________________
PI
- સમયસાર સિદ્ધિ ભાગ-૩ [ અધ્યક્ષે મદસા નિત્ય-વિનં] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [ ધીરોવારમ] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ ) છે અને તેથી [સનાનં] અનાકુળ છે-સર્વ ઇચ્છાઓથી રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ-એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે.
ભાવાર્થ-આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩.
પ્રવચન નં. ૧૧૨
તા. ૧૯/૧૦/૭૮ ગુરુવાર આસો વદ-૩ સં. ૨૫૦૪ (શ્રી સમયસાર જીવ અધિકારની પૂર્ણતાના ૩ર કળશ પછીના પારાનું પ્રવચન છે.)
સમયસાર પહેલો જીવ અધિકાર. શબ્દ છે જીવઅજીવ અધિકાર નામે પણ ખરેખર એ જીવઅધિકાર છે, જીવનું છે પણ સ્વરૂપ વાસ્તવિક શું છે એ કહ્યું. આ રીતે આ સમયપ્રાકૃત ગ્રંથમાં પહેલાં જીવઅજીવ અધિકાર બે ભેગા લીધા છે. ને આમ તો જીવ અધિકાર છે કળશ ટીકામાં આને જીવ અધિકાર લીધો છે. આ અહીંથી અજીવ અધિકાર છે. અધિકારમાં ટીકાકારે પૂર્વરંગ સ્થળ કહ્યું, સંસ્કૃતમાં છે ને, મૂળ સંસ્કૃત્તમાં આત્મખ્યાતો પૂર્વગઃ સમાસઃ સંસ્કૃત્તમાં છેલ્લો શબ્દ છે.
જીવઅજીવ અધિકારમાં જીવનો પૂર્વરંગ સ્થળ જીવનું વાસ્તવિક આનંદ પૂર્ણસ્વરૂપ જ્ઞાયકભાવ, એ વાસ્તવિક જીવનું સ્વરૂપ એનું અહીંયા વર્ણન કર્યું-ટીકાકારે એમ લીધું છે ને રંગસ્થળ પામ્યા છે. પૂર્વ રંગસ્થળ સમાપ્ત ટીકાકારે અમૃતચંદ્રાચાર્ય. અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. જોયું, આ રંગ કીધું ને? પાઠમાં છે ને અહીં સંસ્કૃત પૂર્વરંગ, રંગભૂમિ રચવામાં આવે છે જમીન. જ્યાં આગળ નાચ કરવો હોય એવી રંગભૂમિ અખાડો કહે છે ને અત્યારે “ત્યાં જોનારા નાયક અને સભા હોય છે” જોનારા નાયક સમકિતી અને સભા મિથ્યાષ્ટિની હોય છે વિગેરે. નાટક કરનારા હોય છે ત્રીજા, જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ વર્ણવે છે. શુંગાર (આદિ) આઠ રસ છે ને એનું વર્ણન નાટકમાં આવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરૂણા, વીર, ભયાનક, બિભત્સ અને અભૂત એ આઠ રસ છે એ લૌકિક રસ છે.
બાકી તો ઉતાર્યા છે આઠ બનારસીદાસે લોકોત્તરમાં ઉતાર્યા છે પણ અહીં આ લૌકિકમાં અહીં શાંત રસ સિદ્ધ કરવો છે. શાંત શાંત શાંત એ અપેક્ષાએ લૌકિક છે, નાટકમાં તેમનો જ અધિકાર છે, નવમો શાંત રસ એ અલૌકિક છે. વીતરાગભાવ એવો શાંત રસ આત્માનો, એ અલૌકિક છે, જે શાંત સ્વભાવ જે ત્રિકાળી ભગવાન આત્મા જિનબિંબ, શાંતબિંબ એનો આશ્રય લઈને પરિણમનમાં શાંત-શાંત અકષાય સ્વભાવ વીતરાગ પરિણમન એને અહીંયા શાંતરસ કહે છે, એ શાંતરસ એ આનંદરસ એ સ્વરૂપરસ, એ અભૂતરસ એને પછી અનેક પ્રકારે ઉતાર્યા છે.