________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એટલે કે જે કોઈપણ સ્વાંગ અજીવનો હોય, આસ્રવનો, બંધનો, મોક્ષનો હોય તેને તો ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ, રાગાદિનો ભાવ આવે પણ સમ્યગ્દષ્ટિ જીવ તેને જોનાર છે. એ જોનાર છે તે જ ખરેખર નાયક છે. સમજાણું પહેલાં કહ્યું હતું ને જોનારા નાયક, છે ને પહેલાં? અને સભા છે મિથ્યાષ્ટિની, હેં? છે ને એમાં આવી ગયું! અહીં આવી ગયું જુઓને, તેમજ બીજા મિથ્યાષ્ટિ પુરુષોની સભા છે, ત્યાં સભા શબ્દ લીધો'તો ને પહેલો એનો અહીં ખુલાસો કરી નાખ્યો.
પહેલાં હતું ને જોનારા નાયક અને સભા હોય બે વાત. એ જોનારા સમ્યગ્દષ્ટિ એમ ન્યાં ખુલાસો કર્યો. ભાઈ હિંમતભાઈ ! જોનારા નાયક અને સભા. એનો અહીંયા ખુલાસો કર્યો, કે જોનારા સમ્યગ્દષ્ટિ અને સભા મિથ્યાદેષ્ટિની, તેમને બતાવે છે. સમ્યગ્દષ્ટિ વાસ્તવિક સ્વાંગના જોનારા ને દેખનારા છે, એ મિથ્યાષ્ટિની સભા છે તેને બતાવે છે. તેથી લીધું હતું ને અપ્રતિબુદ્ધ શિષ્યને ગુરુ સમજાવે છે. અહીં સમ્યગ્દષ્ટિ જીવ લીધો છે, શરૂઆતથી વાત લીધી છે. નૃત્ય કરનારા જીવઅજીવ પદાર્થ છે જીવ અને અજીવ બે,-બે નૃત્ય કરનારા, બદલનારા-પરિણમનારા પોતપોતાની અવસ્થાએ ત્યાં પરિણમનારા ત્યાં બે પદાર્થ છે. અને બંનેનું એકરૂપ. એવો સ્વાંગ આવે છે. જીવમાં પણ રાગ અને શરીર એનાં ભેગાં એવો સ્વાંગ આવે છે. કર્તા-કર્મપણું. પર કાર્ય અને જીવ કર્તા, રાગ કાર્ય અને જીવ કર્તા એવો સ્વાંગ આવે છે. આદિ તેમના સ્વાંગ છે તેમાં તેઓ પરસ્પર અનેકરૂપ થાય છે. આઠ રસરૂપ થઈ પરિણમે છે તે નૃત્ય છે. ત્યાં સમ્યગ્દષ્ટિ જોનાર જીવઅજીવના ભિન્ન સ્વરૂપને જાણે છે. આ વાત છે આંહી. ભલે કહે છે કર્તા કર્મનો સ્વાંગ આવે, રાગ કાર્ય અને આત્મા કર્તા એવો સ્વાંગ આવે છે. જીવની સાથે રાગનો–અજીવના સંબંધનો સ્વાંગ આવે બેને જુદા જાણે છે, ધર્મી જીવ, સમ્યગ્દષ્ટિ જીવ, ભિન્ન સ્વરૂપને જાણે છે. આંહી વજન અહીં છે. રાગ સમ્યગ્દષ્ટિને પણ આવે, આવ આવે પણ તે સ્વાંગને આત્માથી ભિન્ન જાણે છે. સમજાણું કાંઈ? તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી અજીવપણું અંદર આ દેખાય, રાગ દેખાય, એ બધું કર્મકૃત જાણી શાંત રસમાં મગ્ન છે. ચાહે તો જીવમાં રાગ આવે, દ્વેષ આવે, વિષયની વાસના આવે, દયા દાનનાં વિકલ્પ આવે તેને સમ્યગ્દષ્ટિ જીવ શાંતરસમાં રહીને જાણે છે. ભારે નાટકની ઉપમાથી કહ્યું ને? રંગભૂમિ સ્થળ કહ્યું. એ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં મગ્ન છે. રાગાદિ દયા, દાન ને કામક્રોધનાં વિકલ્પો આવે, પણ તે બધો કર્મકૃત સ્વાંગ છે, મારો સ્વાંગ નહીં. હું તો જ્ઞાયક સ્વરૂપ છું. એવી એકાગ્રતામાં શાંત રસમાં રહી અને કર્મકૃત ભાવોને જાણે છે. આવી વાત છે. અજબ છે વાતું.
જ્યાં હોય રાગ અને દ્રષના ભાવ એવા સ્વાંગને પણ સમકિતી, કર્મકૃત જાણીને, રાગને તે કર્મકૃત છે એમ જાણીને, પણ રહે છે શેમાં? એ પોતાની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિમાં, આવી વાત છે. “સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંત રસમાં જ મગ્ન છે” ભગવાન આત્મા આનંદ ને શાંત રસનો પિંડ પ્રભુ એકલો જ્ઞાયક ને આનંદ એવો ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ, એનું જેને સમ્યક પ્રત્તીત ભાન થયું અનુભવમાં, એ જીવ તો રાગાદિ આવે કર્મકૃત આવે અજીવનો સંયોગ દેખાય એ રાગ એ ખરેખર તો અજીવ છે, આત્માનું સ્વરૂપ વર્ણવ્યું. ને હવે વર્ણવશે કે આ આમાં નથી, આ આમાં નથી, અજીવ નથી, રાગ નથી, શરીર નથી, વાણી નથી, ગુણસ્થાન નથી, માર્ગણા સ્થાન નથી, એમ એ અજીવનું વર્ણન, જીવમાં આ નથી, એમ કરીને એનું વર્ણન કરશે. આહાહાહા!