________________
૪૫.
ગાથા – ૪૪ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જે જૈન ધર્મ નથી, એવા ભાવથી જુદો સ્વયં પોતાના જ્ઞાનની પર્યાય દ્વારા અનુભવમાં આવે છે. માટે તે શુભઅશુભભાવ (તે) જીવ અને જીવનું સ્વરૂપ નથી. એ કર્તાપણાની વ્યાખ્યા છે. શુભાશુભભાવ એ આત્માનું કર્તવ્ય છે અને આત્મા કર્તા છે એમ નથી. શુભાશુભભાવ, ભાવક કર્મ કર્તા છે અને તેનું તે કાર્ય છે. ઝીણી વાત છે ભાઈ, જે જ્ઞાનની પર્યાય વર્તમાન અંતર સ્વરૂપમાં ઢળે છે, તે પુષ્ય ને પાપના ભાવથી ભિન્ન પડીને ઢળે છે. એ પુણ્યના શુભભાવ, એને સાથે રાખીને અંદરમાં જાય છે કે એની મદદથી અંદર જાય છે એમ નથી. આવી વાતું ભાઈ !
એ કોનો અર્થ થયો? એ “સ્વયં ઉપલભ્યમાન છે” અર્થાત્ તેઓ પોતે ભેદજ્ઞાની જીવ સમ્યગ્દષ્ટિ જીવ, પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. “સ્વયં”નો અર્થ પ્રત્યક્ષ કર્યો. જ્ઞાનાનંદ ભગવાન આત્મા એ જ્ઞાનાનંદની જ્ઞાનની પર્યાય, સ્વયં પ્રત્યક્ષ થઈને તેને અનુભવે છે. આનું નામ આત્મા જાણ્યો અને આત્મા માન્યો એણે આત્મા અનુભવ્યો. આવી વાત ઝીણી છે ભાઈ ! આહાહાહા ! આ પાંચમો બોલ થયો.
(બોલ છઠ્ઠો.) હુવે છે ઈ. હવે ભોકતાની વાત છે. શાતા-અશાતારૂપે વ્યાસ જે સમસ્ત તીવ્રમંદપણારૂપ ગુણો એ વડે ભેદરૂપ થતો જે કર્મનો અનુભવ છે ઈ. કલ્પના થઈ કે આ સુખ આ સંયોગો અનુકૂળ છે માટે હું સુખી છું, પ્રતિકુળ સંયોગ માટે દુઃખી એવી જે કલ્પના એ સુખ દુઃખનો જે અનુભવ એ જીવનો નથી. એ જીવ તેનો ભોકતા નથી. તીવ્રમંદપણારૂપ ગુણો તે વડે ભેદરૂપ થતો, એ તો મંદભાવ હોય રાગનો કે તીવ્ર હોય, પણ એનો ભોકતા આત્મા નથી. રાગની મંદતાનું સુખરૂપ વેદન કલ્પનાનું કે તીવ્ર રાગરૂપી દુઃખનું વેદન એ જીવનું નથી. એ તીવ્ર મંદપણારૂપી ભેદ, એથી થતો કર્મનો અનુભવ એ છે. અમે સુખી છીએ, પૈસે ટકે અનુકૂળતાથી અમે સુખી છીએ એમ માનનાર એ કર્મના વિપાકને પોતે અનુભવે છે. અમે દુઃખી છીએ, પૈસા ન મળે, આ ન મળે. આહાહાહા !
અહીં આવ્યો'તો ને એક માણસ મંદસૌરનો હું તીર્થકર છું, નામ ભૂલી ગયો. પાટણીજી ! અહીં આવ્યો'તો. વ્યાખ્યાન સાંભળ્યું કાગળ આવ્યો'તો પહેલો મહીના પહેલાં હું તીર્થકર છું, કેવળી છું, ચાર ઘાતકર્મ મારે નાશ થયા છે. ભગવાનને પણ ચાર ઘાતકર્મ નાશ થયા હતા પણ પૈસા નહોતા એની પાસે, એમ મારી પાસે પણ પૈસા નથી. અરેરે! એ દુઃખનું વેદન છે નિર્ધનતાનું, અનાદિ એ વેદન તો કર્મના પાકનું વેદન છે. કહો, હવે ઈ કહે કે ઘાતકર્મનો મને નાશ થયો છે અને હું બતાવું બધું એમ કે. પછી તો મેં કીધું બાપુ! આ શું છે ભાઈ ! દૃષ્ટિ વિપરીત થઈ ગઈ ભાઈ બહુ, એ સાંભળે (નહીં) પાછું અહીં તો મધ્યસ્થથી કહેવાય, કોઈનો અનાદર નથી, પાછા ઉભા થઈને પગે બરાબર લાગે. અરે ભાઈ, દુઃખનું આ નિર્ધનતા ને સાધન નહીં એનું વેદન.દુઃખનું, એ તો કર્મનું વેદન છે. એ મિથ્યાષ્ટિ એને વેદે છે. સમ્યગ્દષ્ટિ જીવ, ભેદજ્ઞાની જીવ, એ રાગના વેદનથી ભિન્ન પડલો ભગવાન એને સ્વયં વેદતાં, તે તેનાથી જુદો રહી જાય છે. રાગનું વેદન એ જુદું રહી જાય છે, આત્મામાં આવતું નથી. આવી વાતું હવે, આ તે. અરેરે! એક તો બાહ્યની પ્રવૃત્તિ આડે નિવૃત્તિ ન મળે, અને બાહ્યની પ્રવૃત્તિ છોડે અને નિવૃત્તિ લે બાહ્યથી, તો અંદરના પુણ્ય પાપના પરિણામથી નિવૃત્તિ ન મળે. આહાહાહા !