________________
સમયસાર સિદ્ધિ ભાગ-૩ એ પુણ્યપાપના ભાવ, શુભાશુભભાવ એ પુદ્ગલદ્રવ્યના, પુદ્ગલદ્રવ્ય, પુદ્ગલવસ્તુ, અજીવ વસ્તુ એના પરિણામમય એ અજીવ સાથે પરિણામમય તન્મય છે એ તો, એ અજીવ સાથે તન્મય છે એમ કહેવામાં વીતરાગ ભગવાને અતદેવોએ કહ્યું છે ને પ્રભુ ! ? તેઓ ચૈતન્ય સ્વભાવમય, જોયું ? ઓલું પુદ્ગલદ્રવ્યના પરિણામમય, તો ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવમય. એ રાગાદિ અચેતન સ્વભાવ પુદ્ગલમય, આમ ઓલા માનનારને ઉત્તર આપે છે. ઓલો કહે કે ભાઈ પુણ્ય ને પાપના ભાવ રાગબુદ્ધિ ને એકત્વ અધ્યવસાય તે જીવ, અમારે વળી રાગ ને એકત્વબુદ્ધિથી ભિન્ન છે આત્મા એમ અમે દેખતા જાણતા નથી, તો સાંભળ ભાઈ. આહાહાહા ! વિશ્વને દેખનારા અરિહંત ૫૨માત્મા “નમો અરિહંતાણ” કહે પણ એને અરિહંત કોણ અને કેવા તેનું જ્ઞાન એની કાંઈ ખબર ન મળે. એ કોઈ પક્ષનો શબ્દ નથી નમો અરિહંતાણં જેણે રાગ અને દ્વેષ ને અજ્ઞાનરૂપી અરિ નામ વેરીને હણ્યા અને જેણે વીતરાગ અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું તેને અરિહંત ૫૨માત્મા કહે છે, તે અરિહંત ૫૨માત્મા સર્વને દેખનારા ભગવાનોએ એમ કહ્યું, એમણે એમ કહ્યું કે પુણ્ય-પાપના ભાવ પુદ્ગલદ્રવ્યમય હોવાથી અને ભગવાન ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય હોવાથી, એ પુદ્ગલમય પરિણામ થવાને ચૈતન્યમય જીવદ્રવ્ય યોગ્ય નથી.
66
આહાહાહા!
૩૨
દરબા૨ ! આવી વાતું છે. ક્યાંય આ તો મળે એવું નથી અત્યારે તો બધું, અરેરે ન્યાં સુધી ચાલ્યા ગયા. જૈન દિગંબર સાધુ નામ ધરાવીને કે શુભજોગ જ છે પંચમકાળમાં એટલે જડ જ છે અત્યારે. અરેરે ! પ્રભુ પ્રભુ પ્રભુ ! (શ્રોતાઃ- એ સર્વજ્ઞને માનતા નથી ?) નથી માનતા. સર્વજ્ઞની ખબર નથી બાપુ. ભાઈ ત્રણલોકનો નાથ સર્વજ્ઞ ભગવાન બિરાજે છે ભાઈ એ રાજવી હતા, સંત થઈને કેવળજ્ઞાન પામ્યા છે પ્રભુ. તીર્થંકરો હોય છે એ બધા ક્ષત્રિય જ હોય છે. વાણીયા તીર્થંકર ન થાય. વાણીયા કેવળ પામે, પણ તીર્થંકર ન થઈ શકે. ક્ષત્રિય થાય, વાણીયો મરીને ક્ષત્રિય થાય એ તીર્થંકર થાય. ભગવાન રાજવી છે. સીમંધર ભગવાન બિરાજે છે આમ સીધા મહાવિદેહમાં અત્યારે બિરાજે છે હોં, બહુ દૂર છે. એ સર્વજ્ઞ ભગવાન સર્વ વિશ્વના જાણનારા ત્યાં કુંદકુંદાચાર્ય ગયા હતા, આ ગાથાના કરનારા. હવે એય ના પાડે છે લ્યો કે ના એ વિશ્વસનીય નથી. પ્રભુ શું કરે છે તું ભાઈ ? આચાર્યો પોકાર કરે છે પોતે જયસેન આચાર્ય, દેવસેન આચાર્ય, ભગવાન કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા અને એ આવીને એમણે જો આ ઉપદેશ ન આપ્યો હોત તો, અમે મુનિપણું કેમ પામત ? ત્રણલોકના નાથ ૫૨માત્મા સર્વજ્ઞદેવ બિરાજે છે. તેની પાસે કુદકુંદાચાર્ય ગયા ન હોત તો અમને આ ઉપદેશ કોણ આપત એમ કહે છે, દર્શનસા૨ પુસ્તક છે શાસ્ત્ર, અરેરે.
"L
આંહી કહે છે અમૃતચંદ્રાચાર્ય એનો અર્થ કરે છે કુંદકુંદાચાર્યનો. “એદે સવ્વ ભાવા પોગ્ગલ દવ્યપરિણામનિષ્પન્ન ” કેમ એમણે કહ્યું “કેવળીજિણેહિ ભણીયા” છે ને ? કેવળીજિણેહિ ભણીયા, સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ કેવળી જિનેશ્વર અરિહંતદેવ એને ભણિયા, છે ? ત્રીજું પદ છે. એનો અર્થ આ કર્યો છે. એ પુણ્યપાપના શુભઅશુભ ભાવ, શરીર અને આઠ કર્મ એને પુદ્ગલમય પરિણામ કહ્યા, પુદ્ગલના પરિણામમય કહ્યા, એમ જિનેશ્વરદેવે કહ્યું, સર્વજ્ઞ ૫૨મેશ્વરે કહ્યું, તો કહે છે ૫૨માત્મા કે જે પુદ્ગલમય છે તેને ચૈતન્યમય જીવદ્રવ્ય તેરૂપે થવાને કેમ લાયક હોય ? આહાહાહા !