________________
४४
સમયસાર સિદ્ધિ ભાગ-૩ પાકે. આ પુણ્ય પાપરૂપે વ્યાપતો તે પણ જીવ નથી, કારણ શુભાશુભ ભાવથી અન્ય જુદો એ શુભાશુભ ભાવથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે, અરેરે ! પ્રભુ પ્રભુ પ્રભુ, અહીં તો કહે અત્યારે શુભભાવ પંચમકાળમાં તો શુભભાવ જ હોય. અરે પ્રભુ! તો પંચમકાળમાં ધર્મ ન હોય? અરે આવું સારું કર્યું, ચોખવટ કરી. એ શુભાશુભ ભાવથી અન્ય જુદો ભગવાન તો અંદર પુણ્ય પાપના ભાવથી જુદો, ચૈતન્ય સ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે, સમકિતી ભેદજ્ઞાની એવો પોતે તેને પ્રત્યક્ષ રાગના અવલંબન વિના મતિશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ અનુભવે છે, માટે તે પુણ્ય ને પાપના શુભ અશુભ ભાવ જીવ નહીં. ચાર બોલ થયા. વિશેષ કહેશે.
પ્રવચન નં. ૧૧૬ ગાથા - ૪૪ તથા શ્લોક - ૩૪ આસોવદ - ૭
સોમવાર, તા. ર૩/૧૦/૭૮ સમયસાર ૪૪ ગાથા. ચાર બોલ ચાલ્યા છે. છે ને! આઠ બોલમાં ચાર બોલનો ઉત્તર આપ્યો. પાંચમો. “સમસ્ત જગતને પુણ્યપાપરૂપે વ્યાપતો એ કર્મનો વિપાક છે તે પણ જીવ નથી.” કર્મનો વિપાક પુણ્યપાપરૂપના ભાવથી વ્યાપતો એ જીવ નથી. કારણકે શુભાશુભભાવથી અન્ય જુદો, શુભ કે અશુભ ભાવ હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ, વાસના, રળવું,કમાવું વગેરે ભાવ પાપ. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વગેરે પુણ્ય, એ શુભઅશુભભાવથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ, આ કર્તાની વ્યાખ્યા છે, જે શુભ અશુભભાવ થાય છે એ ખરેખર કર્મનો વિપાક છે. એ આવી ગયું બત્રીસમાં, કર્મ ભાવક છે અને શુભ અશુભ ભાવ એ ભાવકનો ભાવ્ય છે. એ કર્મના વિપાકનો ભાવ છે. ચૈતન્યનો વિપાક એ ન હોય. શુભ અશુભભાવ એ કર્મના ભાવકનો ભાવ એ કર્મનો વિપાક છે, એ જીવ નહીં. કેમ કે સમ્યગ્દષ્ટિ અને ભેદજ્ઞાનીઓ વડે એ શુભ અશુભભાવથી જુદો આત્મા અનુભવમાં આવે છે. આહાહાહા !
શુભાશુભભાવથી અન્ય જુદો, ભાવથી અન્ય જુદો, ઝીણી વાત બહુ ભાઈ ! સૂક્ષ્મજ્ઞાનનો ઉપયોગ થઈને જે સ્વભાવ તરફ ઢળ્યો છે, એવા ભેદજ્ઞાનીઓ વડે, એ શુભાશુભભાવથી અન્ય જુદો અનેરો જુદો, ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, એ શુભઅશુભભાવ, એ કર્મના વિપાકનું કાર્ય છે, જીવનું નહીં. એ કર્તાકર્મનો કર્મ વિપાક છે તેનું એ કર્તાનું કાર્ય છે. અહીંયા અજ્ઞાનીએ એમ કહ્યું હતું ને કે શુભાશુભભાવ એ અમારું કાર્ય છે, એનાથી જુદો જીવ અમને તો દેખાતો નથી. આકરી વાત બહુ ભાઈ ! અતીન્દ્રિય આનંદનો ઢીમ પ્રભુ, એને પુણ્ય ને પાપના શુભાશુભભાવથી અનેરો જીવ છે, એ જીવ છે. એને ભેદજ્ઞાનીઓ, ધર્મી જીવો, સમકિતી જીવ, એ શુભાશુભભાવથી જુદો આત્મા છે. છે? ભેદજ્ઞાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. સ્વયં પ્રાસ, પોતાથી પ્રાપ્ત છે. એ શુભભાવ હતો માટે તેનો અભાવ કરીને પ્રાપ્ત થયો છે એટલે સ્વયં પ્રાપ્ત થયો છે. એ આમ કહે છે ને કે ભાઈ દયા દાન દ્રતાદિના આચરણનો ભાવ હોય એ ભાવથી શુદ્ધતા પ્રગટે, એ અહીંયા ના પાડે છે કે એમ નથી. ભાઈ તને ખબર નથી, જેનાથી જુદો અનુભવવો એનાથી તે થાય ? આહાહાહા !
અરે રે! એને જન્મ મરણ રહિત થવાના પંથ કોઈ અલૌકિક છે પ્રભુ. એ શુભ કે અશુભ