________________
ગાથા – ૪૪. જીવદ્રવ્યને અતિરિકત ભિન્ન કહેવામાં આવ્યો છે. આહાહાહા!
(શ્રોતાઃ- પાંચ મહાવ્રત એ જૈન છે) પાંચ મહાવ્રતભાવ એ પુદગલદ્રવ્યના પરિણામ છે, જીવદ્રવ્યથી શૂન્ય છે એ આકરી વાત છે બાપા. એ જૈન ધર્મ કોઈ સમજવો વાડામાં પડ્યા ને માને કે અમે જૈન છીએ, ભાઈ આત્મા જિનસ્વરૂપી વીતરાગ બિંબ આત્મા છે અત્યારે હોં, એવો જિન, “ઘટઘટ અંતર જિન વસે ને ઘટઘટ અંતર જૈન, પણ મત મદિરાકે પાનસોં મતવાલા સમજે ન”ને અભિમાની દારૂના પીધેલા મિથ્યાત્વના એ પુણ્ય ને પાપના ભાવ એ જીવદ્રવ્યના છે એમ માને છે. એ મૂંઢ મિથ્યાદૃષ્ટિ છે. શરીર વાણી મારા માને એ તો વળી મહામૂઢ છે, આ તો પર વસ્તુ માટી છે. આહાહા પૈસા, બાયડી, છોકરા, કુટુંબ એ તો પર તદ્ન જુદા, એની હારે તો કાંઈ સંબંધ નથી, પણ અંદરમાં પુદ્ગલના ભાવકભાવના નિમિત્તના સંબંધે થયેલા જે શુભ અશુભ ભાવ એ ચૈતન્યભાવથી શૂન્ય છે. તેથી તે જીવદ્રવ્ય ચૈતન્યભાવથી શૂન્ય એવા ભાવથી, જીવદ્રવ્ય જુદો છે. આહાહાહા !
રતીભાઈ ! ઓલા તમારા કારખાના ને રૂપીયા પૈસા ક્યાં ગયા? એ અજીતભાઈ! આ બધા પૈસાવાળા મોટા બેઠા છે સાંઈઠ લાખ સીત્તેર લાખ કરોડપતિ ધૂળના પતિ(શ્રોતાઃધૂળનાય પતિ તો છે ને ?) એ માને છે, છે ક્યાં? આંહી તો રાગનો પતિ માને કે રાગનો હું સ્વામી છું અને રાગ મારો, પ્રભુ વીતરાગ સર્વશદેવ એમ કહે છે કે પ્રભુ એ મિથ્યાષ્ટિ મૂંઢ છે. એને અમારા જૈનની આજ્ઞાની ખબર નથી. આહાહાહા !
જૈન પરમેશ્વરે અનંત તીર્થકરોએ વર્તમાન બિરાજતા પ્રભુ સીમંધર ભગવાન એ એણે એમ કહ્યું, પોતે ત્યાં ગયા'તા ને કુંદકુંદાચાર્ય દિગંબર સંત, ભગવાન બિરાજે છે અત્યારે ત્યાં ગયા'તા સંવત-૪૯ તો કહે છે કે સર્વજ્ઞ તીર્થકરો તો એમ કહે છે ને ! “કેવળી જિPહિ ભણિયા” કીધું ને? પદમાં “કેવળીજિPહિં ભણિયા” સર્વજ્ઞ ત્રિલોકનાથ, કેવળજ્ઞાની એમ કહેતા હતા, કે જે દયા દાન વ્રત ભક્તિના પરિણામ પર લક્ષથી થયેલા એ પરના છે, પુદ્ગલના છે, તારા નહીં. અરે સાંભળવું કઠણ પડે, ત્રંબકભાઈ ! આવી વાત છે. ભગવાન !દુનિયાથી ફેર છે એ તો ખબર છે ને ! ચાર લીટીમાં તો કેટલું.. હવે પછી વધારે છે.
એક તો એ કહ્યું કે શુભ અશુભ પુણ્યપાપના ભાવ એ પુલ દ્રવ્યના પરિણામમય હોવાથી જીવથી ભિન્ન છે, અને જીવ એ ચૈતન્યભાવથી શૂન્ય એવા પરિણામથી જીવ ભિન્ન છે. ચૈતન્ય જ્યોતિ અંદર ઝળહળ જ્યોતિ ભગવાન આત્મા ચૈતન્યના નૂરના તેજના પૂર ભર્યા છે ભાઈ તને ખબર નથી પ્રભુ! અંદર આત્મા ચૈતન્યના નૂર નામ તેજનું પૂર છે. એ અંદર, એવો ચૈતન્ય તત્ત્વ જે ભગવાન એનાથી આ પુણ્ય ને પાપના પરિણામ પુદગલમય કહ્યા, તે ચૈતન્ય સ્વભાવથી શૂન્ય હોવાને લીધે, તે પરિણામને જીવદ્રવ્યથી ભિન્ન કહ્યાં છે. જીવદ્રવ્ય તે પરિણામથી ભિન્ન કહ્યો છે. તે પરિણામથી જીવ દ્રવ્યને ભિન્ન કહ્યો છે. આહાહાહા !
આ તો એક બે લીટીમાં આટલું ભર્યું છે, વાંચે નહીં ભાઈ. અરે અનાદિથી ચોર્યાસી લાખમાં અવતાર કરી કરીને દુઃખી છે એ. ભલે અબજોપતિ, કરોડોપતિ હોય શેઠીયાઓ એ બધા દુઃખી છે. ભાઈ એનો આનંદનો નાથ ભગવાન છે, એની એને ખબરું નથી. એને આ લક્ષ્મી આદિ મારી એમ માનીને મમતાના દુઃખને વેદે છે એ, જેને અહીંયા પુદગલના પરિણામ કહ્યાં