________________
૩૯
ગાથા – ૪૪. સિદ્ધાંત નહીં, એ વીતરાગની વાણી નહીં. આગમ, યુક્તિ, યુક્તિથી પણ એ બેસે છે કે રાગ તે આત્માનો સ્વભાવ નથી. આહાહા ! દષ્ટાંત કહેશે.
સ્વાનુભવ અને રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન કરનારા ધર્મી જીવોને એ રાગથી ભિન્ન જાણવામાં આવે છે. ભેદજ્ઞાનીઓને એટલે સમકિતી જીવને, એટલે કે ધર્મની પહેલી સીઢીવાળા જીવને સ્વાનુભવ, એ રાગથી ભિન્ન જાણવામાં આવે છે. રાગથી ભેદ કરીને આત્મા અનુભવ કરે, એવા સમકિતી ભેદજ્ઞાનીને રાગથી ભિન્ન અનુભવમાં આવે છે. આગમે કહ્યું છે, યુક્તિથી બેસે. હમણાં કહેશે, અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ પણ સાથે છે એમ. એક રાગનો કણીયો જે વ્રત ને તપ ને ભક્તિનો, વૃતિ ઊઠે છે. એનાથી તો ભેદજ્ઞાની સમકિતી જીવ એને ભિન્ન પાડીને અનુભવે છે. એના અનુભવમાં એ રાગ આવતો નથી. આવી વાતું. હવે કોઈ દિ' સાંભળી ન હોય કોની હશે આ તે વીતરાગનો માર્ગ આવો હશે ! ભાઈ અનાદિ તીર્થંકર પરમાત્મા એનો આ જ માર્ગ છે, આ ત્રિકાળ અનાદિ તીર્થંકરો થયા, અનંત થશે એનો આ માર્ગ છે.
અહીંયા કહે છે, કે એ ત્રણથી તો એનો પક્ષ વિરોધ પામે છે. કોનો? કે જે કાંઈ દયા, દાન, વ્રતના પરિણામ જીવનાં છે એમ જે માને છે, તે આગમથી વિરુદ્ધ છે, યુક્તિથી વિરુદ્ધ છે, સ્વાનુભવ ગર્ભિત અનુભવથી પણ વિરુદ્ધ છે. આરે આવી વાતું. તેમાં તેઓ જીવ નથી. છે? કોણ? તેઓ એટલે? રાગની એકતાબુદ્ધિરૂપી મિથ્યાત્વભાવ અને દયા, દાન, આદિના રાગ ભાવ એ જીવ નથી, એ આત્મા નહિ, એવું આ સર્વજ્ઞનું વચન છે. છે? એ આગમ, સર્વજ્ઞનું વચન આ આગમ. જે આગમમાં એ રાગનો શુભભાવ એ જીવ નથી, એ તો વિકારી પરિણામ છે, ભગવાન તો નિર્વિકારી ભિન્ન જુદી ચીજ છે એમ ભગવાનની વાણી આમ કહે છે. અરેરે ! દુનિયાની આ મજૂરીયું કરી કરી આખો દિ' ધંધા ને બાયડી, છોકરા સાચવવા એકલી પાપની મજૂરી, મોટા પાપની મજૂરી, હવે એને સાંભળવું આવું કઠણ પડે. આહાહાહા!
અહીંયા તો કહે છે કે, એ તારા પાપના પરિણામ તો જીવના નથી, એમ વીતરાગે કહ્યું છે, પણ શુભભાવ દયા, દાન, વ્રત અપવાસ કરું આદિ જે વિકલ્પ ઊઠે છે, એ રાગ જીવદ્રવ્યમાં નથી, એમ ભગવાને કહ્યું છે. ભગવાન આવ્યા, એની વાણી આગમ આવ્યું છે અને ગુરુ પોતે આ મુનિ કહે છે. પ્રભુ તને ક્યાં મીઠાશ ચડી ગઈ નાથ ! એમ કહે છે. તારો અમૃતસાગર ભગવાન દરિયો એને અનુભવવું મૂકી દઈને એ રાગના અનુભવમાં ક્યાં, ઝેરના પ્યાલે ક્યાં ચડી ગયો તું? એ પુદ્ગલના પરિણામ તારા જીવથી જુદા એમ ભગવાનની વાણી કહે છે, ભગવાન કહે છે, અને વાણી એટલે આગમ કહે છે અને ગુરુ ત્રણેય એમ કહે છે. જે ગુરુ એમ કહે કે રાગ કરતાં આત્માને લાભ થાય, એ ગુરુ નહીં. જે ગુરુ એમ કહે કે એ દયા, દાનના પરિણામ એ જીવના છે, એ ગુરુ નહીં. જે આગમ રાગને આત્માના કહે કે રાગથી આત્માને લાભ થાય એમ કહે એ આગમ નહીં, અને જે કોઈ ભગવાન ત્રિલોકનાથ નામ ધરાવે અને એમ કહે કે રાગથી જીવને લાભ થાય, એ ભગવાન નહીં. આવી વાતું છે. હું?
(શ્રોતાઃ- ખતવણી જ જુદી જાતની છે.) વાત એવી છે બાપા. ઉધાર ખાતાને જમે ખાતે લગાવી દે છે. નામું-નામું, ઉધાર ખાતું હોય એને જમે ખાતું કરી નાખે. પુણ્ય પાપનો ભાવ દેણા ખાતું, ઉધાર ખાતું એને આત્માના છે લેણું એમ ખતવી નાખે છે. આવી વાત છે. અરે આવો