________________
४०
સમયસાર સિદ્ધિ ભાગ-૩ કેવો ઉપદેશ આ? બાપુ માર્ગ આવો છે અનાદિનો ! ભાઈ ! તીર્થકર જિનેશ્વરનો.
એવું સર્વશનું વચન છે તે તો આગમ. જોયું? એ દયા, દાન, વ્રતના પરિણામ એ શુભ એ જીવના નથી એમ આગમનું વચન છે. જે આગમ એમ કહે કે એ શુભભાવથી જીવને લાભ થાય એ ભગવાનના આગમ નહીં, કલ્પિત બનાવેલા શાસ્ત્રો આહાહા અને આ નીચે પ્રમાણે સ્વાનુભવગર્ભિત યુક્તિ બે ભેગાં લે છે. આગમ, યુક્તિ અને સ્વાનુભવ એમ ત્રણ કહ્યાં છે ને? ભગવાનના આગમ, જૈન તીર્થંકર ત્રિલોકનાથના આગમ “ઓમકાર ધ્વનિ સૂની અર્થ ગણધર વિચારે” અને એ ગણધર શાસ્ત્રને રચે, એ વીતરાગની વાણી, તેમાં આમ કહ્યું છે. અને નીચે પ્રમાણે સ્વાનુભવગર્ભિત યુક્તિ શું?
સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગદ્વેષ વડે મલિન અધ્યવસાન” એ શુભ અશુભ ભાવ એ તો સ્વયં ઉત્પન્ન થયેલા છે. દ્રવ્યથી નહીં. પુદ્ગલનાં પરિણામ એ પરના લક્ષે થયેલા છે,
સ્વયમેવ ઉત્પન્ન થયેલા, એવા જે રાગદ્વેષ વડે મલિન એવા અધ્યવસાયથી જુદો, અન્ય ચિસ્વભાવરૂપ જીવ, શું કહે છે, બાપુ આ તો ભગવાનની વાણી એ કાંઈ કથા વાર્તા નથી. આ તો ભગવત કથા ત્રિલોકનાથ આત્માની છે પ્રભુ. એમાં એમ કહ્યું છે, કે રાગદ્વેષ વડે મલિન એવો જે ભાવ અધ્યવસાય તે જીવ નથી, કારણકે કાલિમાથી જુદા સુવર્ણની જેમ, પહેલાં દાખલો એવો આપ્યો'તો કે કોલસાની કાળપ કોલસાથી જુદી નહીં, એમ પુણ્ય ને પાપ જીવથી જુદા ભાવ નહીં એમ કહ્યું'તું એણે. ત્યારે અહીં કહે છે સાંભળ કે કોલસાની કાળપ એ કોલસામાં ગઈ, એ અહીં નહીં. પણ સુવર્ણમાં જે કાંઈ મેલપ દેખાય છે, એ મેલથી સુવર્ણ જુદી ચીજ છે. એ મેલમાં જે કાળપ દેખાય છે સુવર્ણમાં, સુવર્ણની જેમ કાલિમાથી જુદું સુવર્ણ એટલે સોનું એમાં જે મેલ દેખાય છે એનાથી સુવર્ણ જુદું છે, જુદું કાલિમાથી જુદું સુવર્ણની જેમ ભગવાન આનંદનો નાથ પ્રભુ એ સુવર્ણ સમાન છે પ્રભુ આત્મા! એમાં આ પુણ્ય પાપના મેલ કાળપ જેવો મેલ છે, એ સુવર્ણની જાત નહીં. આહાહાહા !
કાલિમાથી જુદા સુવર્ણની જેમ તેમ રાગથી જુદો અન્ય ચિસ્વભાવરૂપ જીવ એ દયા, દાન ને વ્રતના વિકલ્પથી જુદો જીવ અન્ય ચિસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે, રાગથી ભિન્ન કરનારાઓ ભેદજ્ઞાની વડે, રાગથી ભિન્ન કરનારા સમકિતી વડે, સ્વયં ઉપલભ્યમાન, એનાથી જુદો જીવ, ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન, રાગથી પ્રાપ્ત થતો નથી, રાગ ભિન્ન છે, એનાથી સ્વયં આત્માનો લાભ થાય છે. રાગરૂપી મેલ એને ભેદજ્ઞાની ધર્મી જીવ, એને જુદો પાડીને જીવનો અનુભવ કરે છે. એથી જીવના સ્વભાવથી તે રાગ ભિન્ન છે. રાગથી ભેદજ્ઞાન કરનારાઓને રાગ, ભેદજ્ઞાનમાં રાગ ભેગો આવતો નથી. આહાહાહા!
આરે આવી વાત. હવે આવો જૈન માર્ગ હશે ! અત્યાર સુધી તો અમે આ છ કાયની દયા પાળો ઈચ્છામી પડિકમણ ઈરિયા વહીઆ તસ્સ ઊતરી કરણેણે માણેણે ઝાણેણં અપાણે વોસિરામિ તાઊં કાય ઠાણેણં.. જયંતિભાઈ ! બાપુ બધી ખબર છે બાપુ! અમે પણ બધું કર્યું'તું ને, બીજો માર્ગ બાપા ભાઈ તને ખબર નથી. આહાહાહા !
ત્રણ ન્યાય આપ્યા. એક તો પુણ્ય ને પાપના ભાવ જીવ નથી એમ ભગવાનની વાણી કહે છે, હવે યુક્તિ અને સ્વાનુભવ છે. કે સોનાની મેલપ જેમ સોનાથી જુદી છે એ યુક્તિ, એમ