________________
૨૭૫
ગાથા – ૬૫-૬૬
ટીકા-નિશ્ચયનયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે (-થાય છેતે તે જ છે- એમ સમજીને (નિશ્ચય કરીને), જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું (-થતું) હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેંદ્રિય, દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય, પર્યાય અને અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતાં (-થતાં) હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. અને નામકર્મની પ્રકૃતિઓનું પુગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મપ્રકૃતિઓનાં કાર્ય હોવાથી કર્મપ્રકૃતિઓ પુગલમય છે એમ અનુમાન થઈ શકે છે.
એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનન-તેઓ પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓ વડે રચાયાં (બન્યાં) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે; તેથી, માત્ર જીવસ્થાનોને પુદ્ગલમય કહેતાં, આ બધાં પણ પુદ્ગલમય કહ્યાં સમજવાં. માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચયનયનો સિધ્ધાંત છે.
ગાથા ૬૫-૬૬ ઉપર પ્રવચન એ પ્રકારે આ સિદ્ધ થયું કે રંગ, રાગ અને ભેદ જીવ નહીં. એ હવે કહે છે.
एकं च दोणिण तिण्णि च चतारि य पंच इंदिया जीवा वादस्णज्जत्तिदरा पयडीओ णामकम्मस्स।।६५।। एदाहि य णिव्वता जीवढाणा उ करणभूदाहिं
जयडीहिं णोग्गलमइहिं ताहिं कहं भण्णदे जीवो।।६६ ।। અહીં જીવઠાણા નાખે છે (કહે છે), હવે જીવસ્થાન પણ પુદ્ગલ છે, જીવસ્થાન, માર્ગણાસ્થાન એ પુદ્ગલ છે (આહા!) જીવસ્થાન, ગુણસ્થાન પુદગલ છે. અહીં પાધરો દાખલો એ આપ્યો. હરિગીત.
જીવ એક-દ્વિત્રિ-ચતુર-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫ પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતા અરે,
રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬ ટીકા-નિશ્ચયનયથી કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી કાર્યને કરણની અભિન્નતા હોવાથી, કરણ નામ સાધન અને કર્મ નામ કાર્ય, કર્મ (કાર્ય) ને કરણની અભિન્નતા હોવાથીજે જેના વડે કરાય છે તે તે જ છે- એમ સમજીને નિશ્ચય કરીને, જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું (થતું) હોવાથી સોનાનું પાંદડુ પત્ર, સોનાથી જ કરાય છે. પત્ર સુવર્ણપત્ર સુવર્ણથી, સુવર્ણપત્ર હો, સુવર્ણનુ પાનું પત્ર સુવર્ણથી કરાતું હોઈ સુવર્ણ જ છે. સુવર્ણથી પાનું થયું તો તે સુવર્ણ જ છે. બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, નિંદ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મની પુગલમયી