________________
૨૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એવી રીતે રંગ, રાગ ને ભેદ એ પુદ્ગલથી થયા છે, એનાથી ભગવાન તો ભિન્ન છે. એમ કહે છે. ઈ તલવાર જેમ સોનાના મ્યાનમાં ભિન્ન છે (એમ આત્મા ભિન્ન છે.).
સોનાનું મ્યાન લોકો સોનાને દેખે છે, સોનાના ખ્યાનને દેખે છે (ત્યારે પણ લોકો ) તલવારને (સોના તરીકે) નથી જોતા, એમ જ ભેદ, રંગ ને રાગ એ પુદગલકર્મથી થયા છે, તો એને પુદ્ગલ (તરીકે ) દેખે છે. ભેદ, રંગ ને રાગથી ભિન્ન અભેદને (જીવન) નથી દેખતા, અભેદતલવાર જેમ (મ્યાનથી) ભિન્ન છે એમ અભેદ (આત્મા) રંગ, રાગ ને ભેદથી ભિન્ન છે. હવે વાણિયાને આવો નિર્ણય કરવા વખત મળે નહીં, સંસાર આડે ! ( શ્રોતા - વાણિયા જ સાંભળવા આવે છે ને!) વાણિયાને (જૈનધર્મ) મળ્યો છે ને અત્યારે તો!
શું કહ્યું? કે મ્યાનમાં સોનાનું માન છે તો લોકો મ્યાનને સોનાનું છે એમ જુએ છે, તલવારને નથી જોતા, સોનાની તલવાર છે એમ કહે છે પણ એ સોનાની તલવાર છે? (ના) એવી રીતે ભગવાન આત્મા એને ભેદ, રંગ રાગ એ સોનાનું માન છે એ રીતે છે, એ પુદ્ગલના છે, પુદ્ગલથી થયા છે માટે પુગલ છે. એને આત્મા છે એવું નથી દેખતા. આહાહા ! સમજાણું કાંઈ? સૂક્ષ્મ ભારે ભાઈ ! એક એક ગાથા ! સોનાની તલવારને લોકો સોનું છે (એમ) દેખે છે, તલવારને (સોનાની છે) એમ નથી જોતા, એમ આત્મામાં જે રંગ, રાગ ને ભેદ દેખાય છે એ પુદ્ગલ છે ને જેમ મ્યાનથી તલવાર ભિન્ન છે એમ આત્મા પુદ્ગલથી (રંગ, રાગ ને ભેદથી) ભિન્ન છે. કહો દેવીલાલજી! આવી વાત ક્યાં છે? આ પરમ સત્ય-આત્મખ્યાતિ છે ને આ ટીકાનું નામ ! આહાહા!
ભેદ, રંગ ને રાગ એ સોનાના માનની જેમ, તેને મ્યાન તો સોનાનું છે ( એમ લોકો) દેખે છે, ઈ તલવાર છે સોનાની એમ નહીં. આહાહા ! એમ ભેદ, રંગ ને રાગ પુદ્ગલના છે, એ પુગલના છે એમ દેખે છે, એનાથી ભગવાન આત્મા ભિન્ન (છે એને લોકો) નથી દેખતા, (પરંતુ ) આ આત્માના છે ભેદ આદિ એમ નથી જોતા. આવી વાતું ઝીણી, અરે! કેટલું.... યોગ્યતા કેટલી અંદર જોઈએ!
કહે છે સોનાના મ્યાનને કોઈ તલવાર સોનાની કહે છે એ તો વ્યવહાર-ઉપચાર છે, એ વસ્તુ નહીં. એવી રીતે ભગવાન આત્મામાં, શરીર-વાણી-મન, રંગ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ અને ભેદ એ પુદ્ગલથી બન્યા છે તેથી પુગલના છે એમ દેખે છે, જીવના છે એવું નથી. આવી વાતું છે હવે ક્યાં પહોંચવું ભાષા એવી આવે શાસ્ત્રમાં એકેન્દ્રિયજીવ, બેઇન્દ્રિયજીવ, પર્યાપ્તજીવ, અપર્યાપ્તજીવ, જુઓ! એ જીવ નથી. છ કાયના જે જીવ (કહ્યાં છે એ) જીવ નહીં, જીવ તો જ્ઞાનસ્વરૂપ છે કે નહી અંદર? આહાહા ! હજી તો અહીં નવતત્ત્વમાં જીવતત્ત્વ કેવું છે, એની આ વાત ચાલે છે. આહાહા !
એ જીવતત્ત્વને, ભેદ, રંગ ને રાગથી જાણો તો એ પુદ્ગલ છે એમ કહે છે. ભગવાન તો એનાથી નિરાળો-ભિન્ન છે. વર્ણાદિ પુદ્ગલ રચિત છે. ભેદ, રંગ ને રાગ પુદ્ગલરચિત છે એટલા માટે એ પુદ્ગલ જ છે, જીવ નહીં.
(હવે) બીજો કળશ, ૩૯ હવે આમાં તો ગુણસ્થાનનેય ભેગાં નાખ્યાં છે, તો ઓલામાં તો ત્રણેય આવ્યા પણ.... કળશ અગણચાલીશ.