________________
ગાથા – ૪૪
૩૫ કે આગમ, યુક્તિ અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. ભગવાનની વાણીરૂપી આગમ, યુક્તિ નામ તર્ક અને ન્યાય. એ પુદ્ગલ છે ઈ પુદ્ગલના પરિણામ છે, સ્વાનુભવ અને અનુભવથી તેમનો પક્ષ બાધિત છે, ત્રણથી વિરોધ છે એનો. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન ન. ૧૧૫ ગાથા – ૪૪ રવિવાર આસોવદ - ૬ તા. ૨૨/૧૦/૭૮
સમયસાર ૪૪ ગાથા ચાલે છે, ફરીને ટીકા શરૂઆતથી, ટીકા છે ને? આ અધ્યવસાનાદિ ભાવો છે, એટલે શું કહ્યું કે અંદરમાં રાગની એકતાબુદ્ધિ એવો જે અધ્યવસાય, મિથ્યાત્વ એ પુદ્ગલના પરિણામ છે, જીવના નહીં, એમ અંદર, દયા, દાન, પૂજા ભક્તિ આદિ વ્રત તપનો ભાવ રાગ છે એ રાગ છે તે બધાય પુદ્ગલના પરિણામ ભગવાને કહ્યા છે. છે?
બધાય વિશ્વને સાક્ષાત્ દેખનારા ભગવાન” સમસ્ત પદાર્થોને સાક્ષાત્ જ્ઞાનની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકના પદાર્થને દેખનારા ભગવાન વીતરાગ સર્વજ્ઞ અરિહંતદેવો વડ, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા હોવાથી, એ અંદર જે શુભ અશુભ રાગ થાય એને ભગવાને દિવ્યધ્વનિ દ્વારા (કહ્યું) કે એ પુદ્ગલના પરિણામ છે આત્માના નહીં. આ શરીર, વાણી, મન જડ એ તો આત્માના નહીં એ તો માટી પુગલના જડ છે. પણ અંદરમાં હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ વાસના એવા જે પાપના પરિણામ અને દયા, દાન, વ્રત, ભક્તિ પૂજા ભગવાનનું
સ્મરણ એ ભાવપુર્ણ રાગ છે, એ રાગને ભગવાન તીર્થકરોએ એને પુદ્ગલદ્રવ્ય (ના) પરિણામ કહેવામાં આવ્યા છે. આ લોકોને ખબર ન મળે ને અમે ધર્મ કરીએ છીએ, છે? તેઓ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી, કોણ? અંદર જે દયા, દાન, વ્રત, ભક્તિ પૂજા ભગવાનનું સ્મરણ એવો ભાવ એ પુદ્ગલ દ્રવ્યના જડના પરિણામ છે. એ આત્માના નહીં. આહાહાહા !
એ ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. શુભજોગની જે ક્રિયા રાગની એ ચૈતન્ય સ્વભાવ એવો જે જીવદ્રવ્ય તે થવા સમર્થ નથી. આકરી વાત છે ભાઈ. શરીર વાણી મન બાયડી છોકરા કુટુંબ વેપાર ધંધો એ તો પર ચીજ છે, એ તો આત્માની પર્યાયમાં પણ નથી. આંહી તો અરિહંતદેવ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા એમ કહે છે, કે એ પુણ્ય ને પાપના ભાવ પુગલદ્રવ્યના પરિણામ હોવાથી ચૈતન્ય સ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી. ચૈતન્યસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ, જ્ઞાયકભાવ, સત્યાર્થભાવ, ભૂતાર્થભાવ, જ્ઞાયકભાવ, શુદ્ધભાવ એવો જે જીવભાવ એ વિકાર, જીવભાવ થવાને સમર્થ નથી. અરે ! આવી વ્યાખ્યા હવે. છે? આ તો કાલ આવી ગયું છે.
જે જીવદ્રવ્ય ભગવાન આત્મા કોણ છે? ભગવાન એમ કહે છે. અંદર જીવ વસ્તુ આત્મ પદાર્થ અનંત અનંત જ્ઞાન આનંદનો ભંડાર પ્રભુ એ જીવદ્રવ્ય, ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલ દ્રવ્યથી અતિરિકત છે. જે પુદ્ગલ, પુણ્યને પાપના દયા, દાન ને વ્રતના ભાવ પુદ્ગલ દ્રવ્યનાં પરિણામ કહ્યાં, તે ચૈતન્ય ભાવથી શૂન્ય છે, ઈ એવા પુદ્ગલ દ્રવ્યથી તો ભિન્ન છે