________________
ગાથા – ૪૪
४७ બોલ આવ્યો'તો એ સુખ દુઃખનું વેદન એ જીવ નહીં. એમ સર્વજ્ઞ ભગવાન તીર્થંકરોએ કહ્યું છે. આહાહાહા !
આ તો એક ગાથા એવી આવે છે. ઉત્તરાધ્યયનમાં, વીસમા અધ્યયનમાં “અપ્પાસ કત્તા વિકત્તા દોહાણિએ સોહાણીઆ, સોહાણી.” આત્મા કર્તા સુખદુ:ખનો છે અને એનો ભોકતા છે એમ આવે છે. અનાથી મુનિનું વીસમું અધ્યયન છે, વ્યાખ્યાન થઈ ગયેલાને બહુ ત્યાં તો ઘણાં, એમાં એ વાત સ્પષ્ટ છે જ નહીં. આંહી તો આત્મા કર્તા અને ભોકતા એ પોતાની નિર્મળ શુદ્ધ પર્યાયનો કર્તા ને તેનો ભોકતા, વિકારી પરિણામનો કર્તા ભોકતા એ આત્મા નહીં. કેમ કે એ સુખ દુઃખની કલ્પનાનો ભાવ, એને તો ભગવાને અજીવ કીધો છે. આવ્યુંતું ને પહેલું? છે જીવની પર્યાય, પણ એ કર્મના પાકથી થયેલી માટે તેને અજીવ કીધો છે. આહાહાહા!
ભગવાન આત્મા અતીન્દ્રિય શાંતિનો ભરેલો, અતીન્દ્રિય આનંદનો ભરેલો પ્રભુ, એવા જીવનું આત્માનું જેને એ સુખદુઃખના વેદનથી અનેરો ભગવાન, વેદનમાં આવ્યો, એ પ્રત્યક્ષ આનંદને ને શાંતિને વેદે છે, એ સુખદુ:ખને વેદતો નથી. બીજે ઠેકાણે પાછું એમેય આવે, અહીં તો આ ભેદ ફકત પરથી પાડવો છે, બાકી ધર્મી જીવ પણ પોતાના આનંદને પણ વેદે છે અને કંઈક હજી બાકી રહ્યો છે તે રાગને વેદે છે એટલે દુઃખને વેદે છે. અહીં તો દુઃખ એ કર્મના વિપાકનું ફળ ગણી જીવથી જુદો ગણીને તેને વેદતો નથી એટલું સિદ્ધ કરવું છે. જીવ અજીવ અધિકાર છે ને આ? પણ એમાંથી પાછો એકાંત તાણી લે કે ધર્મી આત્મજ્ઞાનીને દુઃખ હોય જ નહીં પર્યાયમાં, એમ નથી. આ તો જીવ અજીવની ભિન્નતા બતાવતા તે અજીવનું વદન તેને નથી. પણ જ્યારે ધર્મી જીવ છે, રાગ ને રાગના વેદનથી ભિન્ન પડેલાનું વેદન છે, એની સાથે થોડી હુજી આસકિત રાગની છે તેનું વદન દુઃખનું છે. હવે આવી વાતું. અહીં પકડે ને ત્યાં એમ કહે કે નહિ એમ નહિ અને ત્યાં કીધું હોય તો પાછો અહીં મેળ ન ખાય. આહાહાહા !
કઈ અપેક્ષાએ કહ્યું છે પ્રભુ! પ્રવચનસારના સુડતાલીસ નય અધિકારમાં તો તેણે ત્યાં સુધી કહ્યું કે આત્મા શુદ્ધ ચૈતન્યઘન એનું ભાન થયું, એનું જેને જ્ઞાન અને આનંદ વર્તે છે તેને હજી રાગ ને દુઃખ વર્તે છે એનો એ સ્વામી છે અધિષ્ઠાતા છે. આંહી ના પાડે છે. આ તો જીવ અજીવને જુદા પાડવાની અપેક્ષાએ વાત છે. અહીંયા તો સુખદુઃખની વેદન દશા એ જીવની નથી, એ અજીવની છે એમ કહીને જુદું પાડયું છે. ત્યાં આગળ સમ્યગ્દષ્ટિ થયો છે, ભેદજ્ઞાની છે, એને પણ પૂરણ વીતરાગ ને પૂર્ણાનંદની દશા નથી, ત્યાં સુધી આનંદને પણ વેદે છે અને દુઃખ જે કર્મનો વિપાક, પાક અહીં કહ્યો એવા દુઃખને પણ વેદે છે. રતીભાઈ ! આવી વાતું છે. (શ્રોતા:- બેમાંથી સાચું કયું?) હું? બેય સાચું છે. આ જડ ને ચૈતન્યના વિપાકને જુદા બતાવવા છે અને ત્યાં જુદા બતાવેલા હોવા છતાં, એની પર્યાયમાં જેટલું સુખદુ:ખની કલ્પના થાય છે, તેનો એ વેદનાર છે, ભાઈ મોહનલાલજી! આવી વાત છે ભાઈ ! આ શું થાય?
અરેરે ! દુનિયા કાંઈ દુઃખી થઈને રખડી રહી છે પાગલ થઈને પરમાં સુખ છે એમ માને છે. ભગવાન તીર્થકર સર્વશદેવ તો પોકાર કરે છે, અમે કહીએ છીએ પ્રભુ એ સુખદુઃખની કલ્પના જે છે તે અજીવ છે. (શ્રોતા:- એ પોતામાંથી નીકળી જાય છે માટે ) એનું ચિતસ્વરૂપ નથી ને? એના દ્રવ્યગુણમાં છે એ ચીજ ? કોઈગુણ-કોઈગુણ વિકૃત થાય એવો કોઈ ગુણ છે? કોઈ ગુણ