________________
૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૩ મોટો જુઓ, પણ લીંબોળી નાની આટલી થાય. હૈ? અને કોળાં અધમણ, અધમણના કોળા હોય છે ને કોળા એનો વેલો પાતળો હોય નાનો, કોળા આવડા (મોટા) પાકે નાળિયેર લ્યો, નાળિયેરી આવી લાંબી લાંબી માથે આવડાં નાળિયેર પાકે સો બસો અંદર મીઠા, એમ ભગવાન નાળિયેરી સમાન છે, એની પર્યાયમાં તો આનંદ પાકે છે. (શ્રોતા:- શ્રીમદ્ભાં આવે છે.) ઈતો હશે પણ આપણે અત્યારે અહીંની વાત છે. એ તો નાળિયેરી છે એમ કહેતા અમારે તો આખી નાળિયેરી છે એટલું કીધું'તું. આ નહીં આ નથી આવું. એમ કહે કે લોકોએ નાળિયેરને વખાણી માર્યા છે, પણ અમારી પાસે તો આખી નાળિયેરી છે, આખો આત્મા છે એમ મૂળ તો કહેવું છે. ખબર છે એ વાતની.
આ કહે છે કે આત્મામાં જે સુખદુ:ખની કલ્પના થાય તે કર્મ છે અને આત્મા બેય ભેગાં છે, એમ નથી, કેમકે એ જીવ નથી, કારણકે સમસ્તપણે સંપૂર્ણપણે કર્મથી જુદો, સંપૂર્ણ કર્મ આઠ કર્મથી તદ્ન જુદો ભગવાન આત્મદ્રવ્યમાં આઠ કર્મના દ્રવ્યનો અભાવ છે, ભગવાન આત્મ દ્રવ્યસ્વરૂપ છે, આવે એવું પાછું ગોમ્મદસારમાં કે આટલા આઠ કર્મ જીવને હોય અને સાત હોય ને આને જ હોયને, છટ્ટે છ બંધાય, પાંચમે ને ચોથે સાત આઠ બંધાય આયુષ્ય સહિત. આંહી કહે છે પ્રભુ સૂન એકવાર સાંભળ. કઈ અપેક્ષાએ એ તો જોડે હતા એટલું બતાવ્યું. બાકી એ આઠ કર્મથી જુદો, પૂરણ જુદો, સંપૂર્ણપણે કર્મથી જુદો ચૈતન્ય સત્તાસ્વરૂપ ભગવાન એ આઠેય કર્મના સ્વભાવના ભાવથી અભાવ સ્વરૂપ છે. એ સાકરનો સ્વાદ શિખંડમાં, દહીંના સ્વભાવના સ્વાદથી બિલકુલ ભિન્ન જુદો છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એ મળેલા જીવ નથી એમ ભગવાને કહ્યું છે. એ તો પહેલાં આવી ગયું છે.
કારણકે સંપૂર્ણપણે કર્મથી જુદો પૂરણ-પૂરણ કર્મથી બધા કર્મથી જુદો, ભગવાન ચૈતન્ય તત્ત્વ ચૈતન્ય સ્વભાવરૂપ ભગવાન એ તો આઠ કર્મથી તદ્ન જુદો એવો અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, કર્મથી અન્ય ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, ભેદજ્ઞાનીઓ વડે, દેખો અહીંયા તો નીચે સમ્યગ્દર્શનમાં પણ આઠ કર્મથી ભિન્ન આત્મા જણાય છે, એમ કહે છે. કેમકે જ્યાં જ્ઞાનની પર્યાય જ્યાં સ્વ તરફ ઢળી વળી ત્યારે તો આઠેય કર્મનો તેની પર્યાયમાં તો અભાવ છે, દ્રવ્યમાં તો અભાવ છે, દ્રવ્યગુણમાં તો કોઈ દિ' આવરણ નથી, કર્મનો એને સંબંધ નથી દ્રવ્યને તો, પણ એક સમયની પર્યાયમાં જે સંબંધ છે નિમિત્ત-નૈમિત્તિક એ આ બાજુ ઢળતા એ સંપૂર્ણ કર્મથી ભિન્ન ભગવાન છે. આહાહાહા !
આવો ઉપદેશ હવે કઈ જાતનો આ? ક્યાંથી આવ્યું આવું? જૈન ધર્મનું આવું સ્વરૂપ હશે? કહે છે ઓલા તો અમે સાંભળતા અપવાસ કરવા ને આ કરવું વ્રત કરવાને. ત્યાં ક્યાંક અપવાસ થયા છે ક્યાંક જમશેદપુર છાપામાં આવ્યું'તું ને પૈસા કાંઈક ખર્ચા'તા ભાઈએ પ્રફુલ્લ, નરભેરામનો છે ને? ક્યાંય બિચારાને ખબર ન મળે, એ તો બધા ઓલ્યાને ય માને સાંઈબાબો અરે”રે બિચારા શું કરે? કાંઈ ખબર ન પડે. અને એમાં ભાગ લે બધા, એની માને તો આંહી પૂરો પ્રેમ હતો અહીં હેમકુંવરબેન પૈસા આટલા આપ્યા ફલાણું, ભાગ લીધો. અરેરે! આંહી કહે છે કે પ્રભુ એક વાર સાંભળ તો ખરો એ પૈસા દીધા એ જુદી ચીજ થઈ તારાથી પણ એમાં જે રાગ થયો, એનાથી પણ તું જુદો છો. એવો ભેદજ્ઞાની વડે પ્રત્યક્ષપણે ઉપલભ્યમાન છે.