________________
૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૩ જીવદ્રવ્ય. પાટણીજી ! ઝીણી વાતું છે. ( શ્રોતાઃ– ભાવ કરતો તો જીવ દેખાય છે ) જીવમાં છે નહીં. માને છે. અનાદિથી પાગલપણું છે. આહાહાહા !
આંહી તો એમ કહે છે, આ શરીર વાણી આ તો માટી જડ ધૂળ એ તો આત્માની નહીં, પણ આત્મામાં થતા પુણ્ય ને પાપના ભાવ એ પણ પુદ્ગલદ્રવ્યથી નીપજેલા પરિણામ છે એના, તે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવો પુદ્ગલદ્રવ્ય એનાથી તો જીવદ્રવ્યને ભિન્ન કહેવામાં આવ્યો છે. આહાહાહા!
નવ તત્ત્વ છે ને ? નવ તત્ત્વ જીવ–અજીવ-પુણ્ય-પાપ-આસ્રવ-સંવ૨નિર્જરા-બંધ અને મોક્ષ. જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ પુણ્ય તત્ત્વમાં જાય છે, હિંસા જૂઠું ચોરી કામ ભોગ આ ૨ળવું ૨ળવાનો ભાવ આદિ જે એ પાપમાં જાય છે, એ બે થઈને આસ્રવ છે એ પણ પુદ્ગલના પરિણામમાં જાય છે, અને તે રાગમાં અટકે છે એવો ભાવબંધ એ પણ પુદ્ગલ પરિણામમાં જાય છે. આવું ઝીણું છે. એ પુદ્ગલદ્રવ્યને જીવદ્રવ્યથી ચૈતન્યભાવથી શૂન્ય એવા જે પુદ્ગલદ્રવ્ય અથવા એના જે પરિણામ એનાથી તો ભિન્ન જીવદ્રવ્યને કહેવામાં આવ્યો છે. ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ ૫રમેશ્વર અરિહંત સર્વજ્ઞ ભગવાન ત્રણકાળ ત્રણલોકને સાક્ષાત્ દેખનાર, એમણે તો આ કહ્યું છે ને પ્રભુ ! જેના શાસ્ત્રમાં રાગથી આત્માને લાભ થાય અને રાગ આત્માનો એ શાસ્ત્ર ભગવાનના નહીં, એ ભગવાનની વાણી નહીં, એ ભગવાનના શાસ્ત્ર નહીં અને જે ગુરુ નામ ધરાવીને એમ કહે કે રાગ આત્માનો છે, એ દયા, દાન આદિ અને એનાથી આત્મા જુદો નથી, એ પણ મિથ્યાર્દષ્ટિ, જૈન નથી. આહાહા આકરી વાતું છે. થોડી લીટીમાં બધું ઘણું ભર્યું છે. આહાહાહા !
જીવદ્રવ્ય ભગવાન આત્મા, ચૈતન્યસ્વરૂપ પ્રભુ, શાયકભાવ અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનનો પિંડ પ્રભુ આત્મા. જેમ સ્ફટીકમણિ નિર્મળ છે, એમ ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ પવિત્ર ભગવાન છે. એવો જે જીવદ્રવ્ય એ ચૈતન્યભાવથી શૂન્ય કોણ? પુદ્ગલ, જે પુદ્ગલમાં ચૈતન્યસ્વભાવ નથી એ રાગમાં પણ ચૈતન્યસ્વભાવ નથી. આવું છે. એ દયા, દાન, વ્રત, ભક્તિ તપનો વિકલ્પ ઊઠે છે અપવાસ કરવો આદિનો એ રાગ એ ચૈતન્યભાવથી શૂન્ય છે. અરે ! થોડી થોડી સમજતે હૈ ન ગુજરાતીને ? અહીં તો આ સબ ગુજરાતી હૈ ને ? આંહી તો કહે છે ભગવાન, ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમ કહે છે ત્યારે હવે અત્યારે એમ કહે છે કે શુભજોગ જ અત્યારે છે એટલે આત્મા નથી. એમ પ્રભુ, પ્રભુ શું કરે એને બુદ્ધિ ( માં ન બેસે તો ) આહ્વાહા ! જીવદ્રવ્ય વસ્તુ એ પુણ્ય ને પાપના ભાવ જે પુદ્ગલદ્રવ્યના પરિણામ, તે ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિકત જીવદ્રવ્યને કહેવામાં આવ્યું છે. આવું તો સ્પષ્ટ છે. એવો જે આ ભગવાન આત્મા, ચૈતન્ય નિર્મળાનંદ પ્રભુ, શુદ્ધ વીતરાગ સ્વભાવી આત્મા, એવો જે ચૈતન્ય સ્વભાવ જીવદ્રવ્ય, એનાથી-ચૈતન્યથી શૂન્ય એવા પુણ્ય પાપના ભાવ જે પુદ્ગલદ્રવ્ય છે, એનાથી તો ભગવાન આત્માને, અતિરિકત-ભિન્ન કહેવામાં આવ્યો છે. શશીભાઈ ! આ તો કાલ થઈ ગયું'તું. શરૂઆતથી લીધું, કેટલાક નવા છે ને ? અંદર ભગવાન જીવદ્રવ્ય જે છે, એ તો ચૈતન્ય સ્વભાવી, વીતરાગ સ્વભાવી, જિનબિંબ જિનસ્વરૂપી પ્રભુ છે, કેમ બેસે ? એવા જિન સ્વરૂપી, જીવદ્રવ્ય એ અજૈન સ્વભાવી એવો પુણ્ય ને પાપનો ભાવ, જે પુદ્ગલદ્રવ્ય છે એનાથી