SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ *s સમયસાર સિદ્ધિ ભાગ-૩ અહીંયા કહે છે ઓલો અજ્ઞાની એમ કહેતો હતો કે અમારે તો કર્મનો વિપાક એવો જે શુભઅશુભભાવ એ જ અમારું વેદન છે અને એ જ અમે જીવ છીએ. એનો ઉત્તર દીધો અહીંયા આચાર્યો, ભાઈ ! તને ખબર નથી એ સુખદુઃખનું વેદન, એ તો જડનું વેદન છે, પ્રભુ તું એનાથી ભિન્ન છો ને? એ ભેદજ્ઞાની વડે સુખ દુઃખથી જુદો, છે ને આ વેદનનું છે આ, એ કર્મના નિમિત્તથી પૈસા થયા પાંચ પચીસ કરોડ કે ધૂળ કરોડ, અમે સુખી છીએ, એ મૂંઢ જીવ રાગના સુખને નામે વેદે છે. અને એ એમ કહે છે, કે સુખદુઃખના વેદનથી જીવ જુદો અમને તો કાંઈ દેખાતો નથી, ક્યાંથી દેખાય? ભાઈ ! તારી દૃષ્ટિ જ પર્યાય ઉપર સુખદુઃખના વેદન ઉપર પડી છે. ભગવાન ત્યાં છે નહીં. ભગવાન આત્મા તો અંદર સુખદુઃખના વેદનથી ભિન્ન જાત છે અંદર, આવી વાતું હવે. હેં? (શ્રોતા- અલૌકિક વાત છે.) આવી વાત છે ભાઈ. તે અનુભવ કર્મનો સુખદુઃખનો અમે સુખી છીએ, કહ્યું'તું ને એક ફેરી અહીંયા ઓલા વઢવાણના નાનાલાલભાઈને એ બધા પૈસાવાળા ખરાને કરોડપતિ પૈસાવાળા એના વેવાઈ એ વ્યાખ્યાન ચાલતું'તું સ્વાધ્યાય મંદિરમાં અમારા વેવાઈ સુખી છે. મેં કીધું: ભાઈ સુખીની વ્યાખ્યા શું? બે પાંચ લાખ પચાસ લાખ કરોડ બે કરોડ મળ્યા, એટલે સુખી ? એ પૈસા તરફ લક્ષ જાય છે, એ તો દુઃખ છે અને એ વેદન દુઃખનું છે, પૈસાનું નહીં. અને એ વેદન જડનું વેદન છે, ભગવાન ચૈતન્યનું નહિ. એ જડ છે, રાગ છે એ અચેતન છે એનું એને વેદન છે. આહાહાહા! અહીંયા કહે છે શાતા અશાતારૂપે વ્યાપ્ત જે સમસ્ત તીવમંદ અશાતામાં તીવ્ર અને આમાં મંદ હોય શાતામાં, એવા ગુણભેદરૂપ થતો કર્મનો વિપાક છે ભાઈ ! એ તો શાતાના ઉદયે મળેલી સામગ્રીઓ એમાં તને સુખ ભાસે, એ તો કર્મના પાકની કલ્પના છે. એમાં પ્રભુ આત્મા આવ્યો નથી અંદર. અને નિર્ધનતા થાય પાછું મળે નહિ માંડમાંડ માગીને રોટલા ખાતો હોય વિગેરે... એ પણ દુઃખના પરિણામ, એ કર્મનો પાક છે એ જીવનો સ્વભાવ નથી. આહાહાહા ! અમારે ઘણાં વર્ષ પહેલાં એક સાધુ આવેલા ત્યાં પાલેજ એવી વાતું કરે આવી બધી વૈરાગ્યની “કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા કૂતરાના ભવમાં, કારણકે કાંઈ જોળી ન મળે કપડું ન મળે પાત્ર ન મળે લોટો ન મળે ત્યાં કટકા મળે, “કૂતરાનાં ભાવમાં મેં વીણી ખાધા કટકા” “મેં ભૂખના વેયા ભડકા ભૂદરજી તમને ભૂલ્યો” એવું બોલે એ વખતે એને તો બીજું ક્યાં? કહે છે કે જે ભૂખના વેઠયા ભડકા એવું જે દુઃખ, એ તો કર્મનો પાક છે. સમજાણું કાંઈ ? ભેદજ્ઞાની જીવોએ, એ સુખદુ:ખના વેદનથી ભગવાન આત્મા ભિન્ન સ્વરૂપે બિરાજે છે. એને સુખ દુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ, એનો અર્થ એ થયો કે શુભાશુભનું વેદન એ ચૈતન્ય સ્વભાવ નહિ. અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે, એ સુખદુઃખની કલ્પનાના વેદનથી ભિન્ન પડેલા ભેદજ્ઞાની જીવો, સ્વયં ઉપલભ્યમાન છે. પ્રત્યક્ષ અનુભવે છે પ્રાપ્તિ છે, એમ કહે છે. આહાહાહા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનની ખાણ, એ જેને જ્ઞાનમાં જણાણું એ સુખદુઃખના વેદનથી અન્ય જુદો પ્રભુ, તેને ચૈતન્યસ્વભાવને તે અનુભવે છે, ભેદજ્ઞાની વડે સ્વયં પ્રત્યક્ષ પ્રાપ્ત છે. આવી વાત હવે. વીતરાગ-વીતરાગ મારગ ઝીણો ભાઈ. તીર્થકર સર્વજ્ઞ પરમેશ્વરે માથે કહ્યું હતું, તીર્થકર સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું છે કે એ જીવ નહીં. પહેલો
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy