________________
ગાથા – ૪૪
૩૧ “આ તો સિદ્ધ સમાનના વંશવાળો છે પ્રભુ” સિદ્ધની જાત છે ને! નમો સિદ્ધાણે એના કુળની જાતવાળો છે પ્રભુ તો. એ તો શરીરની વાત છે ને વ્યાખ્યા, વાત એવી બહુ મીઠી મધુરી બહુ.
ભગવાન ચૈતન્યમય જીવદ્રવ્ય જ્ઞાન સ્વભાવી જીવદ્રવ્ય, આનંદમય જીવદ્રવ્ય એ સુખ દુઃખના પરિણામ પુદ્ગલપરિણામમય એ જીવદ્રવ્ય એ રીતે થવાને સમર્થ નથી, બહુ સરસ વાત છે બે. એકકોર રામ ને એકકોર ગામ. એકકોર આત્મારામ આનંદનો ધામ ચૈતન્યમૂર્તિ ભગવાન. ભગવાન એક વાર સાંભળ તો ખરો પ્રભુ એ ચૈતન્યમય, ચૈતન્ય સ્વભાવમય જીવ-દ્રવ્ય, એ પુદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી તે ચૈતન્ય સ્વભાવ જીવદ્રવ્ય એ રૂપે થવાને સમર્થ નથી. આહાહાહા ! એ પુણ્યના પરિણામપણે ચૈતન્યમય જીવદ્રવ્ય, પુણ્યના પરિણામ દયા, દાનના, એ પુદ્ગલ પરિણામમય એ જીવ પોતે ચેતન્યમય દ્રવ્ય તે પુદ્ગલના પરિણામમય થવાને લાયક નથી. સાંભળવા જ હજી માંડ કોક દિ' મળે, આખો દિ' કડાકૂટા ધર્મને બહાને પણ આ કરો ને આ કરો, દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, અરે પ્રભુ કહે છે અહીં કુંદકુંદાચાર્ય, સર્વજ્ઞની વાણીથી, એ કીધુંને સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે, ત્રિલોકનાથ સીમંધર ભગવાન બિરાજે છે, વર્તમાનની વાત છે ને ! વર્તમાન સંત મુનિ કહે છે ને ! કે એ સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ એની વાણીમાં આમ આવ્યું છે પ્રભુ એ શુભઅશુભ ભાવ અને સુખ-દુઃખની કલ્પનાનો ભાવ એ પુદ્ગલ પરિણામમય, પુદ્ગલ પરિણામમય, પુગલ સાથે તન્મય એ પરિણામ ચૈતન્યમય જીવદ્રવ્ય થવાને સમર્થ નથી. કહો પાટણીજી!
(શ્રોતા- એ બધા વિકારી ભાવોને પુદ્ગલ કહે છે). એકકોર રામ આત્મારામ સચ્ચિદાનંદ પ્રભુ, એક બાજુ પુણ્ય પાપ કામ ક્રોધ શરીર બધા પુદ્ગલ જડ જડ, કેમ કે એ શુભભાવ હો. દયા, દાન, વ્રતનો પણ એ રાગ કાંઈ પોતાને જાણતો નથી કે અમે રાગ છીએ, જાણે છે ઈ ? રાગ જાણે ? રાગમાં જાણવાની તાકાત ક્યાં છે? તો ચૈતન્યમય જીવદ્રવ્ય રાગમાં જાણવાની તાકાત નથી એવો જડ એ ચૈતન્યમય જીવદ્રવ્ય થવાને સમર્થ નથી. ન્યાયથી લોજીકથી. આહાહાહા !
ફરીને, આમાં કાંઈ પુનરુક્તિ ન લાગે. સર્વ વિશ્વને દેખનારા સર્વજ્ઞ ભગવાન વીતરાગ પરમાત્મા, વર્તમાનમાં તો ભગવાન સીમંધર પ્રભુ મહાવિદેહમાં બિરાજે છે, આ સામાયિક વખતે આજ્ઞા લે છે ને પણ ક્યાં એને ખબર છે ભગવાન કોણ છે? ( શ્રોતા:- આ શ્વેતાંબરના શાસ્ત્રમાં સીમંધરનું નામ નથી). શ્વેતાંબરમાં નથી. સીમંધર પરમાત્મા મહાવિદેહમાં સમવસરણમાં વર્તમાન બિરાજે છે. ૫૦૦ ધનુષ્યનો દેહ છે. એ ભગવાન સર્વને વિશ્વને દેખનારા વિશ્વ નામ સમસ્ત પદાર્થ લોકાલોકને દેખનારા, સાક્ષાત્ દેખનારા, સમસ્ત પદાર્થોને સાક્ષાત્, પ્રત્યક્ષ દેખનારા ભગવાન વીતરાગ, વીતરાગ, વીતરાગ સર્વજ્ઞ, અહંતદેવો વડે. ઓહોહો ! સંતો ભગવાનનો આશ્રય લઈને વાત કરે છે, પોતે કહે છે પણ આ તો સર્વજ્ઞ ભગવાન જેણે ત્રણકાળ ત્રણલોક જોયા એવા સર્વજ્ઞ ભગવાન, દેખનારા ભગવાન અહંતદેવો વડે અરિહંત પરમાત્મા, પુદ્ગલ દ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી એ પુણ્યને શુભઅશુભ ભાવ. અરે ગજબ નાથ, લોકોને બેસવું કઠણ, આ પંચમકાળ, હલકો કાળ એમ એને નડે છે એમ એ માને છે. તારી વિપરીત દેષ્ટિ નડે છે. આહાહાહા !