________________
૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૩ છે. અને જે મમતાના પરિણામ જીવદ્રવ્યથી, જીવદ્રવ્ય એ ચૈતન્યથી શૂન્ય એનાથી જીવદ્રવ્યને ભિન્ન કહ્યો છે. એક તો એ જીવદ્રવ્યથી ભિન્ન પુણ્ય પાપના પરિણામ કહ્યાં, અને જીવદ્રવ્ય પુણ્યપાપના પરિણામથી ભિન્ન કહ્યો છે. ભગવંત તો એમ કહે છે કે, અમારું સ્મરણ કરો નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં એ એક વિકલ્પ ને રાગ છે પ્રભુ. એ રાગ એ પુદ્ગલના પરિણામ પ્રભુ તારા નહીં, તારા હોય તો જુદા પડે નહીં, ને જુદા પડે ઈ તારા નહીં. અરે ! આવું સાંભળવા મળે નહીં અને જિંદગી એમને એમ જાય. આ વ્રત કરીએ છીએ ને અપવાસ કરીએ છીએ ને તપ કરીએ છીએ. ત્રિલોકચંદજી! આવું સાંભળવા નથી મળતું ત્યાં દિલ્હીમાં દિલ્હીમાં નહીં ? આવી વાતું છે બાપા!
માટે જેઓ આ અધ્યવસાનાદિકને, માટે જેઓ અધ્યવસાય એટલે રાગની એકતા બુદ્ધિ અને રાગ, દયા, દાનનો રાગ, જીવ કહે છે જેઓ એને જીવ કહે છે, તેઓ ખરેખર પરમાર્થવાદી નથી, એ સાચું માનનારા, સાચા માનનારા નથી, એ જૂઠા માનનારા છે. છે ભાઈ અંદર? આ ચોપડો જુદી જાતનો છે તમારાથી, એમાં પાઠમાં ધ્યાન રાખે તો સમજાય એવું છે, ઓલા તમારા ચોપડા રૂપીયાના હોય ને ધૂળના એની જાતના ચોપડા જુદા છે આ. (શ્રોતા:- પાનું ફરે અને સોનું ઝરે) ઝરે? ધૂળમાંય નહીં. શું કહે છે? કે જેઓ આ અધ્યવસાનાદિકને જીવ કહે છે જેઓ એ પુણ્યના પરિણામ દયા, દાનના રાગને જીવના કહે છે કે, તેઓ ખરેખર પરમાર્થવાદી નથી, એ સાચા માનનારા નથી, એ પરમાર્થના તત્ત્વને જાણતા નથી. આહાહાહા!
કેમ કે, હવે ન્યાય આપે છે, આગમ સર્વશની વાણીરૂપી આગમ, ત્રિલોકનાથ તીર્થંકરદેવની વાણી, ઓમ ધ્વનિ “ઓમ ધ્વનિ સૂની અર્થ ગણધર વિચારે રચી આગમ ઉપદેશે ભવિક જીવ સંશય નિવારે” એવા તો ભગવંત ત્રિલોકનાથ વર્તમાન તો બિરાજે છે પ્રભુ, મહાવીર આદિ તો મોક્ષ પધાર્યા સિદ્ધ થઈ ગયા. આ તો અરિહંતપદે બિરાજે છે, સીમંધર ભગવાન. એમની જે વાણી આગમ એ પણ એમ કહે છે. કહે છે ભગવાને દીઠું ભગવાન તો એમ કહે છે. કહે છે પણ વાણી દ્વારા કહે છે ને? ભગવાન એમ કહે છે, આગમ એમ કહે છે, યુક્તિ એમ કહે છે. અને સ્વાનુભવથી પણ એમ જણાય છે. કે રાગ આત્માનો નહીં. આહાહા ! ઝીણો વિષય છે ભાઈ ! ' અરેરે ! એમ ને એમ જિંદગીઓ, અનંત કાળ ગાળ્યો છે ભાઈ. એ નરક ને નિગોદમાં ગયો છે. ભગવાન પરમાત્મા નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કરે છે. આ બટાટા, શકરકંદ, મૂળા, ગાજર, એમાં એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંતા જીવ એક શ્વાસમાં અઢાર ભવ, મરે ને જન્મ, મરે ને જન્મ. ભાઈ એ અનંતા દુઃખી છે એને સંયોગ અનુકૂળ પ્રતિકૂળ નથી માટે નહીં, એની દશામાં જ હીણી દશાએ પરિણમી ગયેલા નિગોદના જીવ, એને દુઃખનો પાર નથી, એ દુઃખના વેદનારા નિગોદના જીવ, પ્રભુ તે એક શ્વાસમાં અઢાર ભવ, ક્યાં પણ કોને જોવું છે. અનંતકાળ ક્યાં ગાળ્યો અનંત. એવા અનંતવાર ભવ કર્યા એક વાર નહિ. એ ભવથી નિવર્તવું હોય અને જેને આત્માનું જ્ઞાન કરવું હોય એને આ જાણવું પડશે એમ કહે છે. ત્રણલોકના નાથ સો ઇન્દ્રોથી પૂજનીક પ્રભુ, જિનેશ્વરદેવની એ વાણી, એ આગમ એટલે આ જે આગમમાં પુણ્યના પરિણામને જીવના કહ્યા હોય એ આગમ નહીં, એ શાસ્ત્ર નહીં, અથવા જે આગમમાં એ શુભભાવથી જીવને લાભ થાય, એમ મનાવ્યું હોય એ આગમ નહીં, એ