાં પડયો તું. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ આત્મા છે ને ભાઈ ! એને આ દયા, દાન, વ્રત ભકિતના પરિણામ પુણ્યના વિકારના એ મારા માનીને એ પ્રભુએ અકાર્ય કોલાહલ એ કાર્ય તારું નહિ એ કોલાહલમાં ગરી ગયો છો તું. સમજાણું કાંઈ ? આવી વાત છે. છે? અકાર્ય કોલાહલેન. અકાર્ય નામ નકામો કોલાહલ એટલે એ પુણ્ય મારા છે ને દયા દાનના વિકલ્પ મારા છે એ અકાર્ય કોલાહલ છે એ કાર્ય તારું નહી, અકાર્ય કોલાહલેન. પ્રભુ એ છોડી દે તું. તારો નાથ અંદર ચેતન્ય આનંદ સ્વરૂપ બિરાજે છે. એને તું માન અને એને તું જાણ. બાકી આવા એ પરિણામ વિકા૨ને પોતાના માની અકાર્ય કોલાહલ મફતનો તું કોલાહલ કરી રહ્યો છું. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૧૧૭ શ્લોક - ૩૪ તા. ૨૪/૧૦/૭૮ મંગળવાર આસો વદ - ૮
હે ભવ્ય ! એમ સંબોધન કર્યું છે. તું આમ કર એમ કીધું છે ને એટલે ભવ્ય લીધું. હે ભવ્ય ! તને બીજો અકાર્ય કોલાહલેન, રાગ એ મારું કાર્ય છે, રાગ એ હું છું. એવું અકાર્ય-કોલાહલેન, છોડી દે. શુભરાગ જે છે એ પણ નકામો અકાર્ય કોલાલ, એ મા૨ો છે, એ કાર્ય તારું નથી, એ તારું સ્વરૂપ જ નથી. ( શ્રોતાઃ- સ્વરૂપ નથી એ તો બરાબર છે પણ કાર્ય કોનું છે ? ) એનું કાર્ય નથી. રાગ એ અકાર્ય છે, અકાર્ય શબ્દનો અર્થ અહીં નકામો કર્યો છે, પણ એનો અર્થ, એ કામ એનું નથી. રાગ જે છે, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો કે ગુણગુણીના ભેદનો વિકલ્પ રાગ હો, એ અકાર્ય છે. એ નકામી ચીજ છે. જેને હિત ક૨વાનું હોય એની વાત છે બાપુ, બાકી તો રખડી રહ્યો છે અનંત કાળથી. અકાર્ય કોલાહલેન, કોલાહલ ક૨વાથી શો લાભ છે પ્રભુ તને.