________________
૪૩
ગાથા – ૪૪ ભેદજ્ઞાની વડે ભિન્ન આત્મા છે, એમ જ્ઞાની ધર્મી જીવ વડે, એ કર્મના અવયવરૂપી જે ક્રિયા, એનાથી ભિન્ન ભેદજ્ઞાની વડે, ધર્મી વડે, સમકિતી વડે, ભિન્ન અનુભવાય છે. આવી વાતું. સ્વયં પ્રત્યક્ષ અનુભવે છે. બે બોલ થયા.
- ત્રીજો “તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દૂરંત રાગરસથી ભરેલા અધ્યવસાનોની સંતતિ”, રાગ મંદ અને તીવ્ર એની જે એકતાબુદ્ધિરૂપ અધ્યવસાય, છે? દૂરંત રાગરસથી ભરેલા, રાગથી ભરેલો જેનો અંત મુશ્કેલ છે, એવા જે અધ્યવસાય એની સંતતિ પણ જીવ નથી, શું કહે છે? રાગની મંદતા અને રાગની તીવ્રતાની સંતતિ, પ્રવાહ ચાલે છે, એ જીવ નહિ. કેમકે પરિભ્રમણનું કારણ જીવદ્રવ્ય નહીં, એ કર્મના નિમિત્તે પરિભ્રમણ થયેલું એ જીવસ્વરૂપ નહીં. છે? તીવ્ર મંદ અનુભવથી ભેદરૂપ થતા દૂરત, જેનો અંત આકરો છે, એવા રાગરસથી ભરેલા અધ્યવસાનીથી જીવ ભેદશાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ તેવો તેને પ્રત્યક્ષ અનુભવ છે. આહાહાહા !
ચોથો, આ શરીર, શરીર છે એ જડ માટીનું છે, એમ કે નવી દશા જુવાન અવસ્થા અને પુરાણી અવસ્થા વૃદ્ધ અવસ્થા બધાં હાડકાં નબળા પડી ગયા, અજ્ઞાની કહે છે કે અમારે તો એ શરીર છે એ જ આત્મા છે. શરીર મોળું હોય તો અમે આકરું કામ કરી શકતા નથી, શરીર જયારે મજબૂત હોય ત્યારે કામ કરી શકીએ છીએ. માટે અમારે તો શરીર એ જ આત્મા છે. એમ અજ્ઞાની શરીરની ક્રિયાઓ અમે કરીએ છીએ, આ હલનચલન એ અમારી ક્રિયા, પણ એ તો જડની ક્રિયા છે, ભાઈ તને ખબર નથી. એનો ઉત્તર આપે છે. નવી પુરાણી અવસ્થા, નવી અને પુરાણી, તાજી અવસ્થા આમ બાળક જન્મેન, જુવાન અવસ્થા આમ લઠ જેવું શરીર દેખાય, અને એ શરીર નબળું પડી જાય ચામડી લટકે, એ નવી અને પુરાણી અવસ્થા જે શરીર એ અમે છીએ, અજ્ઞાનીઓ એમ કહે છે એને જવાબ આપે છે. એ પુરાણી અવસ્થાથી ભેદથી પ્રવર્તતું જે નોકર્મ શરીર, તે પણ જીવ નથી. એ જુવાની અને વૃદ્ધ અવસ્થા એ તો શરીરની અવસ્થા છે, એ તારી નહીં, તું નહીં. આહાહાહા !
તારી અવસ્થાના ત્રણ પ્રકાર બાળ અવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધ અવસ્થા. એ રાગની ક્રિયા ને પોતાની માનવી એ બાળ અવસ્થા એની છે. બાળક છે એ ચાહે તો લાખ વર્ષની ઉંમરવાળુ શરીર હોય પણ એ રાગને પોતાનો માને છે તો એ બાળક છે. અને રાગથી ભિન્ન જાણીને અંતરાત્માને જે ઓળખે છે એ અંતરનો યુવાન છે. અને અંતરમાં જઈને સ્થિરતા કરીને કેવળજ્ઞાન પામે છે એ વૃદ્ધ છે. આ ત્રણ અવસ્થા એની છે. આ નહીં. આવું ક્યાં બેસે માણસને ? આખો દિવસ શરીરથી કામ કરતો હોય આ લાવો આ લાવો, પૈસા ગણે, આપે, લે, દે, આ બધી ક્રિયા મારી છે આ બધી, પણ પ્રભુ એ તો જડ છે. જડની ક્રિયા એ તારામાંથી નહીં અને તારાથી નહીં. છે? કારણકે શરીરથી અન્ય જુદો ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે, અર્થાત્ તેઓ તેને પ્રત્યક્ષ અનુભવે છે. આહાહાહા!
(પાંચમો બોલ) સમસ્ત જગતને પુણ્યપાપરૂપે વ્યાપતો, જોયું? પુણ્યપા૫ આવ્યા, શુભ- અશુભ રાગ એનાથી કર્મનો વિપાક છે, એ આત્માનો પાક નહીં. આત્માનો પાક તો આનંદ અને શાંતિ એમાં પાકે છે. આ તો ખેતર એવું છે કે જેમાંથી અતીન્દ્રિય આનંદ અને શાંતિ