________________
શ્લોક – ૩૩ તે અલૌકિક છે નૃત્યમાં તેનો અધિકાર નથી, નાટકના અધિકારમાં શાંતરસનો અધિકાર નથી.
નાટક હોય છે ને? ઘણાં જોયા છે ને નાટક અમે નાની ઉંમરમાં એમાં પહેલો નારદ આવે નારદ, નાટકમાં “બ્રહ્મા સુત હું નારદ કહાવું, જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું” એવું આવે મોઢા આગળ. પાટણીજી! નાટકેય જોયા છે બધુ ઘણું દુકાનના ધંધા હતા તે વેપાર કરવા જતા માલ લેવા, રાત્રે નવરાશ હોય નાટકમાં જઈએ પણ એ વખતે એ વૈરાગ્યના નાટક હતા હોં. આ નારદ આવે આમ કરીને જ્યાં કુસંપ હોય ત્યાં સંપ કરાવું એવો હું નારદ છું એમ કહે છે. અહીં તો જ્યાં સંપ હોય એનો નાશ કરાવીને શાંત રસ પ્રગટ કરાવું. આહાહા! એવો આમાં અધિકાર છે.
આ રસોના સ્થાયીભાવ એ રસોની વ્યાખ્યા છે, સાત્વિક ભાવ. અનુભાવીક ભાવ, વ્યભિચારી ભાવ અને તેમની દૃષ્ટિ આદિનું વર્ણન રસ ગ્રંથમાં છે ત્યાંથી જાણવું, અહીં એનું કામ નથી.
સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે, કે જ્ઞાનમાં જે શેય આવ્યું, હવે આ રસ છે, જ્ઞાનમાં જે શેય આવ્યું, ભગવાન જ્ઞાનસ્વરૂપ છે, એમાં જે કાંઈ શેય આવ્યું, સમુચ્ચય વાત છે, તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય, અને અન્ય ઈચ્છા ન રહે તે રસ છે. એ સમુચ્ચયની વાત છે આઠેય રસની. શૃંગારરસ આદિ હોય પણ જે જ્ઞાનમાં એ આવ્યું અને તેમાં લીન થઈ ગયો અને બીજા ભાવની ઈચ્છા ન રહી એનું નામ અહીંયા રસ કહેવામાં આવે છે. આઠ રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે છે. અહીં તેનું વર્ણન કરતાં કવીશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે છે ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્ય ભાવ રસોનો અંગ હોવાથી રસવત-રસવત આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે.
આંહી પ્રથમ રંગભૂમિ સ્થળ (કહ્યું,) ત્યાં જોનારા તો સમ્યગ્દષ્ટિ પુરુષ છે. જીવ અને અજીવમાં જીવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાતાદેષ્ટા કહ્યું, ક્રમબદ્ધમાં એ આવ્યું ને? ક્રમબદ્ધ, દરેક જીવની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમયે જે થાય તે તે સમયે ક્રમબધ્ધ (થાય) તેને ક્રમમાં. હવે ત્યાં પણ વર્ણન કર્યું ક્રમબદ્ધમાં અકર્તાપણાનું. અકર્તા જે કાંઈ થાય તે કાર્યનો કર્તા નહીં. ત્યારે એનો અર્થ ઈ થયો કે જ્ઞાતાદેષ્ટા થયો. ક્રમબદ્ધની પર્યાયમાં જ્ઞાતાદેષ્ટા, કેમ કે કોઈપણ વાક્ય વીતરાગનું છે, તેનું તાત્પર્ય તો વીતરાગતા છે, તો ક્રમબદ્ધમાં તાત્પર્ય વીતરાગતા છે, ક્રમબદ્ધનો નિર્ણય જ્યાં થાય છે ત્યાં જ્ઞાતાદેષ્ટા થઈ જાય છે, આવી વાત છે. અને જ્ઞાતાદેષ્ટા થતાં, જે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા તે ત્યાં પ્રગટ થાય છે. અને તે વીતરાગતા પ્રગટ થાય તે પહેલેથી આવી ગયું કે એ સ્વ ત્રિકાળી દ્રવ્ય છે તેને આશ્રયે થાય. એટલે ક્રમબદ્ધના નિર્ણયમાં પણ જ્ઞાતાનો નિર્ણય થવો તે તેનું તાત્પર્ય છે. આહાહાહા ! આવી વાત છે.
એ અહીં કહે છે. જોનારા સમ્યગ્દષ્ટિ પુરુષ છે જ્ઞાતાદેષ્ટા છે એમ કહે છે. સ્વાંગ અનેક પ્રકારના આવે પણ જોનારા સમ્યગ્દષ્ટિ તેને જાણનાર દેખનાર તરીકે દેખે જાણે છે. અજીવનો રંગસ્થળ આવે, કર્તાકર્મનો આવે, પણ તેમાં એણે એ બધામાંથી જાણનાર દેખનાર એવા ભાવને જાણે છે. સમ્યગ્દષ્ટિ ગમે તેવા પ્રસંગમાં હો, ગમે તેવા કર્તા કર્મ, અજીવ આદિ આસવ બંધ આદિ કાળમાં હો. એ પોતે જ્ઞાતાદેષ્ટા તરીકે સમ્યગ્દષ્ટિ તે સ્વાંગને જાણે છે. બંધના સ્વાંગને પણ જાણે, મોક્ષના સ્વાંગને પણ જાણે. જોનારા સમ્યગ્દષ્ટિ છે. ઓહોહો ! ત્યાં સમ્યગ્દષ્ટિ પુરુષ જોનારા છે.