________________
૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૩ આચાર્ય છે, મુનિ છે, પરમેષ્ટિપદમાં છે એને પણ જગતને બતાવવા માટે કે ભાઈ, એ શુભજોગના પરિણામ જે છે એ પુદ્ગલના પરિણામમય છે એમ જિનેશ્વરે પ્રભુએ કહ્યું છે ને ભાઈ! અરેરે ! જેના શાસ્ત્રમાં એ વાત નથી એ સર્વજ્ઞના શાસ્ત્ર નહીં. એમ કહ્યુંને અહીંયા? સર્વજ્ઞનું આગમ આમ કહે છે સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ. આહાહા! ગજબ કર્યો છે.
એ સવ્વ ભાવા પોગ્ગલ દધ્વપરિણામનિષ્પન્ના એ પુદ્ગલ જડથી પ્રાપ્ત છે એ વિકાર એ વિકાર અચેતન છે તો અચેતનથી પ્રાપ્ત છે, ભગવાન ચૈતન્ય છે તેનાથી તે પ્રાપ્ત કેમ હોય? જે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય, શું કીધું? ભગવાન જીવદ્રવ્ય જે ચૈતન્ય સ્વભાવમય છે, તે ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિક્ત. ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલ દ્રવ્ય, એટલે પુણ્ય પાપ કર્મ આદિ, એનાથી ભિન્ન કહેવામાં આવ્યું છે. ભગવાને એમ કહ્યું છે. દિવ્યધ્વનિ દ્વારા ઓમધ્વનિ એ દ્વારા ભગવાન ત્રિલોકનાથ પરમાત્માએ એમ કહ્યું છે કે ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્ય, એ શુભ અશુભભાવ, કર્મ, શરીર એ બધા ચૈતન્ય સ્વભાવથી શૂન્ય છે એમાં ચૈતન્ય સ્વભાવ જાણક સ્વભાવ નથી. આહાહાહા !
ભગવાન ચૈતન્ય સ્વભાવથી ભરેલો પદાર્થ છે અને પુણ્ય પાપના ભાવ, શરીર, કર્મ, ચૈતન્યભાવથી શૂન્ય છે. અહીં જ્યારે ચૈતન્ય સ્વભાવથી ભરેલો છે, ત્યારે પુણ્યપાપના ભાવ ચૈતન્યભાવથી શૂન્ય છે, સમજાય એવું છે. સમજાણું કાંઈ? પહેલાં એક જવાબમાં ગજબ કર્યો છે. હજી તો આવશે બધુ ઘણું.
એ પુદ્ગલદ્રવ્ય પરિણામ કહ્યા ને પાઠમાં? પોગ્ગલ દબૂ પરિણામ નિષ્પન્ના, એનાથી પરિણામ નિષ્પન્ના પ્રાપ્ત એ દયા, દાન, વ્રત ભક્તિ, પૂજાનો ભાવ એ પુદ્ગલ દ્રવ્યથી નીપજેલા ભાવ છે. પ્રભુ પ્રભુ પ્રભુ જગતને આકરું પડે બહુ. કેમ કે એ ચૈતન્ય સ્વભાવથી શૂન્ય છે, એ રાગમાં ચૈતન્યનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? આહાહાહા !
એ ચૈતન્યભાવથી શૂન્ય એવા શુભ અશુભ ભાવ, શરીર, કર્મ રાગની એકતાબુદ્ધિનો અધ્યવસાય એ બધા પુદ્ગલદ્રવ્યથી અતિરિકત, ચૈતન્યભાવથી શૂન્ય એ એવા જે પુદ્ગલ દ્રવ્ય ઓલા પુદ્ગલદ્રવ્યના પરિણામ કહ્યા'તા એને હવે પુગલદ્રવ્યમાં નાખી દીધા એ પુદ્ગલદ્રવ્ય જ છે. ચૈતન્ય ભાવથી શૂન્ય એવા પુલદ્રવ્યથી ભિન્ન કહેવામાં આવ્યા છે. આહાહા!
શાંતિથી આ તો બાપુ આ કાંઈ વાર્તા કથા નથી, આ તો ભગવસ્વરૂપ ભગવાનની ભાગવતકથા છે. અનંત અનંત કાળથી એણે કોઈ દિ' આ રીતે વાત સાંભળી નથી પ્રેમથી. શ્રુત પરિચિત આવે છે ને? એનો વળી ઓલાએ અર્થ કર્યો છે ભાઈ શ્રુત-પરિચિત અનુભૂતા, શ્રત એટલે જ્ઞાન, પરિચિત એટલે દર્શન ને અનુભૂતા એટલે ચારિત્ર એવો અર્થ કર્યો છે, આણે બળભદ્ર. એ તો રાગ દ્વેષને તેં સાંભળ્યો છે, તેનો પરિચય કર્યો છે, એનો અનુભવ તને છે એમ કહેવું છે. તે રાગને કરવું એ સાંભળ્યું છે, રાગના પરિચયમાં તું અનંતવાર આવી ગયો છે અને અનુભૂતિ રાગની તને અનુભવ છે પણ રાગથી ભિન્ન ભગવાન આત્મા પ્રભુ! તેં સાંભળ્યો નથી. તે તને ચ્યો નથી, પરિચય કર્યો નથી અને તેનો અનુભવ તેં કર્યો નથી, અનંત કાળમાં. આહા ! સમજાણું કાંઈ ? આવી વાતું છે.
માટે જેઓ આ અધ્યવસાન આદિને જીવ કહે છે તે ખરેખર પરમાર્થવાદી નથી. કેમ