________________
૩૩
ગાથા – ૪૪
એવો ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ જ્ઞાનથી ભરેલો પ્રભુ, ચૈતન્ય સ્વભાવથી ભરેલો ભગવાન એ પુદ્ગલના પરિણામમય થવાને કેમ લાયક હોય બાપુ? પ્રભુ, ભગવાન એ પુણ્યપાપના પરિણામ પુદ્ગલમયથી પ્રભુ તારી ચીજ જુદી છે અંદર. ચૈતન્યના સ્વભાવથી ચૈતન્યના નૂરના તેજથી પૂર જેનું ભર્યું છે આખું. ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ઓલું પાણીનું પૂર આમ ( ઊલટું) ચાલે આ ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ધ્રુવ નિત્ય ધ્રુવ જેનો પ્રવાહ છે ચૈતન્યનો એવો જે ભગવાન ચૈતન્ય જીવદ્રવ્ય, એ ભગવાને તો એમ કહ્યું કે એ પુદ્ગલના પરિણામ છે, વ્યવહાર રત્નત્રયના પરિણામ છે એ પુદ્ગલ પરિણામ છે. અરરર! ગજબ વાત છે. હવે અત્યારનો એ પોકાર છે આ લોકોનો કે વ્યવહાર રત્નત્રય કરતાં કરતાં થાય. અરે એ તો વ્યવહાર રત્નત્રય જ અત્યારે તો ધર્મ છે બસ! શુભરાગ પ્રભુ પ્રભુ પ્રભુ બાપુ. વિશ્વને દેખનારા ત્રણ લોકના નાથના વિરવું પડયા ભરતમાં એમણે પરમાત્માએ તો આમ કહ્યું. ચૈતન્ય સ્વભાવમય આત્મા એ પુદ્ગલમય પરિણામ, પુદ્ગલના પરિણામમય શુભઅશુભ ભાવ થવાને લાયક આત્મા કેમ હોય ?
સંતો અને કેવળી ભગવાન કહે છે, એનો આધાર દેવો પડયો, “કેવળી જિPહિં ભણિયા” છે ને? ત્રીજાં પદ, મૂળ શ્લોક ગાથા. પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવ એણે એમ કહ્યું છે કે પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ એ પુદ્ગલના પરિણામમય હોવાથી ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય તે પરિણામરૂપે કેમ થાય? આહાહા ! આવી વાતું છે.
અનંત અનંત કાળ થયો રખડતાં, અનાદિ અનાદિ અનાદિ આદિ વિનાનો કાળ, ભવ ભવ ભવ ભવ ભવ ભવ ભવ આમ ક્યાંય અંત ન મળે ભવ વિનાનો, એવા અનંતા ભવ પ્રભુ, આવી ભ્રાંતિ અને ભ્રમણાને લઈને કર્યો. એ પુણ્ય ને પાપના ભાવ મારા અને એ ચૈતન્યની જાતના એમ માનીને પ્રભુ તેં અનંત ભવ કર્યા પરિભ્રમણના. હવે અત્યારે સર્વજ્ઞ ત્રિલોકનાથ વર્તમાનમાં એમ કહે તને કે પુદગલદ્રવ્યના પરિણામમય જે પુણ્ય પાપના ભાવ તે ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવાને સમર્થ નથી. આહાહા!
આત્મારામ ચૈતન્ય સ્વભાવથી ભરેલો પ્રભુ! જેના બાગમાં જેમ ઝાડ ફુલેલા હોય છે, એમ જેના ઘરમાં અનંતા ગુણો ફુલેલા ભર્યા છે અંદર, ભગવાનમાં એવો ચૈતન્યમય જે અનંતગુણમય પ્રભુ એવા ચૈતન્યના અનંત ગુણમય ભગવાન, એ પુદ્ગલમય, જે જીવના પરિણામ, જડનાં એ રીતે કેમ થાય પ્રભુ? તને ભ્રમ થઈ ગયો છે. ધીરો થઈને એનો વિચાર કરવો જોઈએ. આ બાપુ અનંત કાળથી પરિભ્રમણ કરે છે ભાઈ. એ દુઃખી છે. એ આનંદમૂર્તિ દુઃખી છે એના સ્વરૂપની ખબર નથી, તેથી એ પુણ્ય પાપના ભાવમાં રહ્યો એ દુઃખી છે. એ દુઃખનાં પરિણામ એ પુદગલના પરિણામ છે, ભગવાન તો અતીન્દ્રિય આનંદમય સચ્ચિદાનંદ પ્રભુ, તેના પરિણામ તો આનંદમય, શાંતમય આવે. બરફના ઢગલામાંથી તો ઠંડી આવે, એમ ચૈતન્ય અતીન્દ્રિય આનંદનો ઢગલો ભગવાન નિત્ય શાથત પ્રભુ છે, એનો આશ્રય લે તું તો પર્યાયમાં આનંદ આવે. એનું નામ ધર્મ છે. હેં? આવું છે દરબાર! ઝીણું બહુ બાપુ.
અરે ! સંતોને એમ કહેવું પડયું, હેં? મહામુનિ સંત છે ભાવલિંગી, નિજ વૈભવ અતીન્દ્રિય આનંદની મહોરછાપ જેને પ્રગટી છે. અતીન્દ્રિય આનંદમાં ઝુલે છે. સંત છે દિગંબર મુનિ, અને