________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩
[ભાવાર્થ:-ચૈતન્યસ્વભાવરૂપ જીવ, સર્વ ૫૨ભાવોથી જુદો, ભેદજ્ઞાનીઓને અનુભવગોચ૨ છે; તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. ]
૩૦
ગાથા ૪૪ ઉ૫૨ પ્રવચન
આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, આઠ કીધાને આઠ એ બધાય, વિશ્વને સમસ્ત પદાર્થને સાક્ષાત્ દેખનારા ભગવાન સર્વજ્ઞ વીતરાગ જૈન ૫૨મેશ્વ૨ અર્હતદેવો વડે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી એ શુભઅશુભ ભાવ એ પુદ્ગલ દ્રવ્યના પરિણામ, જીવના નહીં. એ સુખદુઃખની કલ્પના એ પુદ્ગલના પરિણામ છે, પ્રભુ જીવના નહીં, એના હોય તો જુદા પડે નહીં, જુદા પડે તે એના નહિ. લોજીકથી ન્યાયથી પકડવું પડશે કે નહિ ? અરેરે ! અનંતવા૨ મનુષ્યપણા મળ્યા, અનંતવાર સાધુ દિગંબર મુનિ પણ થયો, પણ આ આત્મા અંદર રાગથી ભિન્ન ચિદાનંદ પ્રભુ એવી દૃષ્ટિ કરી નહીં. આહાહા ! એ કહે છે
પુદ્ગલદ્રવ્યના પરિણામ જોયું, પુદ્ગલદ્રવ્યના પરિણામમય એમ કહ્યું છે ! આહાહા... એ ચૈતન્યમય નહીં, શુભઅશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ એ પુદ્ગલદ્રવ્યના પુદ્ગલમય પરિણામ, જડના પરિણામ છે એ. ભગવાન ચૈતન્ય જ્યોતના નહીં, આકરી વાત છે ભાઈ. ભગવાન જિનેશ્વરદેવ, સર્વજ્ઞ ૫૨મેશ્વરે એમ કહ્યું છે, એમ તો ભગવાનનો આધાર આપીને કહે છે, એને તો પુદ્ગલ દ્રવ્યના પરિણામમય એ શુભઅશુભ ભાવ, શરીર, આઠ કર્મ એ બધા પુદ્ગલમય પરિણામ છે. એ ચૈતન્યના પરિણામ નહીં. એ ચૈતન્યની જાત નહીં. એ પુણ્ય-પાપ ને શ૨ી૨ એ તો કજાત છે. એ તો પુદ્ગલદ્રવ્યના પરિણામમય, નિમિત્ત પુદ્ગલ છે ને ? નિમિત્તને આધીન થયેલા ભાવ, એ બધા પુદ્ગલમય છે એમ કીધું છે અહીં, શરી૨ જેમ પુદ્ગલ, આઠ કર્મ પુદ્ગલના પરિણામ, એમ શુભઅશુભ ભાવ પણ પુદ્ગલના જ પરિણામ જડના તેમ સુખદુઃખની કલ્પના એ પણ પુદ્ગલ જડના જ પરિણામમય, પરિણામમય. આહાહાહા !
તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય, તેઓ એટલે પુણ્ય પાપના ભાવ, શુભઅશુભ ભાવ, કર્મ, શ૨ી૨ એ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. ભગવાન ચૈતન્ય જ્યોતિ જાણક દેખન સ્વભાવનો પ્રભુ. એ જીવદ્રવ્ય થવા ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય, જીવદ્રવ્ય કેવો ? ચૈતન્ય સ્વભાવમય, ભગવાન આત્મા કેવો ? કે ચૈતન્ય સ્વભાવમય ચૈતન્ય સ્વભાવવાળો એમેય નહીં, ચૈતન્ય સ્વભાવમય, જાણક દેખન સ્વભાવમય ભગવાન આત્મા છે અંદર. અને એ પુણ્યપાપના ભાવ પુદ્ગલ પરિણામમય આ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય તો આ પુણ્યપાપના ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના એ પુદ્ગલ પરિણામમય બે ભિન્ન પાડી દીધા. આહાહાહા ! છે એની પર્યાયમાં થતાં, પણ એનો સ્વભાવ નથી ને ? ભગવાન આત્મામાં અનંત ગુણો છે, આત્મામાં સચ્ચિદાનંદ જ્ઞાન દર્શન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા એવા અનંત ગુણો છે પણ તે કોઈ ગુણ વિકા૨૫ણે થાય એવો કોઈ ગુણ નથી. એથી એમ કહ્યું કે જીવદ્રવ્ય તો, ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય, તે પુદ્ગલદ્રવ્યમય પરિણામ થવાને સમર્થ નથી. આવું ઝીણું પડે લોકોને. નવ્વાણું (ની સાલ ) ૩૫ વરસ થયા દરબાર, ચુડા પહેલાં, તમે પણ ચુડા કેવા છો ? અટક પણ એવી છે ચુડાસમા. (રાખેંગારના વંશવાળા છે)
-