________________
४८
સમયસાર સિદ્ધિ ભાગ-૩ સુખદુઃખને વેદે એવો કોઈ ગુણ છે? પર્યાયની વ્યાખ્યા જ્યારે ચાલે ત્યારે, પ્રવિણભાઈ ! આવી વાત છે, ભગવાન આત્મા અપાર અપાર ગુણોનો સાગર છે, એ અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા ગમે તેટલા અનંત કરો તોપણ જેના ગુણની સંખ્યાનો પાર નથી, પણ એ બધા ગુણોમાં એટલા ગુણોમાં કોઈ ગુણ એવો નથી કે વિકાર કરે. કોઈ ગુણ એવો નથી કે વિકારને વેદ. આહાહાહા ! સમજાણું કાંઈ?
જ્યાં શક્તિનો અધિકાર ચાલ્યો, ત્યાં તો બધા ગુણો છે ભગવાન આત્માના તેથી તેનું પરિણમન ક્રમસર પણ નિર્મળ જ છે. ક્રમ પણ નિર્મળ છે અને અક્રમ જે ગુણો છે તે પણ નિર્મળ છે. શક્તિનો અધિકાર જ્યાં ચાલ્યો, ત્યાં વિકારનું રહેવું કે વેદવું કે થવું એ એનામાં છે જ નહીં. કેમ કે શક્તિઓ જે છે ભગવાન આત્મામાં ગુણો, મોરબી પાસે છે ને એક? વિહાર કરીને ગયા'તા ને તે દિ' ત્યાં એક શક્તિનું મંદિર છે મોટું. શક્તિનું દેવળ અન્યમતિનું મોરબી પાસે સનાળા (છે) દલીચંદભાઈના ભાઈના વહુ એના મકાન છે ત્યાં, પછી આહાર કરીને હું ફરવા નીકળ્યો ત્યાં એ શક્તિનું મંદિર હતું ત્યાં ગયો, ઓલા બિચારા બાવા પધારો પધારો, મેં કીધું ભાઈ શક્તિ આ નહીં, શક્તિ દેવી ખરી પણ આ નહીં. અંતરમાં જ્ઞાન દર્શન આદિ શક્તિ એ જ દેવી છે. એ એમ કહેતા'તા કે ઈશ્વરને શક્તિ વિના પણ ચાલે નહીં, એ પોપટભાઈ આ તમારી વાત હાલે છે આ પૂર્વની બધી, ઈશ્વરને શક્તિ વિના હાલે નહીં, એ આ અમારી શક્તિ છે કહે છે. કીધું એ નહીં. આ ઈશ્વર ભગવાન છે એના ગુણરૂપીશક્તિ વિના ચાલે નહિં એને, આવી વાત છે કીધું. ભાઈ ત્યાં મકાન છે મોરબી પાસે સનાળા છે કે કાંઈ દલીચંદભાઈના ભાઈના વહુનું મકાન છે ત્યાં ઉતર્યા 'તા. આહાહાહા !
આંહી કહેવું છે પ્રભુ આત્મા છે, એમાં અનંત અનંત શક્તિરૂપગુણ છે, પણ કોઈ ગુણ વિકૃતપણે પરિણમે એવો કોઈ ગુણ નથી, એ તો પર્યાયમાં પરને આધીન થઈને વિકૃત થાય છે. એ ગુણને આધીન થતો નથી માટે થાય છે. હવે એના પણ પ્રકાર છે, કે જ્યારે એ રાગ ને દુઃખનું વેદન અજીવ કહીને ભેદજ્ઞાનીઓને એ નથી ત્યારે તેને જીવના સુખદુ:ખનો, આત્માના સુખનું વેદન છે એમ સિદ્ધ કરવું છે. અને જ્યારે નયનો અધિકાર ચાલે ત્યારે તો પર્યાયમાં જેટલું અંદર સમકિતીને જ્ઞાનીને પણ વિષય વાસના આવે એ દુઃખ છે. દયા, દાન, ભક્તિના પરિણામ આવે એ દુઃખ છે અને એ દુઃખને અને આનંદને બેયને એક પર્યાયમાં બે ભાગ બેયને વેદે છે. આવી વાત પ્રભુ ! વીતરાગ સિવાય ક્યાંય મળે એવી નથી. અત્યારે તો વીતરાગના વાડામાંય ખબર પડતી નથી. આહાહાહા !
એ આંહી કહે છે, એ સુખદુઃખ અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ એનાથી સુખ દુઃખની કલ્પના જે છે, એ કર્મના પાકનો પાક ગણી એનાથી અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાની વડે સ્વયં ઉપલભ્યમાન છે. સ્વયંનો અર્થ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. સ્વયંનો અર્થ એ કર્યો. એ સુખદુઃખની જે કલ્પના અમે સુખી છીએ, અમે હમણાં હેરાન હેરાન દુઃખી છીએ, એમ કહે છે ને કેટલાક બે ચાર વર્ષથી એક પછી એક માંદો પડતો હોય ઘરમાં કોઈ છોકરો માંદો પડીને ઊઠે ત્યાં વહુ-વહુ માંદી થઈને ઊઠે ત્યાં પોતે માંદો પડે, એમ વારાફરતી પાંચ વર્ષથી ખાટલો ખાલી થતો નથી. હમણાં હેરાન હેરાન થઈ ગયા, એમ કહે છે.