________________
ગાથા ૪૪
ભગવાન આત્માથી પુણ્ય પાપના ભાવ જુદા છે એ યુક્તિનો ન્યાય, ત્રીજું સ્વાનુભવગર્ભિત, ધર્મી જીવ તેને કહીએ કે જે દયા દાનના રાગથી ભિન્ન જીવને અનુભવે એ ભેદજ્ઞાની વડે સ્વયં રાગના અવલંબન વિના, ચૈતન્યના અવલંબનથી સ્વયં અનુભવ થાય છે એ રાગથી ભિન્ન જુદાને અનુભવે છે. આવી વાતું વે, છે ?
૪૧
એક તો ભગવાને એમ કહ્યું કે એ પુણ્યપાપ એ જીવ નથી. કારણકે કાલિમાથી જુદા સુવર્ણની જેમ, એ રાગથી જુદો અન્ય ચિત્ત્વભાવ જીવ ભેદશાની વડે સ્વયં ઉપલભ્યમાનમ્ એટલે કે રાગનો જે વિકલ્પ છે એના અવલંબન વિના, ચૈતન્યના અવલંબનથી સ્વયમેવ આત્મા રાગથી ભિન્ન અનુભવમાં આવે છે, માટે તે રાગ આત્માનો નથી. આવી વાતું છે. કરવું પડશે બાપુ. દુનિયા માને ને મનાવી બેસે એથી કાંઈ તને લાભ નહીં થાય ભાઈ. આ દેહ છૂટીને જાઈશ ક્યાં પ્રભુ ? આત્માનો નાશ થાય એવો છે ? ભગવાન તો નિત્ય અનાદિ અનંત છે વસ્તુ અંદર. એને જો રાગથી લાભ થાય એમ માન્યું તો પ્રભુ મિથ્યાભ્રમ એમાં તું જઈશ અને રહીશ ને રખડીશ. આહાહા!
ભગવાને એમ કહ્યું અને કહ્યું તે આગમે એમ કહ્યું, અને આગમમાં ગુરુ એમ પોતે કહે છે અમૃતચંદ્રાચાર્ય પંચમકાળના સંતો–ગુરુ એમ કહે છે કે અરેરે પ્રભુ, એ કહે છે કે પંચમકાળમાં તો શુભજોગ જ હોય, પ્રભુ ઘણો અન્યાય થાય છે, અન્યાય. પંચમકાળના સંતો મુનિઓ ભેદજ્ઞાનીઓ એ શુભજોગથી ભિન્ન આત્માને અનુભવે છે. આ તો પંચમકાળના સંત છે, આ કાંઈ ચોથા આરાના નથી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય. અરેરે ! આવી વાત ક્યાં ? માથામાં ભેજામાં કામ કરે નહીં. દુનિયાના ડાહ્યા રખડી મર્યા છે. આ ચૈતન્યનું જે જ્ઞાન ભગવાન કહે છે, એક સેકંડ પણ અનંતકાળમાં કર્યું નથી. એક સેકંડ પણ રાગથી ભિન્ન ભેદજ્ઞાનને અનુભવે, એને અનંત ભવનો અંત આવી ગયો. સમજાણું કાંઈ ?
પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે. એ ચૈતન્ય સ્વભાવ જે અનંત ગુણ ગંભી૨ ભગવાન એના તરફના જો૨ના પુરૂષાર્થથી, ધર્મીજીવ રાગથી જુદો અનુભવે છે. માટે તે રાગ આત્માનો નથી, જડનો છે. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, એ ભાવ જડ છે, એમ કહે છે. અહીં તો રાજી રાજી થઈ જાય, ભાઈ એ શુભભાવ છે. સોનામાં જેમ એ કાલિમા દેખાય, એમ ચૈતન્યમાં એ મેલ દેખાય છે, એ ચૈતન્યની ચીજ નહીં. એ જિનવચન એમ કહે, એટલે ભગવાન અને ભગવાનની વાણી એમ કહે, કે દયા, દાન, વ્રતના પરિણામ એ જીવ નથી. પુદ્ગલના પરિણામ છે. ભગવાનના ( આત્માના ) પરિણામ તો નિર્મળ હોય, પોતે નિર્મળ પવિત્ર છે માટે તેના પરિણામ તો વીતરાગી નિર્મળ હોય, એ નિર્મળ પરિણામ દ્વારા ધર્મી જીવ રાગથી ભિન્ન જીવને અનુભવે, માટે તે રાગ એનો નથી. આટલી શરતું ને આટલી જવાબદારી, આવું છે પ્રભુ ! એ લોકો પાછો એમ પ્રશ્ન કરે હમણાં સાંભળ્યું છે ન્યાં, શિવનીમાં પ્રશ્ન કર્યાં છે કે ઓલા શિબિ૨ કરીને પાંચસો માણસ ઘાસીલાલજી ગયા'તા ને ! તમે સાધુને માનો છો ? તમે ચા૨ અનુયોગને માનો છો ? અને કોકે ક્યાંય કહ્યું હશે કોણ જાણે શું કહ્યું હશે ને શું માન્યુ હશે ? આ લોકો તો એમ કહે છે કે આ સાધુઓ તો કૂતરા જેવા છે અત્યારે એવી ભાષા વાપરી છે. એવું કોઈએ કહ્યું ન હોય ને છતાં લોકોએ શિવનીમાં આ વાત સાંભળી હતી. ઘાસીલાલ ગયા'તા