________________
૨૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ નામકર્મની પ્રકૃતિ હો, પુદ્ગલની એમ નહીં. પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતાં હોવાથી પુગલ જ છે, જીવ નથી. ચૌદ ભેદ પુગલ જ છે. એકેન્દ્રિય-બેઈન્દ્રિય-ત્રણઈન્દ્રિયચોઈન્દ્રિય- પંચેન્દ્રિય, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત-અપર્યાપ્ત એ ચૌદ, ચૌદેય પુદ્ગલ છે. પર્યાપ્ત ને અપર્યાપ્ત જીવ, જીવ નથી. પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિ કરણ થઈને એ કર્મ એટલે કાર્ય થયું એ કારણથી એ પુદ્ગલ જ છે. શું કહ્યું? સમજાણું કાંઈ..?
નામકર્મ કરણ છે સાધન છે, એનાથી (થયેલી આ ચૌદ ભેદ કાર્ય છે. તો કરણથી (જે સાધનથી) કાર્ય થયું (અભિન્નતા હોવાથી) એ પુદ્ગલ જ થયા, નામકર્મ પુદ્ગલ છે તો (એ) ભેદ પુગલથી થયા, ત્યાંથી ઉપાડયું છે. જીવસ્થાનો થી (કહ્યું છે) જીવ, જીવસ્થાન નથી. જીવ ભગવાન આત્મા, એ જીવસ્થાનમાં નથી. હવે જીવના (જે, જે ) પ્રકાર ભેદમાં એ જીવ નહીં. એથી તો આ દૃષ્ટાંત લીધું કે નામકર્મ (પ્રકૃતિ) કરણ થઈને સાધન થઈને એ પર્યાપ્ત, અપર્યાપ્તનું કાર્ય થયું છે. એ તો પુદ્ગલ છે- નામકર્મ પુદ્ગલ છે તો એનું કાર્ય પણ પુદ્ગલ છે, જીવ નહીં.
નામકર્મની પ્રકૃતિઓને પુદ્ગલમયતા આગમથી પ્રસિદ્ધ છે, પુદ્ગલમયતા પુદ્ગલમય આગમથી પ્રસિદ્ધ છે. નામકર્મ છે ને પુદ્ગલ જડ આગમથી પ્રત્યક્ષ પ્રસિદ્ધ છે, (એ) પુદ્ગલ છે, એને જાણવાથી (અનુભૂતિથી) પુદ્ગલ છે, અનુમાનથી પણ જાણવામાં આવે છે. કેમ કે પ્રત્યક્ષ દેખાય- દેખાવાવાળા શરીર આદિ આ રહ્યું છે એ મૂર્તિક છે. તો એ કર્મ-પ્રકૃતિઓનું કાર્ય છે-જડનું કાર્ય છે.
આહા!બાદરપણું, સૂક્ષ્મપણું, એકેન્દ્રિપણું, બેઇન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું, પર્યાપ્ત-અપર્યાપ્ત (આદિ પ્રકાર) એ તો પુદ્ગલ પ્રત્યક્ષ છે. એ પુગલનું કાર્ય છે, પ્રત્યક્ષ દેખાય એવું શરીર આદિ મૂર્તિકભાવ છે. એથી કર્મપ્રકૃતિઓનું કાર્ય છે. એથી કર્મપ્રકૃતિ પુદ્ગલમયી છે- પુદ્ગલમય છે. (માત્ર) પુદ્ગલ છે એમ નહીં. ત્રણ વાર કહ્યું-પુદ્ગલમયપણું -પુગલમયતા ત્રણવાર આવ્યું.
એવું અનુમાન થઈ શકે છે, અનુમાન થઈ શકે છે, અને પ્રકૃતિ જડ છે તો એનું કાર્ય જડપુગલમય, એ પણ સિદ્ધ થાય છે. એ પ્રકારે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન (હાડકાં) એ પુદ્ગલમય, નામકર્મની પ્રકૃતિઓ દ્વારા રચિત (-રચાયેલા ) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે.
એ પુદ્ગલ એમય છે, એટલા માટે માત્ર જીવસ્થાનોને પુગલમય કહ્યા છતાં આ બધાને પણ પુગલમય સમજવા જોઈએ, આ ઉપરનો શબ્દ, એટલા માટે વર્ણાદિક જીવ નથી, એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. લ્યો ! આ તો નિશ્ચયનયનો સિદ્ધાંત (કહ્યો !) ઓલા કહે નિશ્ચયનયા સિદ્ધને હોય. આહાહા! બહુ ફેર આખો! વસ્તુ સ્થિતિ એવી છે. ત્યાં કહ્યું તેના પાછા વખાણ કર્યા લોકોએ બધાએ-વ્યવહાર સાધકને હોય ને નિશ્ચય હોય જ નહીં, નિશ્ચય તો સિદ્ધને હોય (આવી પ્રરૂપણા !) અહીં તો કહે છે કે નિશ્ચયનયથી આ હોય નહીં, સમ્યગ્દર્શન પણ આ નિશ્ચયના આશ્રયથી સ્વભાવના આશ્રયે થાય છે. એ નિશ્ચય છે. શુદ્ધનય આવ્યું ને ૧૧મી ગાથામાં શુદ્ધનયને આશ્રય-નિશ્ચયનયને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. (ત્યાં) શુદ્ધનય લીધો છે, શુધ્ધનય કહો કે નિશ્ચય(નય)-પરમ નિશ્ચય. તો તો અહીં સમ્યગ્દર્શન થાય છે એ જ