SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક – ૩૩ U - परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર ( શ્લોક - ૩૩ ) अथ जीवाजीवावेकीभूतौ प्रविशतः। (શાર્દૂલવિક્રીડિત) जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदान् आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत्।।३३।। હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય-એ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે. ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યજ્ઞાન પ્રગટ થાય છે-એ અર્થરૂપ કાવ્ય કહે છે શ્લોકાર્થ- [જ્ઞાનં] જ્ઞાન છે તે [મનો વિયત્] મનને આનંદરૂપ કરતું [ વિસતિ] પ્રગટ થાય છે. કેવું છે તે? [પાર્ષવાન] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [ નીવ નીવ-વિવે-પુષ્પન-દશા ] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્વળ નિર્દોષ દેષ્ટિ વડે [પ્રત્યાયયત] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [ભાસંસાર-નિવ- ઉન-વિધિ-વ્વસાત] અનાદિ સંસારથી જેમનું બંધન દેઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [ વિશુદ્ધ ]વિશુદ્ધ થયું છે, [cત]ફૂટ થયું છેજેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [માત્મ- મમ્] જેનું રમવાનું કીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત શેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [ગનન્તધામ] જેનો પ્રકાશ અનંત છે;
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy