________________
૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૩ ને ત્યાં એવું થયું'તું. પછી આણે તો સમાધાન કર્યું આજ્ઞા પ્રમાણે માર્ગ હોય સાધુ તો સાધુ, સાધુ તો અમે સાધુને માનીએ છીએ, સાધુ હોય એને ને? આગમથી વિરુદ્ધ હોય એ સાધુ ક્યાં? ચારેય અનુયોગને માનીએ છીએ. દ્રવ્યાનુયોગમાંથી એની દૃષ્ટિ થઈ એ ત્રણેય અનુયોગને જાણે છે, બીજામાં આ વ્રત ને તપ ને વિકલ્પ આવ્યા એને વાત કરે છે. પણ એ પોતે ધર્મ નથી, એમ દ્રવ્યાનુયોગની દૃષ્ટિથી ત્યાં વાંચે ને તો એનો સાર એ દેખાય. એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે ને, કે દ્રવ્યાનુયોગની દષ્ટિ થયા પછી વાંચે ચરણાનુયોગને તો એની દૃષ્ટિની ખબર પડે તત્ત્વની, મોક્ષમાર્ગ પ્રકાશક. આહાહાહા !
અરે ભગવાન ! અહીંયા ભગવાન રહ્યા નહીં, ભગવાન રહ્યા ત્યાં. હવે ભગવાન એમ કહે છે દુનિયાને કહેવું એક નહિ પણ અનંત ભગવંતો, તીર્થકરો અનંતા થઈ ગયા અનંતા થશે, સંખ્યાતા વિચરે છે તીર્થકરો છે વીસ, પણ એ સિવાય કેવળીઓ, લાખો કરોડો મહાવિદેહક્ષેત્રમાં વર્તમાનમાં વિચરે છે. એ બધાજ કેવળીઓનું વચન છે આગમ, કે એ શુભરાગ મેલ છે, નિર્મળાનંદ પ્રભુથી તે જુદી ચીજ છે, અને મેલથી નિર્મળાનંદ ભગવાન પણ જુદો છે. એમ ભગવાનની વાણી કહે છે ભગવાન કહે છે. અને કાલિમા જેમ સોનાની જુદી છે, એ યુક્તિ એમ સોનાસમાન ભગવાન ચૈતન્યમૂર્તિ, એનાથી પુણ્યના પરિણામ મેલ તે જુદાં છે, અને સ્વાનુભવ રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાની ધર્મી જીવ એને કહીએ એ રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાની જીવો વડે ચૈતન્ય સ્વયંસેવ રાગના અવલંબન વિના અનુભવમાં આવે છે. માટે કેટલાક કહે છે ને કે વ્યવહાર નિશ્ચયનું કારણ છે. આંહી તો કહે છે કે એના અવલંબન વિના ભેદજ્ઞાની વડે જુદો દેખાય છે. કહો શશીભાઈ ! આ તમારા વેદાંત-ફેદાંતમાં તો આવું કાંઈ નથી. જૈન દર્શનના નામે ગોટા ઉઠયા છે ત્યાં.
“સ્વયં ઉપલભ્યમાનમ્” આત્મા તો સ્વયં, સ્વના અવલંબનની દૃષ્ટિ કરતાં, રાગથી ભિન્ન સ્વયં અનુભવમાં આવે, માટે પણ રાગ એને જીવ નથી એમ ભગવાન કહે અને આગમ એમ કહે અને અનુભવી જીવ પણ રાગથી ભિન્ન અનુભવે છે, માટે રાગથી જુદો છે. હવે આટલી વાત કરે, હવે એ પહેલો બોલ થયો. આઠ બોલ છે ને?
અનાદિ જેનો પૂર્વ અવયવ છે કર્મ, કર્મ અનંત જેનો ભવિષ્યનો અંશ છે અંશ. કર્મનો એક ભાગ એવી જે સંસરણરૂપ ક્રિયા રખડવાની ક્રિયા ચોર્યાસીમાં એનું કારણ તો કર્મ છે, એમ કહે છે અજ્ઞાની, કર્મને લઈને એનો એક ભાગે રખડ્યો અને એક ભાગથી રખડશે માટે કર્મ જ જીવ છે અમારે જુદો જીવ છે, એ અમે જાણતા નથી. અનાદિ જેનો પૂર્વ ભાગ છે એટલે અવયવ કર્મનો એક અંશ, અનંત જેનો ભવિષ્યનો અવયવ છે, એવી એક સંસરણરૂપ. અનાદિ અનંત લીધું આમ અનાદિ આમ અનંત. એક સંસરણરૂપી ક્રિયા તે રૂપે ક્રિડા કરતું કર્મ તે પણ જીવ નથી. ઈ કહે છે કે જીવ છે આ, અમારે તો કર્મની ક્રિયાથી રખડવું, રખડે છે એનાથી જુદો અમને તો દેખાતો નથી, અજ્ઞાની એમ કહે છે. એના ઉત્તરમાં આ કહે છે કે એ જીવ નથી. કર્મના કારણે જે પરિભ્રમણની ક્રિયા દેખાય એ જીવ નથી. કારણકે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવ જીવ એ રખડવાની ક્રિયાના રાગભાવથી ચૈતન્યસ્વભાવ જીવ જુદો, અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. કર્મને કારણે જે થતી વિકૃતિ પરિભ્રમણનો ભાવ એનાથી