________________
૪૯
ગાથા – ૪૪
એ હેરાન એટલે શું પણ, એ તો દુઃખની કલ્પનામાં હેરાન થઈ ગયો છે. અમે અત્યારે દુ:ખી છીએ, દુ:ખી છીએ. કોઈ અમને મદદ કરો, અમે દુઃખી છીએ એમ કહે છે. કહે છે કે દુઃખી છે એ પર્યાય વિકૃત છે એથી અહીંયા તેને અજીવ કહી ભગવાને તેને અજીવ કહી, એનાથી અન્ય જુદો ચૈતન્યસ્વભાવ ભેદશાની વડે અનુભવાય છે. (શ્રોતા – આની હારે એનો અનુભવ તો છે) એ છે પણ અત્યારે અહીંયા જુદા પાડવા છે તેમાં ગણવું નથી. પણ જ્યારે એની પર્યાય એની છે એમ જ્યારે કહેવું છે, એ સુખદુઃખની પર્યાય પણ છે તો જીવની ને? એ કાંઈ જડની ને જડથી થઈ નથી. ત્યારે એને એમ કહ્યું કે જેટલા નયોના સુખદુઃખ કર્તા, સુખદુઃખનો ભોકતા એ બધાનો સ્વામી અધિષ્ઠાતા તો પ્રભુ પોતે છે કર્મને લઈને નહીં. એ જ્ઞાનપ્રધાન કથનની શૈલીમાં એમ આવે, દષ્ટિપ્રધાન શૈલીમાં એ વેદન આત્માનું નથી એમ આવે. શું થાય? ભગવાન પરમાત્મા જિનેશ્વરદેવ એણે કહેલો અપૂર્વ માર્ગ છે ભાઈ. અરે એ સત્ય વાત સાંભળવા મળે નહિ, એ સત્યને શરણે ક્યારે જાય? એ છઠ્ઠો બોલ થયો.
શરીર વાણી મન તો અજીવ છે, એ તો ચોકખી વાત છે. આ માટી છે એ અજીવ જડ ધૂળ છે, વાણી ધૂળ જડ છે. કર્મ જડ છે પણ અહીં તો પુણ્યપાપનું વેદન છે તે જડ છે. ચૈતન્યસ્વભાવની જાત નથી એ અપેક્ષાએ. આહાહાહા ! આવી વાત છે.
સાતમો બોલ, “શિખંડની જેમ ઉભયાત્મકપણે મળેલાં જે આત્મા ને કર્મ તે બંને મળેલા પણ જીવ નથી”, એ કહે છે કે કર્મ ને આત્મા બેય થઈને આત્મા છે. કારણકે કર્મ વિના કોઈ દિ' રહ્યો નથી, માટે કર્મ અને આત્મા બેય થઈને આત્મા છે, એમ અજ્ઞાની કહે છે. એમ અહીંયા શિખંડમાં જેમ દહીં અને સાકર ઉભયપણે મળેલાં જે, એમ આત્માને કર્મ બંને મળેલા પણ જીવ નથી. સાકર તે સાકર છે ને દહીં તે દહીં, બે ભિન્ન ચીજ છે. એમ ભગવાન આત્મા સાકર સમાન આનંદકંદ પ્રભુ જુદો છે અને સુખદુઃખની આ જે વેદન દશા અથવા કર્મનું ફળ એ બધું જડ છે, બેય એક નથી, દહીં ને ખાંડ-સાકર એક નથી. શિખંડમાં કહેવાય કે બેય એક છે, પણ એક નથી. એમ ભગવાન આત્મા ચૈતન્યઘન અનાકુળ આનંદનું સ્વરૂપ એ ભિન્ન છે અને કર્મનું સ્વરૂપ તન્ન ભિન્ન છે એ ખાટું દહીં જેમ ભિન્ન છે અને મીઠી સાકર ભિન્ન છે. એમ ભગવાન મીઠો આનંદનો નાથ એ ભિન્ન છે અને કર્મ તે દહીંની પેઠે ખટાશ છે, તે ભિન્ન છે. આરે આવી વાત! આ શું કરવા કહ્યું? અમારા બંધાયેલા કર્મ અમારે ભોગવવા પડે એમ કહે છે ને? અમે બાંધ્યા એવા ભોગવીએ પણ એ બાંધ્યાય તે નથી અને એનો ભોગવનારેય તું નથી.
એ આવે છે ને સ્થાનકવાસીમાં વ્યાખ્યાન શરૂ કરે ને ત્યારે આ બોલે બાંધ્યા કર્મ ભોગવવા પડે ને એવું કાંઈક બોલે અમે ભૂલી ગયા અમેય બોલતા “કર્મે રાજા, કર્મે રંક, કર્મ વાળ્યો આડો અંક”, એય સ્થાનકવાસીમાં એમ બોલતા વ્યાખ્યાનની શરૂઆતમાં પાંચ મિનિટ સ્તુતિ આવી કરે. હવે ઈ એમ કે જાણે હવે બધું ભૂલી ગયા.
કર્મને લઈને આ બધું થાય, કર્મને લઈને આ બધું થાય, તત્ત્વની વાત જ ન મળે. એ સ્તુતિ પહેલાં વ્યાખ્યાન શરૂ કરે ને પાંચ મિનિટ પહેલાં આવી સ્તુતિ કરે. આંહી કહે છે કર્મ ને આત્મા તદ્દન જુદી ચીજ છે. ખાંડ અને દહીં જેમ જુદા છે, એમ કર્મ જે છે તે ઝેરના ઝાડ છે, આ પાછળ આવે છે ને ૧૪૮ પ્રકૃત્તિ, ઝેરના ઝાડ અને ભગવાન તે અમૃતનું ઝાડ છે. લીમડો આવડો