SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક ૩૮ ૨૭૭ શુદ્ધનય નામ પરમ આત્મસ્વભાવના આશ્રયે થાય છે, એ શુદ્ધનયનો વિષય છે અગીયારમી (ગાથા)માં કહ્યું છે ને ! “વવહારોડભુદત્થો ભુદત્યો દેસિદો દુ સુદ્ધણઓ' ભૂતાર્થ છે તે શુદ્ધનય છે. ( વ્યવહારનય અભૂતાર્થ ) એ શુદ્ધનય છે ત્રિકાળીવસ્તુ છે એ શુદ્ધનય છે એમ કહેવું છે. પછી લીધું ત્રીજું પદ “ભુદત્થમસ્જિદો ખલુ સમ્માદિઠી વદિ જીવો' લીધું પણ પહેલું તો એ કે જે ત્રિકાળી વસ્તુ છે એ જ નિશ્ચયનય છે અને એ જ શુદ્ધનય છે. આહાહા! સમજાણું કાંઈ ? ઝીણો વિષય બહુ, ગજબ કર્યું છે! સાદી ભાષામાં કેટલી ગંભીરતા ! આવ્યું ને ઈ શ્લોક છે આડત્રીસ. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. ( શ્લોક – ૩૮ (૩૫નાતિ). निर्वर्त्यते येन यदत्र किञ्चित् तदेव तत्स्यान्न कथश्चनान्यत्। रुक्मेण निर्वृतमिहासिकोशं पश्यन्ति रुकमं न कथश्चानासिम्।।३८।। શ્લોકાર્થઃ- [વેન ]જે વસ્તુથી [શત્ર યઃ વિન્વિત્ નિર્વત્રંત] જે ભાવ બને, [તત્] તે ભાવ [તદ્ વ ચાત] તે વસ્તુ જ છે [ વાવન] કોઈ રીતે [ ન્યત ] અન્ય વસ્તુ નથી;[ ;]જેમ જગતમાં [ રુમેળ નિવૃત્તમ સિવોશં] સોનાથી બનેલા મ્યાનને [વાં પ7િ ] લોકો સોનું જ દેખે છે, [થqન] કોઈ રીતે [ન સિમ] (તેને) તરવાર દેખાતા નથી. ભાવાર્થ :- વર્ણાદિક પુદ્ગલથી બને છે તેથી પુદ્ગલજ છે, જીવ નથી. ૩૮. શ્લોક ૩૮ ઉપર પ્રવચન निर्वर्त्यते येन यदत्र किच्चित् तदेव तत्स्यान्न कथश्चनान्यत्। रुक्मेण निर्वृतमिहासिकोशं पश्यन्ति रुकमं न कथश्चानासिम्।। ३८ ।। આહાહા! જે વસ્તુથી જે ભાવ બને – જે વસ્તુથી જે ભાવ બને, તે વસ્તુથી તે ભાવ તે વસ્તુ જ છે. કોઈ રીતે અન્ય વસ્તુ નહીં. કોઈપણ પ્રકારે અન્ય વસ્તુ નથી. એમ કહે છે. જેમ જગતમાં સોનાથી બનેલા ( નિર્મિત થયેલા) મ્યાનને –સોનાથી માન થયું છે સોનાનું મ્યાન અને લોકો સુવર્ણ જ દેખે છે- સોનાના ખ્યાનને સોના તરીકે દેખે છે, એમાં તલવાર રહી છે એને તલવારને સોનામય દેખતા નથી. તલવાર ભિન્ન છે. સોનાનું મ્યાન ભિન્ન છે. આહાહા !
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy